Home /News /sport /

IPL 2022: રાશિદ ખાન Ahmadabad IPL Team થઈ શકે છે શામેલ, આકાશ ચોપરાએ અહેવાલો અંગે આપ્યું નિવેદન

IPL 2022: રાશિદ ખાન Ahmadabad IPL Team થઈ શકે છે શામેલ, આકાશ ચોપરાએ અહેવાલો અંગે આપ્યું નિવેદન

રાશિદ ખાન  Rashid Khan :  અફઘાનિસ્તાનનો લેગ-સ્પિનર ​​IPL હરાજીના રેકોર્ડ તોડી શકે છે. કારણ કે દરેક ફ્રેન્ચાઇઝીની ખરીદીની યાદીમાં તેનું નામ હશે. રાશિદ ખાને 76 IPL રમતોમાં 6.33ના ઇકોનોમી રેટ અને 20.55ની બોલિંગ એવરેજથી 93 વિકેટ ઝડપી છે.

IPL 2022: IPLની અમદાવાદ ટીમને (IPL Ahmedabad Team) 22મી જાન્યુઆરી સુધી ત્રણ પ્લેયર ખરીદવાનો ચાન્સ મળશે. અમદાવાદની ટીમ આ ત્રણ ખેલાડીઓને ખરીદી લેશે તેવી શક્યતા છે

    IPL 2022: આઈપીએલ 2022ના મેગા ઓક્શનની તારીખો સામે આવી ગઈ છે (IPL 2022 Mega Auction) આઈપીએલનું આગામી મેગા ઓક્શન ફેબ્રુઆરી 12-13ના રોજ યોજાશે. આઈપીએલના મેગા ઓક્શનમાં અમદાવાદની ટીમ પર સૌની નજર રહેશ (IPL ahmedabad team) આઈપીએલની અમદાવાદ ટીમમાં રાશિદ ખાન (Rashid Khan) જોડાય તેવા અહેવાલો સામે આવ્યા છે.

    આઈપીએલ 2022ના મેગાન ઓક્શન પહેલાં અમદાવાદની અને લખનૌની ટીમે તેમના 3 ખેલાડીઓ પસંદ કરવાના છે. આઈપીએલનું મેગા ઓક્શન 12-13 ફેબ્રુઆરીના રોજ યોજાવાનું છે.

    આઈપીએલની અમદાવાદ ટીમ માટે હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો તેવા અહેવાલ છે. જ્યારે અમદાવાદમાં બીજા બે ખેલાડીઓમાં રાશિદ ખાન (Rashid Khan) અને ઈશાન કિશન (Ishna Kisa)ની પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે. આ અહેવાલ વિશે ક્રિકેટ એક્સપર્ટ આકાશ ચોપરાએ તેના વીડિયોમાં પણ રિએક્શન આપ્યુ છે.

    આકાશ ચોપરાએ તેના યુટ્યુટબ વીડિયોમાં જણાવ્યું છે કે હાર્દિક પંડ્યા અમદાવાદની ટીમનો કેપ્ટન બની રહ્યો છે તેવા સમાચાર છે. આ ઉપરાંત અમદાવાદમાં રાશિદ ખાન અને ઈશાન કિશનનો પણ સમાવેશ થવા જઈ રહ્યો છે. મતલબ કે રાશિદ ખાન લખનૌમાં જોડાશે નહીં. અપેક્ષા મુજબ રાહુલ અને રાશિદ ખાન લખનૌમાં જોડાય તેવી સઁભવાનાઓહતી પરંતુ હવે તેવી સ્થિતિ નથી.

    આ પણ વાંચો : IPL Ahmedabad Team: IPLમાં અમદાવાદની ટીમનું રમવાનું ફાઇનલ, કેપ્ટનની રેસમાં છે આ ખેલાડીઓ

    3 પસંદગી માટે 33 કરોડનું પર્સ

    ક્રિકબઝ મુજબ બંને ટીમો અમદાવાદ અને લખનૌને 3 ખેલાડી પસંદ કરવા માટે 33 કરોડ રૂપિયાનું પર્સ ફાળવવામાં આવ્યું છે. પ્રથમ પસંદગીના રીટેન્શનને રૂ.15 કરોડની રકમ ચૂકવવામાં આવશે, જ્યારે બીજી પસંદગી રૂ.11 કરોડની કમાણી કરશે. તેમના દ્વારા કરવામાં આવેલ ત્રીજી પસંદગી 7 કરોડ રૂપિયાની કમાણી કરશે.

    એક અનકેપ્ટ ખેલાડી કરી શકશે પસંદ

    જો કોઈ ટીમ 2 ખેલાડીઓને પસંદ કરે છે, તો પ્રથમ પસંદગીને 14 કરોડ રૂપિયા મળશે. જ્યારે બીજા ખેલાડીને 10 કરોડ રૂપિયા મળશે. જો કોઈપણ ટીમ માત્ર 1 ખેલાડીને રીટેન કરે છે તો તેણે 14 કરોડ રૂપિયા આપવા પડશે. જ્યારે અનકેપ્ડ ખેલાડીને 4 કરોડ રૂપિયા આપવામાં આવશે. અહેવાલો અનુસાર ટીમ માત્ર એક અનકેપ્ડ ખેલાડીને પસંદ કરી શકે છે. IPL 2022 મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં યોજાશે.

    રાશિદ ખાનનું કરિયર

    રાશિદ ખાન વિશ્વના શ્રેષ્ઠ સ્પિનરોમાંથી એક છે. વિશ્વભરની વિવિધ ફ્રેન્ચાઈઝી ટુર્નામેન્ટમાં તેણે ઘણા વર્ષો સુધી રમવાનો અનુભવ છે. હાલમાં તે વિશ્વના શ્રેષ્ઠ સ્પિનરોમાંથી એક છે. વિશ્વભરની વિવિધ ફ્રેન્ચાઈઝી ટુર્નામેન્ટમાં તેણે ઘણા વર્ષો સુધી રમવાનો અનુભવ છે. રાશિદ ખાને IPLમાં 76 મેચોમાં 93 વિકેટ ઝડપી છે અને તેની ઈકોનોમી 7થી ઓછી છે.

    આ પણ વાંચો : આઈપીએલ 2022ની તમામ 10 ટીમના કેપ્ટન, આ ખેલાડીઓને મળી શકે છે ચાન્સ

    ખાન પાસે વિવિધ ફ્રેન્ચાઇઝી ટુર્નામેન્ટમાં રમવાનો ઘણો અનુભવ છે. સાથે જ તે શોર્ટેસ્ટ ફોર્મેટમાં મેચમાં કઈ રીતે જીત મેળવવી તે સારી રીતે જાણે છે. આ ઉપરાંત, તેની પાસે કેપ્ટનશિપનો સારો અનુભવ છે, કારણ કે તે ઘણા વર્ષોથી અફઘાનિસ્તાનના નેતૃત્વનો ભાગ છે. એ વાતમાં કોઈ બ મત નથી કે તે હાર્દિક પંડ્યા કરતાં વધુ સારી કેપ્ટનશીપ સામગ્રી બની શકે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: IPL 2022, IPL 2022 Mega Auction, IPL Ahmedabad Team, ક્રિકેટ, સ્પોર્ટ્સ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन