Home /News /sport /IPL 2022 RR vs MI Score: સતત આઠ પરાજય પછી મુંબઈ ઇન્ડિયન્સનો આ સિઝનમાં પ્રથમ વિજય

IPL 2022 RR vs MI Score: સતત આઠ પરાજય પછી મુંબઈ ઇન્ડિયન્સનો આ સિઝનમાં પ્રથમ વિજય

IPL 2022 : RR vs MI Live updates: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022

આઈપીએલ 2022 (IPL 2022) લાઇવ અપડેટ, RR vs MI Live Score: સૂર્યકુમાર યાદવની અડધી સદી, મુંબઈનો 5 વિકેટે વિજય

મુંબઈ : સતત આઠ પરાજય પછી મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલની 15મી સિઝનમાં (IPL 2022)પ્રથમ વિજય મેળવવા સફળ રહ્યું છે. બોલરોના શાનદાર પ્રદર્શન પછી સૂર્યકુમાર યાદવની અડધી સદી (51)ની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે (RR vs MI Live Score )આઈપીએલ-15માં રાજસ્થાન રોયલ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટે 158 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી વિજય મેળવી લીધો હતો.

મુંબઈ ઇન્ડિયન્સ

-ડેનિયલ સેમ્સે પ્રથમ બોલે સિક્સર ફટકારી મુંબઈને જીત અપાવી

-ટીમ ડેવિડના 9 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે અણનમ 20 રન

-પોલાર્ડ 10 રન બનાવી કુલદીપ સેનનો શિકાર બન્યો

-મુંબઈએ 18.2 ઓવરમાં 150 રન પુરા કર્યા

-તિલક વર્માના 30 બોલમાં 1 ફોર 2 સિક્સર સાથે 35 રન

-સૂર્ય કુમાર 51 રને ચહલનો શિકાર બન્યો

-સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 5 ફોર 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી

-મુંબઈએ 12.3 ઓવરમાં 100 રન પુરા કર્યા

-મુંબઈએ 6.3 ઓવરમાં 50 રન પુરા કર્યા

-ઇશાન કિશનના 18 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે 26 રન

-રોહિત શર્મા ફરી ફ્લોપ, 2 રને અશ્વિનનો શિકાર બન્યો

આ પણ વાંચો - રવિન્દ્ર જાડેજાએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ એમએસ ધોનીને પરત સોંપી

રાજસ્થાન રોયલ્સ

-રાજસ્થાનના 20 ઓવરમાં 6 વિકેટે 158 રન

-રિયાન પરાગ 3 રને આઉટ

-બટલર 67 રને કેચ આઉટ થયો

-બટલરે 48 બોલમાં 5 ફોર 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી

-રાજસ્થાને 14.4 ઓવરમાં 100 રન પુરા કર્યા

-મિશેલ 17 રને સેમ્સનો શિકાર બન્યો

-સંજુ સેમસનના 7 બોલમાં 2 સિક્સર સાથે 16 રન

-રાજસ્થાને 7 ઓવરમાં 50 રન પુરા કર્યા

-રાજસ્થાનને પ્રથમ ફટકો, પડિક્કલ 15 રને આઉટ થયો

-મુંબઈની ટીમમાં ડેવાલ્ડ બ્રેવિસના સ્થાને ટીમ ડેવિડ અને જયદેવ ઉનડકટના સ્થાને કુમાર કાર્તિકેયનો સમાવેશ કરાયો છે

-મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય

આ પણ વાંચો - તેવટિયા અને મિલરે ગુજરાતને અપાવી 8મી જીત, આઇપીએલ પ્લેઓફનો રસ્તો સાફ

રાજસ્થાન રોયલ્સ : જોશ બટલર, દેવદત્ત પડિક્કલ, સંજૂ સેમસન, ડેરિલ મિશેલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ સેન.

મુંબઈ ઇન્ડિયન્સ : ઇશાન કિશન, રોહિત શર્મા, ટીમ ડેવિડ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કાયરન પોલાર્ડ, ઋત્વિક શૌકીન, ડેનિયલ સેમ્સ, જસપ્રીત બુમરાહ, કુમાર કાર્તિકેય, રિલે મેરેડિથ.
First published:

Tags: IPL 2022, Ipl live, IPL Live Score

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો