Home /News /sport /

IPL 2022 PBKS vs CSK Score: શિખર ધવનના 88 રન, પંજાબ કિંગ્સનો વિજય

IPL 2022 PBKS vs CSK Score: શિખર ધવનના 88 રન, પંજાબ કિંગ્સનો વિજય

IPL 2022 : PBKS vs CSK Live updates: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022

આઈપીએલ 2022 (IPL 2022) લાઇવ અપડેટ, PBKS vs CSK Live Score : શિખર ધવનના 59 બોલમાં 9 ફોર 2 સિક્સર સાથે અણનમ 88 રન

    મુંબઈ : શિખર ધવનની અડધી સદી (88* રન)ની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ-15માં (IPL 2022 )ચેન્નઇ સુપર કિંગ્સ સામે (PBKS vs CSK Live Score) 11 રને વિજય મેળવ્યો છે. પંજાબે 20 ઓવરમાં 4 વિકેટે 187 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇ 20 ઓવરમાં 6 વિકેટે 176 રન બનાવી શક્યું હતું.

    શિખર ધવને એક જ મેચમાં હાંસલ કરી 2 મોટી સિદ્ધિઓ

    પંજાબ કિંગ્સ (Punjab Kings)ના ધમાકેદાર ઓપનર શિખર ધવને (Shikhar Dhawan) સોમવારે IPL-2022ની મેચમાં બે મોટી સિદ્ધિઓ પોતાના નામે કરી છે. શિખર ધવને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામેની આ મેચમાં 2 રન બનાવતાની સાથે જ IPLમાં 6000 રન પૂરા કર્યા હતા. આ સાથે જ ટી-20માં 9000 રનનો આંકડો પૂરો કર્યો હતો.

    ચેન્નઇ સુપર કિંગ્સ

    -ઋષિ ધવન, રબાડાએ 2-2 વિકેટ ઝડપી

    -જાડેજાના 16 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે અણનમ 21 રન

    -ધોનીના 8 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 12 રન

    -અંબાતી રાયડુના 39 બોલમાં 7 ફોર 6 સિક્સર સાથે 78 રન

    -અંબાતી રાયડુએ 28 બોલમાં 6 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી

    -ચેન્નઇએ 13.4 ઓવરમાં 100 રન પુરા કર્યા

    -ઋતુરાજ ગાયકવાડના 27 બોલમાં 4 ફોર સાથે 30 રન

    -ચેન્નઇએ 7.5 ઓવરમાં 50 રન પુરા કર્યા

    -શિવમ દુબે 8 રને બોલ્ડ થયો. ચેન્નઇએ 40 રને 3 વિકેટ ગુમાવી

    -સેંટનર 9 રને અર્શદીપનો શિકાર બન્યો

    -રોબિન ઉથપ્પા 1 રન બનાવી આઉટ

    આ પણ વાંચો - મુંબઇ ઇન્ડિયન્સની સતત 8 મેચમાં હાર બાદ રોહિત શર્માએ લખી ભાવુક પોસ્ટ

    પંજાબ કિંગ્સ

    -પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 4  વિકેટે 187 રન બનાવ્યા

    -શિખર ધવનના 59 બોલમાં 9 ફોર 2 સિક્સર સાથે અણનમ 88 રન

    -લિવિંગસ્ટોનના 7 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 19 રન

    -ધવન અને રાજપક્ષે વચ્ચે બીજી વિકેટ માટે 110 રનની ભાગીદારી

    -ભાનુકા રાજપક્ષેના 32 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે 42 રન

    -પંજાબે 12.3 ઓવરમાં 100 રન પુરા કર્યા

    -શિખર ધવને 37 બોલમાં 5 ફોર 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી

    -પંજાબે 7.5 ઓવરમાં 50 રન પુરા કર્યા

    -શિખર ધવન આઈપીએલમાં 200મી મેચ રમી રહ્યો છે

    -પંજાબ કિંગ્સમાં 3 ફેરફાર કરાયા છે. ભાનુકા રાજપક્ષે, સંદીપ શર્મા અને ઋષિ ધવનને સ્થાન આપવામાં આવ્યું છે

    -ચેન્નઇના કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    બન્ને ટીમો આ પ્રમાણે છે

    પંજાબ કિંગ્સ - મયંક અગ્રવાલ, શિખર ધવન, જોની બેયરસ્ટો, લિયામ લિવિંગસ્ટોન, જિતેશ શર્મા, ભાનુકા રાજપક્ષે, ઋષિ ધવન, કાગિસો રબાડા, રાહુલ ચાહર, સંદીપ શર્મા, અર્શદીપ સિંહ.

    ચેન્નઇ સુપર કિંગ્સ - ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, મિશેલ સેન્ટનર, ડ્વેન પ્રિટોરિયસ, ડ્વને બ્રાવો, મુકેશ ચૌધરી, મહેશ તીક્ષણા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: IPL 2022, Ipl live, IPL Live Score

    આગામી સમાચાર