મુંબઈ : જોશ બટલરની સદી (103) અને યુજવેન્દ્ર ચહલની 5 વિકેટની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ-15માં (IPL 2022) કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 7 રને રોમાંચક વિજય મેળવ્યો છે. રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 5 વિકેટે 217 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા (RR vs KKR Score) 19.4 ઓવરમાં 210 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. કેકેઆરના કેપ્ટન શ્રેયસ ઐયરે લડાયક 85 રન બનાવ્યા હતા.
કોલકાતા નાઇટ રાઇડર્સ
-ચહલે 40 રનમાં 5 વિકેટ ઝડપી
-શ્રેયસ ઐયરના 51 બોલમાં 7 ફોર 4 સિક્સર સાથે 85 રન
-આન્દ્રે રસેલ પ્રથમ બોલે અશ્વિનની ઓવરમાં બોલ્ડ થયો
-નીતિશ રાણા 18 રને ચહલનો શિકાર બન્યો
-શ્રેયસ ઐયરે 32 બોલમાં 6 ફોર 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી
-ફિન્ચ અને ઐયરે 107 રનની ભાગીદારી નોંધાવી
-કોલકાતાએ 8.3 ઓવરમાં 100 રન પુરા કર્યા
-ફિન્ચે 25 બોલમાં 8 ફોર 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી
-કોલકાતાએ 5.4 ઓવરમાં 50 રન પુરા કર્યા
-પ્રથમ બોલે જ સુનીલ નરેન 00 રને રન આઉટ
આ પણ વાંચો - જોસ બટલરે તેની IPL કારકિર્દીની ત્રીજી સદી ફટકારી, પેટ કમિન્સની બોલિંગ પર સિકસરફટકારી પૂરી કરી સદી રાજસ્થાન રોયલ્સ -રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 5 વિકેટ 217 રન બનાવ્યા
-હેટમાયરના 13 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે અણનમ 26 રન
-જોશ બટલરના 61 બોલમાં 9 ફોર 5 સિક્સર સાથે 103 રન
-સંજૂ સેમસનના 19 બોલમાં 3 ફોર 2 સિક્સર સાથે 38 રન
-રાજસ્થાને 10.1 ઓવરમાં 100 રન પુરા કર્યા
-બટલર અને પડિક્કલે પ્રથમ વિકેટ માટે 97 રનની ભાગીદારી નોંધાવી
-પડિક્કલ 24 રને નરેનની ઓવરમાં બોલ્ડ
-બટલરે 29 બોલમાં 5 ફોર, 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી
-રાજસ્થાને 5.2 ઓવરમાં 50 રન પુરા કર્યા
-કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
આ પણ વાંચો - મિશેલ માર્શનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ પણ RT-PCR નેગેટિવ, હવે દિલ્હી-પંજાબ મેચ રમાશે કે નહીં? બન્ને ટીમો આ પ્રમાણે છે કોલકાતા નાઇટ રાઇડર્સ - વેંકટેશ ઐયર, એરોન ફિન્ચ, શ્રેયસ ઐયર, નીતિશ રાણા, આન્દ્રે રસેલ, શેલ્ડન જેક્સન, સુનીલ નરેન, પેટ કમિન્સ, શિવમ માવી, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી.
રાજસ્થાન રોયલ્સ - જોશ બટલર, દેવદત્ત પડિક્કલ, સંજૂ સેમસન, કરુણ નાયર, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, આર.અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, ઓબેદ મેકોય, યુજવેન્દ્ર ચહલ.
Published by: Ashish Goyal
First published: April 18, 2022, 20:08 IST
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: IPL 2022 , Ipl live , IPL Live Score