પૂણે : રિયાન પરાગની અણનમ અડધી સદી (56)બાદ બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ-15માં (IPL 2022) રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB vs RR Live Score) સામે 29 રને વિજય મેળવ્યો છે. રાજસ્થાને 20 ઓવરમાં 8 વિકેટે 144 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોર 19.3 ઓવરમાં 115 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર
-આર અશ્વિનની 17 રનમાં 3 વિકેટ
-કુલદીપ સેનની 20 રનમાં 4 વિકેટ
-ડી સિલ્વા 18 રને આઉટ
-સુયશ 2 રને અશ્વિનનો બીજો શિકાર બન્યો
-રજત પાટીદાર 16 રને અશ્વિનની ઓવરમાં બોલ્ડ થયો
-બેંગલોરે 9 ઓવરમાં 50 રન પુરા કર્યા
-મેક્સવેલ પ્રથમ બોલે જ કુલદીપ સેનનો શિકાર બન્યો
-ડુપ્લેસીસના 21 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 23 રન
-વિરાટ કોહલી ફરી ફ્લોપ, 9 રને કેચ આઉટ થયો
આ પણ વાંચો - પાકિસ્તાની દુકાનમાં નોકરી, IPL રમવા માટે પણ આજીજી કરી, હવે થયો કરોડો રૂપિયાનો વરસાદ
રાજસ્થાન રોયલ્સ
-રાજસ્થાન રોયલ્સના 20 ઓવરમાં 8 વિકેટે 144 રન
-રિયાન પરાગના 31 બોલમાં 3 ફોર 4 સિક્સર સાથે અણનમ 56 રન
-રાજસ્થાને 15 ઓવરમાં 100 રન પુરા કર્યા
-મિચેલ 16 રને હેઝલવુડની ઓવરમાં કેચ આઉટ થયો
- સંજૂ સેમસનના 21 બોલમાં 1 ફોર 3 સિક્સર સાથે 27 રન
-રાજસ્થાને 7.2 ઓવરમાં 50 રન પુરા કર્યા
-બટલર 8 રને હેઝલવુડનો શિકાર બન્યો
-આર અશ્વિનના 9 બોલમાં 4 ફોર સાથે 17 રન
- દેવદત્ત પડિક્કલ 7 રને આઉટ
આ પણ વાંચો - શું ખરેખરમાં શિખર ધવનનો ભાઈ છે ઋષિ ધવન? જાણો બંને વચ્ચે શું સંબંધ છે
બન્ને ટીમો આ પ્રમાણે છે
રાજસ્થાન રોયલ્સ - જોશ બટલર, દેવદત્ત પડિક્કલ, સંજૂ સેમસન, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, ડેરિલ મિશેલ, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, કુલદીપ સેન, પ્રસિદ્ધ કૃષ્ણા, યુજવેન્દ્ર ચહલ.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર - ફાફ ડુપ્લેસી, વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, સુયશ પ્રભુદેસાઇ, રજત પાટીદાર, શાહબાજ અહમદ, દિનેશ કાર્તિક, હર્ષલ પટેલ, વાનિંન્દુ હસરંગા, જોશ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: IPL 2022, Ipl live, IPL Live Score