Home /News /sport /IPL 2022 Prize Money: ચેમ્પિયન ટીમ થશે માલા-માલ, હાર્યા પછી પણ પૈસાનો વરસાદ, જાણો કોને કેટલું ઈનામ મળશે?

IPL 2022 Prize Money: ચેમ્પિયન ટીમ થશે માલા-માલ, હાર્યા પછી પણ પૈસાનો વરસાદ, જાણો કોને કેટલું ઈનામ મળશે?

આઈપીએલ 2022 - વિજેતા ટીમ, હારનારી ટીમ સહિત કોને કેટલું ઈનામ મળે છે?

IPL 2022 Prize Money : IPL 2022 ની વિજેતા ટીમને માત્ર ચમકતી ટ્રોફી જ નહીં, પરંતુ ઈનામની મોટી રકમ પણ મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPL 2022ની ચેમ્પિયન ટીમને તો કરોડોનું ઈનામ મળશે સાથે હારનારી ટીમ, ક્વોલિફાઈડ ટીમ, ઓરેન્જ કેપ, પર્પલ કેપ જીતનારને પણ મળશે ઈનામ

વધુ જુઓ ...
IPL 2022 Prize Money: IPL 2022 ની ફાઇનલ (IPL Final 2022) 29 મે (રવિવાર) ના રોજ અમદાવાદ (Ahmedabad)ના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)અને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) વચ્ચે રમાશે. લીગમાં ગુજરાત ટાઇટન્સનું આ પ્રથમ વર્ષ છે અને ટીમ ફાઇનલ રમી રહી છે. તો, રાજસ્થાન 2008ની ડેબ્યુ વર્ષની ચેમ્પિયન ટીમ છે, એટલે કે IPLના 14 વર્ષ બાદ તે ફાઈનલ રમી રહી છે. લીગ સ્ટેજ ખતમ થયા પછી, આ બંને ટીમ ટોપ-2માં હતી. આવી સ્થિતિમાં આ મેચ રોમાંચક રહેવાની આશા છે.

IPL 2022 ની વિજેતા ટીમને માત્ર ચમકતી ટ્રોફી જ નહીં, પરંતુ ઈનામની મોટી રકમ પણ મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPL 2022ની ચેમ્પિયન ટીમને ઈનામની રકમ તરીકે 20 કરોડ રૂપિયા મળશે. જ્યારે ફાઈનલમાં હારનારી ટીમને પણ 13 કરોડ રૂપિયા મળશે. આ રકમ ગયા વર્ષની સરખામણીએ રૂ. 50 લાખ વધુ છે. ગયા વર્ષે કોલકાતા નાઈટ રાઈડર્સને રનર્સ અપ બનવા બદલ 12.50 કરોડ રૂપિયા મળ્યા હતા.

સાથે જ ટાઈટલ જીતનારી ટીમની ઈનામી રકમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ચેન્નાઈ સુપર કિંગ્સને ગયા વર્ષે ટાઈટલ જીતવા પર 20 કરોડ મળ્યા હતા. આ વખતે પણ વિજેતા ટીમને પુરસ્કાર તરીકે સમાન રકમ મળશે.

આરસીબીને 7 કરોડ રૂપિયા મળશે

આ સિવાય પ્લેઓફ રમી રહેલી બાકીની ટીમો પર પણ પૈસાનો વરસાદ થશે. ત્રીજા ક્રમે રહેલી ટીમ (ક્વોલિફાયર-2 હારનાર)ને 7 કરોડ રૂપિયા અને ચોથા ક્રમે રહેલી ટીમને 6.5 કરોડ રૂપિયા ઈનામી રકમ તરીકે મળશે. એટલે કે રાજસ્થાન રોયલ્સ સામે ક્વોલિફાયર-2 હારી ગયેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 કરોડ અને લખનૌ સુપર જાયન્ટ્સને 6.5 કરોડ મળશે. છેલ્લા 4 વર્ષથી વિજેતા ટીમને ઈનામી રકમ તરીકે માત્ર 20 કરોડ રૂપિયા મળી રહ્યા છે.

ઓરેન્જ અને પર્પલ કેપના વિજેતાને લાખો રૂપિયા મળશે

તો IPLમાં વિજેતા અને ઉપવિજેતા ટીમોને મળેલી ઈનામી રકમ ઉપરાંત બીજા ઘણા પુરસ્કારો આપવામાં આવે છે. જેમાં ઓરેન્જ કેપ, પર્પલ કેપ, ફેસ જેવા એવોર્ડનો સમાવેશ થાય છે. અમે તમને આ બધા પુરસ્કારો અને તેનાથી સંબંધિત ઈનામની રકમ જણાવી રહ્યા છીએ.

IPL ઓરેન્જ કેપઃ આ એવોર્ડ એવા બેટ્સમેનને આપવામાં આવે છે જેણે IPLની આખી સિઝનમાં સૌથી વધુ રન બનાવ્યા હોય. આ વખતે રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન જોસ બટલર આ રેસમાં સૌથી આગળ છે. ઓરેન્જ કેપના વિજેતાને 15 લાખ રૂપિયા આપવામાં આવશે.

IPL પર્પલ કેપઃ IPLની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પર્પલ કેપ મળે છે. આ વખતે ઈનામ તરીકે 15 લાખ રૂપિયા આપવામાં આવશે. તો, ઉભરતા ખેલાડીને 20 લાખ રૂપિયાનું ઈનામ મળશે.

આ પણ વાંચોIPL Final 2022: IPLની ફાઇનલમાં કોણ જીતશે? આ 5 ખેલાડીઓ કરશે નક્કી, માત્ર આ 3એ મળીને બનાવ્યા 1700 રન

14 વર્ષમાં 4 ગણી વધી ઈનામી રકમ

IPL 2008 એટલે કે પ્રથમ સિઝનમાં વિજેતા ટીમને ઈનામ તરીકે 4.8 કરોડ અને ઉપવિજેતા ટીમને 2.4 કરોડ મળ્યા હતા. પરંતુ, 14 વર્ષમાં આ રકમ 4 ગણી વધી છે.
First published:

Tags: Cricket News Gujarati, Cricket News in Guajarati, IPL 2022, IPL Champion, Ipl final