Home /News /sport /IPL 2022 RR vs LSG Score: હેટમાયર ઝળક્યો, રાજસ્થાન રોયલ્સનો 3 રને રોમાંચક વિજય

IPL 2022 RR vs LSG Score: હેટમાયર ઝળક્યો, રાજસ્થાન રોયલ્સનો 3 રને રોમાંચક વિજય

IPL 2022 : RR vs LSG Live updates: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022

આઈપીએલ 2022 (IPL 2022) લાઇવ અપડેટ, RR vs LSG Live Score : રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટે 165 રન બનાવ્યા, લખનઉના 20 ઓવરમાં 8 વિકેટે 162 રન

    મુંબઈ :  શિમરોન હેટમાયરની અડધી સદી (59 રન) બાદ બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ-15માં (IPL 2022) લખનઉ સુપર જાયન્ટ્સ સામે (RR vs LSG Live Score) 3 રને રોમાંચક વિજય મેળવ્યો છે. રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટે 165 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉ 20 ઓવરમાં 8 વિકેટે 162 રન બનાવી શક્યું હતું.

    લખનઉ સુપર જાયન્ટ્સ

    -સ્ટોઇનિસના 17 બોલમાં 2 ફોર 4 સિક્સર સાથએ અણનમ 38 રન

    -ચમીરા 13 રને એલબી આઉટ થયો.

    -ક્રુણાલ પંડ્યા 22 રને ચહલની ઓવરમાં બોલ્ડ

    -બડોની 5 રને ચહલનો શિકાર બન્યો. લખનઉએ 74 રને પાંચ વિકેટ ગુમાવી

    -દીપક હુડાના 24 બોલમાં 3 ફોર સાથે 25 રન.

    -જેસન હોલ્ડર 8 રને પ્રદીથનો શિકાર બન્યો.

    -લખનઉએ પ્રથમ ઓવરમાં 2 વિકેટ ગુમાવી.

    -ગૌથમ પ્રથમ બોલે બોલ્ટની ઓવરમાં એલબી આઉટ.

    -કેએલ રાહુલ પ્રથમ બોલે જ બોલ્ટની ઓવરમાં બોલ્ડ.

    આ પણ વાંચો - વિરાટ કોહલી અને રોહિત શર્માની નજીક આવેલા વ્યક્તિની ધરપકડ, જુઓ વીડિયો

    રાજસ્થાન રોયલ્સ

    -હેટમાયરના 36 બોલમાં 1 ફોર, 6 સિક્સર સાથે અણનમ 59 રન.

    -પરાગ 4 રને હોલ્ડરનો શિકાર બન્યો.

    -અશ્વિન 28 રને રિટાયર્ડ હર્ડ થયો.

    -હેટમાયરે 33 બોલમાં 1 ફોર 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

    -સેમસન 13 રને હોલ્ડરનો શિકાર બન્યો.

    -પડિક્કલના 4 ફોર સાથે 29 રન.

    -ડુસોન 4 રને ગૌથમનો શિકાર બન્યો. રાજસ્થાને 67 રને 4 વિકેટ ગુમાવી.

    -બટલર 13 રને આવેશ ખાનનો શિકાર બન્યો.

    -રાજસ્થાન રોયલ્સની ટીમમાં બે ફેરફાર કરાયા છે. નવદીપ સૈની અને યશસ્વી જયસ્વાલના સ્થાને કુલદીપ સેન અને રાસી વેનને સ્થાન આપવામાં આવ્યું છે.

    -રાજસ્થાન રોયલ્સે આ સિઝનમાં 3 માંથી 2 મેચમાં જીત મેળવી છે. જ્યારે લખનઉએ 4 માંથી 3 મેચ જીતી છે.

    -લખનઉની ટીમમાં ઇવિન લુઇસ, એન્ડ્રયુ ટ્રાયના સ્થાને માર્કસ સ્ટોઇનિસ અને દુષ્માંતા ચમીરાનો સમાવેશ કરાયો છે.

    -આ મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહ્યો છે.

    રાજસ્થાન રોયલ્સ - જોસ બટલર, વેન ડેર ડુસેન, દેવદત્ત પડિક્કલ, સંજૂ સેમસન, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, કુલદીપ સેન, આર.અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, યુજવેન્દ્ર ચહલ.

    લખનઉ સુપર જાયન્ટ્સ - કેએલ રાહુલ, ક્વિન્ટોન ડી કોક, માર્કસ સ્ટોયનિસ, દીપક હુડા, આયુષ બડોની, ક્રુણાલ પંડ્યા, જેસન હોલ્ડર, કૃષ્ણપ્પા ગૌતમ, દુષ્માંતા ચમીરા, રવિ બિશ્નોઇ, આવેશ ખાન.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: IPL 2022, Ipl live, IPL Live Score

    विज्ञापन
    विज्ञापन