મુંબઈ : શિખર ધવન અને ભાનુકા રાજાપક્સાના 43-43 રન બાદ ઓડેન સ્મિથના આક્રમક 25 રનની મદદથી પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે આઈપીએલ-15ની (IPL 2022 મેચમાં 5 વિકેટે વિજય મેળવ્યો છે. બેંગલુરુએ (PBKS VS RCB Live Score) 20 ઓવરમાં 2 વિકેટે 205 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. અંતિમ ઓવરોમાં ઓડેન સ્મિથે 8 બોલમાં 1 ફોર 3 સિક્સર બનાવી ટીમને જીત અપાવી હતી.
મેચ અપડેટ્સ
પંજાબ કિંગ્સ
-પંજાબ કિંગ્સે 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો
-શાહરુખ ખાનના 20 બોલમાં અણનમ 24 રન
-લિવિંગસ્ટોન 19 રને આકાશ દીપનો શિકાર બન્યો
-પંજાબ કિંગ્સે 139 રનમાં 4 વિકેટ ગુમાવી
-રાજ બાવા ખાતું ખોલાયા વિના આઉટ
-રાજાપક્ષાના 22 બોલમાં 2 ફોર 4 સિક્સર સાથે 43 રન
-ધવન અક્ષર પટેલની ઓવરમાં કેચઆઉટ થયો
-શિખર ધવનના 29 બોલમાં 5 ફોર 1 સિક્સર સાથે 43 રન
-પંજાબ કિંગ્સે 10.1 ઓવરમાં 100 રન પુરા કર્યા
-મયંક અગ્રવાલના 24 બોલમાં 2 ફોર, 2 સિક્સર સાથે 32 રન
-પંજાબ કિંગ્સે 4.3 ઓવરમાં 50 રન બનાવ્યા
આ પણ વાંચો - ટીમ ઇન્ડિયામાં જેની અવગણના થઇ, તે ખેલાડીએ મુંબઇ ઇન્ડિયન્સની ટીમને હંફાવી દીધી
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
-અર્શદીપ સિંહ અને રાહુલ ચાહરે 1-1 વિકેટ ઝડપી
-આરસીબીએ 20 ઓવરમાં 2 વિકેટે 205 રન બનાવ્યા.
-દિનેશ કાર્તિકના 14 બોલમાં 3 ફોર, 3 સિક્સર સાથે 32 રન
-વિરાટ કોહલીના 29 બોલમાં 1 ફોર, 2 સિક્સર સાથે અણનમ 41 રન
-વિરાટ અને પ્લેસિસ વચ્ચે બીજી વિકેટ માટે 118 રનની ભાગીદારી
-પ્લેસિસ અર્શદીપની ઓવરમાં કેચ આઉટ થયો
-પ્લેસિસના 57 બોલમાં 3 ફોર, 7 સિક્સર સાથે 88 રન
-આરસીબીએ 15.3 ઓવરમાં 150 રન પુરા કર્યા
-પ્લેસિસે 41 બોલમાં 2 ફોર, 3 સિક્સર સાથે 50 રન પુરા કર્યા
-આરસીબીએ 12.3 ઓવરમાં 100 રન બનાવ્યા
- પ્રથમ વિકેટ માટે અનુજ અને પ્લેસિસે 50 રનની ભાગીદારી નોંધાવી
- અનુજ રાવત 21 રને રાહુલ ચાહરની ઓવરમાં બોલ્ડ થયો
- પંજાબ કિંગ્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
આ પણ વાંચો - દિલ્હીએ હારેલી બાજી પલટી નાખી, અક્ષર પટેલ જીતનો મોટો હીરો
બંને ટીમની પ્લેઇંગ ઇલેવન
પંજાબ કિંગ્સ : મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, લિયમ લિવિંગ્સ્ટોન, ભાનુકા રાજપક્ષે, ઓડિન સ્મિથ, શાહરૂખ ખાન, રાજ બાવા, અર્શદીપ સિંહ, હરપ્રીત બરાર, સંદીપ શર્મા, રાહુલ ચાહર
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ : ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), અનુજ રાવત, દિનેશ કાર્તિક, શેફ્રેન રધરફોર્ડ, વિરાટ કોહલી, ડેવિડ વિલી, વાણિન્દુ હસરંગા, શાહબાઝ અહેમદ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Cricket Score, IPL 2022, Ipl live, PBKS VS RCB