Home /News /sport /IPL 2022 : પ્લેઓફમાં 4 ટીમોને સ્થાન મળવું જોઈએ કે 5? પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કરી મોટી વાત

IPL 2022 : પ્લેઓફમાં 4 ટીમોને સ્થાન મળવું જોઈએ કે 5? પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કરી મોટી વાત

હજુ ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans)સિવાય અન્ય કોઈ ટીમ પ્લેઓફ માટે નક્કર દાવેદાર જણાતી નથી (AFP)

ipl 2022 playoff - IPL ની આ સિઝનમાં ઉમેરાયેલ નવી ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ગુજરાત ટાઇટન્સ આ વર્ષે રમાયેલી 11માંથી 8 મેચ જીતીને ટોચના સ્થાને છે. બીજી તરફ લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ 10માંથી 7 મેચ જીતીને બીજા નંબર પર છે

નવી દિલ્હી : IPLની 15મી (IPL 2022) સિઝન હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. પ્લેઓફ (ipl 2022 playoff)માટેના સ્થળોની જાહેરાત કરી ચૂકાઈ છે. જોકે હજુ ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans)સિવાય અન્ય કોઈ ટીમ પ્લેઓફ માટે નક્કર દાવેદાર જણાતી નથી. IPL 2022ની સિઝન પોતાનામાં ખાસ છે. T20 લીગના ઈતિહાસમાં માત્ર બીજી વખત 10 ટીમોને તક આપવામાં આવી છે. જોકે તમામ ટીમોએ પહેલાની જેમ 14-14 લીગ મેચો રમવાની છે, પરંતુ મેચોની સંખ્યા 60થી વધીને 74 થઈ ગઈ છે. દરેક ટીમે 5 અન્ય ટીમો સામે 2-2 રમવાની છે જ્યારે 4 અન્ય ટીમોએ એક-એક મેચ રમવાની છે. આ વર્ષે પણ ટોપ-4 ટીમ પ્લેઓફમાં જશે, પરંતુ ટીમોની સંખ્યામાં વધારો થવાની સાથે પ્લેઓફમાં ટીમોની સંખ્યા પણ વધશે?

આ અંગે ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું છે. IPL T20 લીગની વર્તમાન સિઝનમાં અત્યાર સુધી 51 મેચ રમાઈ છે. સૌથી વધુ 5 વખત T20 લીગનો ખિતાબ જીતનાર મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સતત 8 મેચ હારીને પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન CSK પણ સારી સ્થિતિમાં નથી.

ક્રિકઇન્ફો સાથે વાત કરતાં રવિ શાસ્ત્રીએ કહ્યું કે મારા મતે માત્ર ટોપ-4 ટીમોને જ પ્લેઓફમાં તક આપવી જોઈએ. થોડા વર્ષો આ રીતે ચલાવ્યા બાદ તે અંગે વિચાર કરવો જોઈએ.

આ પણ વાંચો - CSK ને હરાવીને RCB ટોપ-4માં પ્રવેશ્યું, જાણો કોણ કોણ ઓરેન્જ અને પર્પલ કેપની રેસમાં સામેલ છે

મહત્વની વાત એ છે કે ઓસ્ટ્રેલિયાની T20 લીગ બિગ બેશ લીગમાં કુલ 8 ટીમો રમે છે અને તેમાંથી 5 ટીમોને પ્લેઓફમાં તક મળે છે. તેમણે કહ્યું કે કોરોના મહામારીના સમયમાં કોઈ ફેરફાર ન કરવો જોઈએ. ટોપ-2 ટીમોને કોઈપણ રીતે 2 તકો મળે છે. આવી સ્થિતિમાં નજીકના ભવિષ્યમાં સેમિફાઇનલ અથવા અન્ય કોઈપણ ફોર્મેટ પર વિચાર કરી શકાય છે.

વેટ્ટોરીની 5 ટીમોની માંગણી

ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર ડેનિયલ વેટ્ટોરીનું કહેવું છે કે, IPLમાં 10 ટીમો રમે છે. આવી સ્થિતિમાં 5 ટીમોને પ્લેઓફની તક આપવામાં આવી શકે છે. વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ખેલાડી ઈયાન બિશપ પણ વધુ ટીમોને પ્લેઓફમાં સ્થાન આપવાના પક્ષમાં છે. KKRના સીઈઓ વેંકી મૈસૂરે કહ્યું કે, આ વખતે ફોર્મેટ રસપ્રદ છે. જેમ જેમ ટીમો વધે છે તેમ આ ટીમોના શિડ્યુઅલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે તેમણે પ્લેઓફમાં ફોર્મેટ વિશે કંઈ કહ્યું ન હતું.

આ સાથે સાથે પીયૂષ ચાવલાએ કહ્યું કે, અત્યારે આમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. આવનારા સમયમાં આ અંગે ચોક્કસપણે વિચારણા થઈ શકે છે.

અત્રે નોંધનીય છે કે, IPL T20 લીગની 15મી સિઝનમાં ઉમેરાયેલ નવી ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ગુજરાત ટાઇટન્સ આ વર્ષે રમાયેલી 11માંથી 8 મેચ જીતીને ટોચના સ્થાને છે. બીજી તરફ લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ 10માંથી 7 મેચ જીતીને બીજા નંબર પર છે.
First published:

Tags: IPL 2022, Ipl live, IPL Live Score

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો