નવી દિલ્હી : આઈપીએલ 2022ની 15મી (IPL 2022) સિઝનનો શનિવારે ધમાકેદાર પ્રારંભ થઇ ગયો છે. પ્રથમ મુકાબલામાં કોલકાતા નાઇટ રાઇડર્સે વર્તમાન ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવી જીત સાથે શરુઆત કરી છે. શ્રેયસ ઐયર (Shreyas Iyer)પ્રથમ વખત કોલકાતા નાઇટ રાઇડર્સની કેપ્ટનશિપ કરી રહ્યો છે. આઈપીએલની બધી મેચોનું લાઇવ પ્રસારણ ડિઝની+હોટસ્ટાર (Disney + Hotstar)અને જિયો ટીવી (Jio TV) પર કરવામાં આવી રહ્યું છે. જિયોએ (Jio Recharge Plans) પોતાના ગ્રાહકો માટે પોતાના પ્લાનમાં ડિઝની પ્લસ હોટસ્ટારનું એક્સેસ આપવાનું શરુ કર્યું છે. જેથી તમે સસ્તા પ્લાનમાં આઈપીએલનો આનંદ ઉઠાવી શકો છો.
જો તમે સૌથી સારા પ્લાનની શોધમાં છો તો તેના માટે તમે 499 રૂપિયાનો રિચાર્જ કરાવી શકો છો. આ રિચાર્જ સાથે ડિઝની પ્લસ હોટસ્ટારનું એક વર્ષનું સબક્રિપ્શન આવી રહ્યું છે. તેની વેલેડિટી 28 દિવસની રહે છે. આ પ્લાનમાં તમે દરરોજ 2 જીબી ડેટાનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા છે. કુલ મળીને 28 દિવસોમાં યૂઝર્સ 56 જીબી ડેટાનો ઉપયોગ કરી શકે છે. એસએમએસની વાત કરવામાં આવે તો દરરોજ તમે 100 એસએમએસ મોકલી શકો છો.
પ્રીપેડ પ્લાન યૂઝર્સ માટે 499 રૂપિયાના પ્લાનાં ડિઝની પ્લસ હોટસ્ટાર મોબાઇલ સબ્સક્રિપ્શ, જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સિક્યોરિટી અને જિયો ક્લાઉડનું ફ્રી અક્સેસ મળી રહ્યું છે. આઈપીએલની 15મી સિઝનનું આયોજન 26 માર્ચથી 29 મે સુધી થશે. આવામાં તમે આ પ્લાન દ્વારા ટી-20 લીગની મજા પોતાના મોબાઇલ પર ઉઠાવી શકે છે.
ડિઝની હોટસ્ટારની વાત કરીએ તો તેનું સબક્રિપ્શન ત્રણ પ્રકારનું હોય છે. જિયો મોબાઇલ અને પ્રીમિયમ બે પ્રકારના સબ્સક્રિપ્શન ઓફર કરે છે. મોબાઇલ વાળું તમે ફક્ત મોબાઇલ પર જ્યારે પ્રીમિયર સબ્સક્રિપ્શનનો આનંદ તમે મોબાઇલ, પીસી અને ટીવી પર ઉઠાવી શકો છો.
...તો વિજેતા લીગ સ્ટેજના આધારે નક્કી કરાશે
બીસીસીઆઈએ સુપર ઓવર વિશે પણ માહિતી આપી છે. જો પ્લેઓફ અથવા ફાઈનલમાં મેચ ટાઈ થઈ જાય પછી સુપર ઓવર શક્ય ન હોય અથવા એક સુપર ઓવર પછી પણ મેચનું પરિણામ ન આવે અને પછીની સુપર ઓવર શક્ય ન હોય તો આવી સ્થિતિમાં વિજેતા બંને ટીમના લીગ સ્ટેજના આધારે નક્કી કરવામાં આવશે. લીગ તબક્કામાં જે પણ ટીમ ઉચ્ચ સ્થાન મેળવશે તેને વિજેતા જાહેર કરવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર