Home /News /sport /IPL 2022 RR vs RCB Live Score: શાહબાજ અને દિનેશ કાર્તિકની જોડીએ આરસીબીને વિજય અપાવ્યો

IPL 2022 RR vs RCB Live Score: શાહબાજ અને દિનેશ કાર્તિકની જોડીએ આરસીબીને વિજય અપાવ્યો

IPL 2022 : RR vs RCB Live updates: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022

આઈપીએલ 2022 (IPL 2022) લાઇવ અપડેટ, RR vs RCB Live Score : રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રાજસ્થાન રોયલ્સ સામે 4 વિકેટે વિજય મેળવ્યો

    મુંબઈ : શાહબાજ અહમદ અને દિનેશ કાર્તિકની અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-15માં (IPL 2022 )રાજસ્થાન રોયલ્સ (RR vs RCB Live Score)સામે 4 વિકેટે વિજય મેળવ્યો છે. રાજસ્થાને 20 ઓવરમાં 3 વિકેટે 169 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોરે 19.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો.

    રોયલ ચેલેન્જર્સ બેંગલોર

    -હર્ષલ પટેલના 4 બોલમાં અણનમ 9 રન

    -દિનેશ કાર્તિકના 23 બોલમાં 7 ફોર 1 સિક્સર સાથએ અણનમ 44 રન

    -શાહબાઝ અને દિનેશ કાર્તિક વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 67 રનની ભાગીદારી નોંધાઇ.

    -શાહબાઝ અહમદના 26 બોલમાં 4 ફોર, 3 સિક્સર સાથે 45 રન.

    -આરસીબીએ 13.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.

    -રુથરફોર્ડ 5 રન બનાવી બોલ્ટનો શિકાર બન્યો

    -ડેવિડ વિલી ખાતું ખોલાયા વિના આઉટ. આરસીબીએ 62 રને 4 વિકેટ ગુમાવી

    -વિરાટ કોહલી 5 રને રનઆઉટ

    -અનુજ રાવતના 4 ફોર સાથે 26 રન.

    -પ્લેસિસ 29 રને ચહલનો શિકાર બન્યો. 55 રને પ્રથમ વિકેટ ગુમાવી.

    -આરસીબીએ 6.2 ઓવરમાં 50 રન પુરા કર્યા

    આ પણ વાંચો - ઈશાન કિશનનો ખુલાસો- મેચ દરમિયાન રોહિત શર્મા ખેલાડીઓને ગાળો ભાંડે છે, Video

    રાજસ્થાન રોયલ્સ

    -રાજસ્થાને 20 ઓવરમાં 3 વિકેટે 169 રન બનાવ્યા.

    -હેટમાયરના 31 બોલમાં 4 ફોર, 2 સિક્સર સાથે અણનમ 42 રન.

    -બટલરના 47 બોલમાં 6 સિક્સર સાથે અણનમ 70 રન.

    -રાજસ્થાને 19.2 ઓવરમાં 150 રન બનાવ્યા.

    - બટલરે 42 બોલમાં 4 સિક્સર સાથે 50 રન પુરા કર્યા.

    -રાજસ્થાને 14.1 ઓવરમાં 100 રન પુરા કર્યા

    -સેમસન 8 રને ડી સિલ્વાનો શિકાર બન્યો

    -પડિક્કલના 29 બોલમાં 2 ફોર, 2 સિક્સર સાથે 37 રન. હર્ષલ પટેલની ઓવરમાં કેચ આઉટ થયો

    -રાજસ્થાને 7.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.

    -યશસ્વી જયસ્વાલ 4 રને આઉટ થયો. રાજસ્થાને 6 રને પ્રથમ વિકેટ ગુમાલી

    -રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    આ પણ વાંચો - 8 વર્ષ પહેલા સુરેશ રૈનાને મળેલા બાળકે IPLમાં કર્યો ધડાકો, કોચે કહ્યું- મળવાથી બધું બદલાઈ ગયું

    બન્ને ટીમો આ પ્રમાણે છે

    રાજસ્થાન રોયલ્સ - જોશ બટલર, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિક્કલ, સંજૂ સેમસન, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, આર અશ્વિન, નવદીપ સૈની, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, યુજવેન્દ્ર ચહલ.

    રોયલ ચેલેન્જર્સ બેંગલોર - ફાફ ડુ પ્લેસી, અનુજ રાવત, વિરાટ કોહલી, દિનેશ કાર્તિક, શેરફેન રદરફોર્ડ, શાહબાજ નદીમ, વાનિંદુ હસરંગા, ડેવિડ વિલી, હર્ષલ પટેલ, આકાશદીપ, મોહમ્મદ સિરાજ.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: IPL 2022, Ipl live, IPL Live Score

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन