Home /News /sport /IPL 2022 Playoffs:પ્લેઓફની લાઇનઅપ, જાણો ક્યાં અને કોની વચ્ચે થશે મુકાબલા

IPL 2022 Playoffs:પ્લેઓફની લાઇનઅપ, જાણો ક્યાં અને કોની વચ્ચે થશે મુકાબલા

આઈપીએલ-2022ની (IPL 2022) પ્લેઓફની (IPL 2022 Playoffs)ચાર ટીમો નક્કી ગઇ છે (તસવીર 0 બીસીસીઆઈ)

IPL 2022 : રેકોર્ડ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને હરાવી તેને પ્લેઓફમાં પહોંચવાની આશા ખતમ કરી નાખી

નવી દિલ્હી : આઈપીએલ-2022ની (IPL 2022) પ્લેઓફની (IPL 2022 Playoffs)ચાર ટીમો નક્કી ગઇ છે. ક્વોલિફાયર-1 માં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે 24 મે ના રોજ મુકાબલો થશે. એલિમિનેટરમાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 25 મે ના રોજ ટકરાશે. બન્ને મેચ કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે.

આઈપીએલની નવી ફ્રેન્ચાઇઝી અને હાર્દિક પંડ્યાની આગેવાનવાળી ગુજરાત ટાઇટન્સ પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની હતી. બીજી તરફ સંજૂ સેમસનવાળી રાજસ્થાન રોયલ્સની ટીમ ચેન્નઇ સુપર કિંગ્સને હરાવી લખનઉ સુપર જાયન્ટ્સને ત્રીજા નંબરે ધકેલી દીધું હતું. જેથી કેએલ રાહુલની આગેવાનીવાળી લખનઉ સુપર જાયન્ટ્સ એલિમિનેટરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ટકરાશે.

મુંબઈએ બગાડી દિલ્હીની બાજી


રેકોર્ડ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને હરાવી તેને પ્લેઓફમાં પહોંચવાની આશા ખતમ કરી નાખી છે. મુંબઈની જીતથી આરસીબીને ફાયદો થયો છે. દિલ્હી કેપિટલ્સને પ્લેઓફમાં પહોંચવા માટે મુંબઈ સામેની મેચમાં જીત મેળવવી જરૂરી હતી. જોકે તેનો 5 વિકેટે પરાજય થતા પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગયું છે. મુંબઈની જીતનો ફાયદો આરસીબીને મળ્યો છે અને તે પ્લેઓફમાં પહોંચવા સફળ રહ્યું છે. આરસીબી આઠમી વખત પ્લેઓફમાં પહોંચ્યું છે.

આ પણ વાંચો - મહેન્દ્રસિંહ ધોનીએ કર્યું કન્ફર્મ, કહ્યું- આઇપીએલની આગામી સિઝનમાં પણ રમીશ

પોઇન્ટ ટેબલમાં ટોપ-2 માં રહેનારી ટીમને ફાઇનલમાં પહોંચવાની બે તક

પોઇન્ટ ટેબલમાં ટોપ-2 માં રહેનારી ટીમને ફાઇનલમાં પહોંચવાની બે તક મળે છે. આ બન્ને વચ્ચે પ્રથમ ક્વોલિફાયર રમાય છે જેમાં જીતનાર ટીમ સીધી ફાઇનલમાં પહોંચી જાય છે. જ્યારે પરાજિત થનારી ટીમ ક્વોલિફાયર-2માં રમશે. આ પછી એલિમિનેટર મુકાબલો રમાય છે જે ત્રીજા અને ચોથા સ્થાન વાળી ટીમ વચ્ચે રમાય છે. જેમાં પરાજય થનાર ટીમની સફર સમાપ્ત થઇ જાય છે જ્યારે જીતનાર ટીમ પ્રથમ ક્વોલિફાયરમાં હારનાર ટીમ સાથે ક્વોલિફાયર-2 માં રમે છે. અહીં જીતનાર ટીમ ફાઇનલમાં પહોંચે છે જ્યાં તે પ્રથમ ક્વોલિફાયરની વિજેતા ટીમ સાથે ટકરાય છે.

પ્લેઓફનો કાર્યક્રમ

24 મે - પ્રથમ ક્વોલિફાયર - ગુજરાત ટાઇટન્સ વિ. રાજસ્થાન રોયલ્સ (સ્થળ - કોલકાતા)
25 મે - એલિમિનેટર - લખનઉ સુપર જાયન્ટ્સ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગલોર (સ્થળ - કોલકાતા)
27 મે - બીજી ક્વોલિફાયર - એલિમિનેટરની વિજેતા વિ. પ્રથમ ક્વોલિફાયરની પરાજિત ટીમ (સ્થળ - અમદાવાદ)
29 મે - ફાઇનલ - પ્રથમ ક્વોલિફાયર વિજેતા ટીમ વિ. બીજા ક્વોલિફાયર વિજેતા ટીમ (સ્થળ - અમદાવાદ)
First published:

Tags: IPL 2022, Ipl live, IPL Live Score