Home /News /sport /2022 IPL Retention : મુંબઈએ રોહિત, SRHએ વિલિયમસન અને RCBએ વિરાટને કર્યો રિટેન

2022 IPL Retention : મુંબઈએ રોહિત, SRHએ વિલિયમસન અને RCBએ વિરાટને કર્યો રિટેન

ચેન્નાઈ સુપરકિંગ્સે મોઈન અલી, રવિન્દ્ર જાડેજા અને મહેન્દ્રસિંહ ધોનીને રીટેન કર્યા છે.

IPL 2022 Retention LIVE: વર્તમાન આઠ ટીમના રિટેન કરાયેલા ખેલાડીઓને અંતિમ રૂપ આપ્યા પછી, બે નવી ફ્રેન્ચાઈઝી લખનૌ અને અમદાવાદને 1 થી 25 ડિસેમ્બર સુધી ત્રણ ખેલાડીઓની પસંદગી કરવાની તક મળશે, ત્યારબાદ જાન્યુઆરીમાં હરાજી થશે.

નવી દિલ્હી:  આઇપીએલ 2022 (IPL 2022 Retention ) માટે મેગા હરાજી (Mega auctions) ડિસેમ્બર 2021 અથવા વર્ષ 2022ની શરૂઆતમાં થાય તેવી સંભાવના છે. ત્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) માટે હરાજી પહેલાં તમામ ટીમો ખેલાડીઓને રિટેઈન (Retention) શરૂ થઈ ગયું છે. જેમાં ચેન્નાઈ સુપરકિંગ્સે મોઈન અલી, રવિન્દ્ર જાડેજા અને મહેન્દ્રસિંહ ધોનીને રીટેન કર્યા છે.

મુંબઈ ઈન્ડિયન્સે રોહિત સહિત આ ખેલાડીને રિટેન કર્યા​

રેકોર્ડ 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે  (Mumbai Indians)આગામી સિઝન માટે મેગા ઓક્શન પહેલા પોતાની ટીમમાંથી 4 ખેલાડીઓને રિટેન કર્યા છે. તેમાં સૌથી પહેલું નામ રોહિત શર્માનું (Rohit Sharma) છે, જે આ ટીમના કેપ્ટન પણ છે. રોહિતના નેતૃત્વમાં ટીમે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. જોકે ગત સિઝનમાં તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું પરંતુ ટીમે તેને જાળવી રાખ્યો છે.

રોહિત શર્મા - 16 કરોડ
જસપ્રીત બુમરાહ- 12 કરોડ
સૂર્યકુમાર યાદવ - 8 કરોડ
કિરોન પોલાર્ડ - 6 કરોડ

RCBએ વિરાટ કોહલીને કર્યો રિટેન

એક પણ વાર આઈપીએલ ન જીતી શકનાર રોયલ ચેલેન્જર બેંગ્લોરે ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને 15 કરોડમાં રિટેન કર્યો છે, જ્યારે ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક કેપ્ટન ગ્લેન મેક્સવેલને 11 કરોડમાં રિટેન કર્યા છે. મહત્વનું છે કે સિરાજને પણ આરસીબીએ 7 કરોડમાં રિટેન કર્યો છે.

ગ્લેન મેક્સવેલ- 11 કરોડ
વિરાટ કોહલી- 15 કરોડ
સિરાજ- 7 કરોડ

પંજાબ કિંગ્સે આ ખેલાડીને કર્યા રિટેન

પંજાબ કિંગ્સની (Punjab Kings) વાત કરીએ તો તેણે 2 ખેલાડીઓને રિટેન કર્યા છે. તેમાં મયંક અગ્રવાલ અને અર્શદીપ સિંહ છે. કેપ્ટન કેએલ પહેલેથી જ ટીમ છોડવાનું મન બનાવી ચૂક્યો હતો.

મયંક અગ્રવાલ- 12 કરોડ
અર્શદીપ સિંહ- 4 કરોડ

સનરાઈઝર્સ હૈદરાબાદ

સનરાઈઝર્સ હૈદરાબાદે કેપ્ટન કેન વિલિયમ્સનને રિટેન કર્યો છે, જ્યારે યુવા ખેલાડીઓ અબ્દુલ સમદ અને ઉમરાન મલિને પણ 4-4 કરોડમાં રિટેન કર્યા હતા.

કેન વિલિયમ્સન-14 કરોડ
અબ્દુલ સમદ- 4 કરોડ
ઉમરાન મલિક- 4 કરોડ

CSKએ ધોની સહિત 4 ખેલાડીને કર્યા રિટેન

વર્તમાન IPL ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે મંગળવારે પોતાના 4 ખેલાડીઓને રિટેન કર્યા હતા. જેમાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે, ફ્રેન્ચાઇઝીએ જાડેજા પર વધુ પૈસા ખર્ચ્યા છે. પહેલા ધોની ટીમનો સૌથી મોંઘો ખેલાડી હતો પરંતુ હવે તેની જગ્યાએ રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રવિંદ્ર જાડેજા - 16 કરોડ
મહેન્દ્ર સિંહ ધોની- 12 કરોડ
મોઈન અલી- 8 કરોડ
ઋતુરાજ ગાયકવા - 6 કરોડ

દિલ્હી કેપિટલ્સ

દિલ્હી કેપિટલ્સે ઓક્શન પહેલા જ દિલ્હીની ટીમ માટે રિષભ પંતને કેપ્ટન તરીકે જાહેર કર્યો હતો. અને તેને રિટેન કર્યો હતો. આ સાથે દિલ્હીએ અક્ષર પટેલ અને પૃથ્વી શોને રિટેન કર્યા હતા. જ્યારે એનરિક નોર્ત્યાને રિટેન કર્યો છે.

રિષભ પંત- 16 કરોડ
અક્ષર પટેલ- 9 કરોડ
પૃથ્વી શો- 7.50 કરોડ
એનરિક નોર્ત્યા- 6.50 કરોડ

કોલકાતા નાઈટ રાઈડર્સ 

આંદ્રે રસેલ- 12 કરોડ
વરુણ ચક્રવર્તી- 8 કરોડ
વેંકટેશ અય્યર- 8 કરોડ
સુનીલ નરેન- 6 કરોડ

રાજસ્થાન રોયલ્સ 

સંજુ સેમસન- 14 કરોડ
જોસ બટલર- 10 કરોડ
યશસ્વી જયસ્વાલ- 4 કરોડ
First published:

Tags: IPL 2022, IPL 2022 Mega Auction, IPL Retention

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો