IPL 2022: મેગા ઓક્શનમાં આ 4 ખેલાડીઓને રિટેન કરી શકે છે CSK, રૈનાનું પત્તુ કપાશે?

ફ્રેન્ચાઇઝના ભવિષ્યને ધ્યાનમાં રાખી રૈના તેમના લિસ્ટમાં ફીટ બેસી રહ્યો નથી

ipl 2022 Mega Auction - ચાર રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી સબમિટ કરવા માટે ફ્રેન્ચાઇઝીની પાસે હવે માત્ર છ દિવસ બાકી છે

  • Share this:
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ના ઓક્શન (IPL Mega Auction 2022)ને લઇને ચારે તરફ ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો ખેલાડીઓ (Players) વિશે પણ અનેક અહેવાલો વહેતા થયા છે. ચાર રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી સબમિટ કરવા માટે ફ્રેન્ચાઇઝીની પાસે હવે માત્ર છ દિવસ બાકી છે. આ દરમિયાન CSKમાં અનુભવી સુરેશ રૈના(Suresh Raina)ના ભાવિ અંગે નવી અટકળો ચાલી રહી છે. ફ્રેન્ચાઇઝીને ચાર ખેલાડીઓને જાળવી રાખવાની પરવાનગી સાથે મિ.આઈપીએલ (Mr. IPL) તરીકે ઓળખાતા સુરેશ રૈનાની બાદબાકી થઇ શકે છે. ફ્રેન્ચાઇઝના ભવિષ્યને ધ્યાનમાં રાખી આઇપીએલ સ્ટાર તેમની લિસ્ટમાં ફીટ બેસી રહ્યો નથી. જ્યારે અન્ય ચાર ખેલાડીઓ ધોની, ઋતુરાજ ગાયકવાડ, રવિન્દ્ર જાડેજા, ફાફ ડુપ્લેસી જરૂર રીટેન થશે તેવા અહેવાલો સાથે અફવાઓનું બજાર ગરમ થયું છે.

ધોનીને રીટેન કરી શકે છે CSK

ફ્રેન્ચાઇઝીમાં તેના યોગદાન અને ક્રિકેટમાં તેના અનુભવને ધ્યાનમાં રાખીને મેગા ઓક્શન પહેલા સીએસકે ધોનીને રીટેન કરી શકે તેવી પૂરતી સંભાવનાઓ છે. ધોની IPLના ઈતિહાસમાં 59.48ની જીતની ટકાવારી સાથે 196માંથી 116 મેચ જીતનાર સૌથી સફળ કેપ્ટન પણ છે. આ ચાર ટાઇટલને ધ્યાનમાં રાખતા તેવી શક્યતા નહીવત છે કે ધોનીને રીટેન નહીં કરવામાં આવે.

ઋતુરાજ ગાયકવાડ

સ્ટાઇલિશ અને રાઇટ હેન્ડ ઓપનર ઋતુરાજ ગાયકવાડ 2021ની સીરિઝમાં CSK ફ્રેન્ચાઇઝી માટે સ્ટાર રહ્યો હતો. તે 2021ની આવૃત્તિમાં 16 મેચમાં 635 રન સાથે ટોપ સ્કોરર હતો.

આ પણ વાંચો - IPL 2022: જાણો ક્યારે થશે IPL 2022 માટે મેગા ઓક્શન, કઈ ટીમને મળશે કેટલા પૈસા

રવિન્દ્ર જાડેજા

ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટરો પૈકી એક છે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. તે દેખીતી રીતે મેચ-વિનર છે. બેટ, બોલ અને મેદાન પર મેચ જીતવાની તેની ક્ષમતા તેને વધુ ખાસ ખેલાડી બનાવે છે. આ તમામ ખૂબીઓને જોતા ફ્રેન્ચાઇઝી તેને પણ રીટેન કરી શકે છે.

ફાફ ડુપ્લેસી

ક્રિકેટમાં બહોળ અનુભવી અને શ્રેષ્ઠ ક્રિકેટર પણ આ લિસ્ટમાં સામેલ હોઇ શકે છે. ઋતુરાજ ગાયકવાડ સાથે તે ફિલ્ડ પર દમદાર પ્રદર્શન કરી ચૂક્યો છે. આ સાઉથ આફ્રિકન ખેલાડી ધોનીની જેમ જ સીએસકેને ખૂબ સારી રીતે જાણે છે અને તે જ તેને ખાસ બનાવે છે. તેથી પૂરી શક્યતા છે કે ફ્રેન્ચાઇઝી ડુપ્લેસીને પણ રીટેન કરી શકે છે.

90 કરોડથી વધી શકે છે ફ્રેન્ચાઇઝીનું પર્સ

ઉલ્લેખનીય છે કે, આઇપીએલની એક ફ્રેન્ચાઇઝી પાસે મહત્તમ 90 કરોડ રૂપિયાનું પર્સ હોય છે. એટલે કે કોઈપણ ફ્રેન્ચાઈઝી પોતાની ટીમ બનાવવા માટે ખેલાડીઓ પર વધુમાં વધુ 90 કરોડ રૂપિયા ખર્ચી શકે છે. પરંતુ આ વખતે આ રકમ 95થી 100 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. જો કોઇ ફ્રેન્ચાઇઝી 4 ખેલાડીઓ રીટેન કરવાનો વિકલ્પ પસંદ કરે છે તો તેને તેના પર્સના લભગ 40-45 ટકા ખર્ચ કરવા પડશે.
First published: