Home /News /sport /IPL 2022: સનરાઇઝર્સ હૈદરાબાદની જીત થતાં પ્લેઓફમાં ચોથા સ્થાન માટે જામશે મુકાબલો, જાણો સમીકરણ
IPL 2022: સનરાઇઝર્સ હૈદરાબાદની જીત થતાં પ્લેઓફમાં ચોથા સ્થાન માટે જામશે મુકાબલો, જાણો સમીકરણ
સનરાઈઝર્સ હૈદરાબાદને મુંબઈ ઈન્ડિયન્સ સામે જીત મળતાં પ્લેઓફમાં ચોથા સ્થાન માટે રસાકસી સર્જાઈ છે (તસવીર - BCCI)
IPL 2022 playoff - પ્લેઓફમાં ચોથા સ્થાન માટે દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે જોરદાર મુકાબલો છે
આઈપીએલ-2022 (IPL 2022) તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે. હવે દરેક ટીમને લીગમાં માત્ર એક મેચ રમવાની બાકી છે. અત્યાર સુધી માત્ર એક જ ટીમ પ્લેઓફ (IPL 2022 playoff) માટે ક્વોલિફાય થઈ શકી છે. સનરાઈઝર્સ હૈદરાબાદને મુંબઈ ઈન્ડિયન્સ સામે જીત મળતાં પ્લેઓફમાં ચોથા સ્થાન માટે રસાકસી સર્જાઈ છે. આ જીત બાદ હૈદરાબાદે પણ પ્લેઓફમાં જવાની આશા રાખી છે. હવે ચાર ટીમો જગ્યા માટે સ્પર્ધા કરી રહી છે. પરંતુ મુખ્ય મેચ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Royal Challengers Bangalore) વચ્ચે છે. આમાંથી, જે ટીમ તેની છેલ્લી મેચ જીતશે તેની ક્વોલિફાય થવાની વધુ તકો છે. હાલમાં દિલ્હીની ટીમ ચોથા સ્થાનની રેસમાં સૌથી આગળ છે.
કઇ ટીમ છે કયા નંબરે?
જો પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ગુજરાત ટાઈટન્સની ટીમ પ્રથમ સ્થાને છે. તેને હજુ એક મેચ રમવાની બાકી છે. હાર્દિક પંડ્યાની ટીમ 13 મેચ રમી છે, જેમાં 10માં જીત અને 3માં હાર થઈ છે. ગુજરાત પહેલા જ 20 પોઈન્ટ સાથે પ્લેઓફમાં ક્વોલિફાઈ થઈ ચૂક્યું છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સ 16 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. તેનું પ્લેઓફમાં પહોંચવાનું પણ નિશ્ચિત છે. જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પણ 16 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. પ્લેઓફમાં તેનું સ્થાન નિશ્ચિત છે. તમામ ટોચની ટીમોએ હજુ 1-1 મેચ રમવાની છે.
પ્લેઓફમાં ચોથા સ્થાન માટે દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે જોરદાર મુકાબલો છે. જોકે પંજાબ કિંગ્સની ટીમ પણ રેસમાં સામેલ છે. પરંતુ તેનો નેટ રન રેટ સારો નથી તેથી તેને પ્લેઓફમાંથી બહાર ગણવામાં આવે. મુંબઈ સામે જીત નોંધાવ્યા બાદ દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. તેનો નેટ રન રેટ બાકીની ટીમો કરતા સારો છે.
આરસીબીની ટીમ પાંચમા સ્થાને છે. પંજાબ કિંગ્સ સામેની હાર બાદ તેના સમીકરણો બદલાઈ ગયા છે. બેંગલોરે હજુ એક મેચ રમવાની બાકી છે. જો તેને પ્લેઓફની રેસમાં ટકી રહેવું હોય તો તેણે તેની છેલ્લી મેચ મોટા અંતરથી જીતવી પડશે. આ સિવાય દિલ્હી તેની છેલ્લી મેચ મુંબઈ સામે હારી ગયું હતું. ત્યારે RCBની પ્લેઓફમાં પહોંચવાની સંભાવના છે.
KKR માટે કપરા ચઢાણ
પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા નંબર પર રહેલી કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઓફમાં જવાની શક્યતા ઓછી છે. પરંતુ કેટલાક એવા સમીકરણો રચાઈ રહ્યા છે, જે KKRને પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકે છે. આ માટે શ્રેયસ અય્યરની ટીમે લખનઉ સુપર જાયન્ટ્સને મોટા અંતરથી હરાવવું પડશે. આ સિવાય દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ પોતાની મેચ હારે તો જ શક્ય બનશે.
મુંબઈ સામેની જીત બાદ સનરાઇઝર્સની ટીમ 8મા નંબર પર છે. તેની પણ પ્લેઓફમાં ક્વોલિફાય થવાની શક્યતા ઓછી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમો પહેલા જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. 6 ટીમો પ્લેઓફમાં ચોથા સ્થાન માટે પોતાનું નસીબ અજમાવી રહી છે. હવે કોણ જીતશે તે જોવું ઘણું રસપ્રદ રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર