Home /News /sport /

MS Dhoni:IPL-2022માં ધોની રમશે કે નહીં, કેપ્ટન કૂલે મૌન તોડ્યુ! ચાહકોને લાગી શકે છે આંચકો

MS Dhoni:IPL-2022માં ધોની રમશે કે નહીં, કેપ્ટન કૂલે મૌન તોડ્યુ! ચાહકોને લાગી શકે છે આંચકો

MS Dhoni IPL 2022 : ધોનીએ વર્ષ 2022માં આઈપીએલ રમશે કે નહીં તે અંગે કોઈ મક્કમ નિર્ણય કર્યો નથી.

IPL 2022 MS dhoni: આઈપીએલમાં રમવા અંગે મહેન્દ્રસિંહ ધોનીએ શું કહ્યું, ચાહકો માટે જાણવા જેવું છે આ નિવેદન

  IPL 2022 MS dhoni:આઈપીએલની આાગમી સિઝનમાં મહેન્દ્રસિંઘ ધોની (MS Dhoni Statement on IPL 2022) રમશે કે નહીં તે અંગે અસમંજસની સ્થિતિ છે ત્યારે એમ.એસ.ધોનીએ આ અંગે મહ્ત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ચાહકોને જાણીને આંચકો લાગી શકે છે કે એમ.એસ.ધોનીએ આઈપીએલ પહેલાં કોઈ સ્પષ્ટ રીતે વાત કરી નથી. ધોનીને ચેન્નાઈ છોડવા માંગતું નથી પરંતુ ધોનીને રમવું છે કે નહીં તે અંગે કેપ્ટન કૂલે આજે એક નિવેદન આપ્યું છે.

  એ.એન.આઈના અહેવાલ મુજબ મહેન્દ્રસિંઘ ધોનીએ જમાવ્યું છે કે આઈપીએલ 2022 એપ્રિલમાં થવાની છે. આ હજુ નવેમ્બર છે.તે ઉતાવળે કોઈ નિર્ણય લેવા માંગતો નથી. ધોનીએ ચેન્નાઈ ખાતેના એક કાર્યક્રમમાં આ અંગે નિવેદન આપ્યું છે.

  આઈપીએલ અંગે નિર્ણય નહીં

  ધોનીએ કહ્યું કે હજુ આ અંગે વિચારવાનો ઘણો સમય છે. અત્યાર નવેમ્બર છે. આઈપીએલ 2022ની એપ્રિવલમાં રમાશે. આ અંગે નિર્ણય સમય આવે કરીશ' અગાઉ ચેન્નાઈ સુપરકિંગ્સ ધોનીને રિટેઇન કરવાની તૈયારી દર્શાવી ચુક્યું છે પરંતુ માહીએ આ અંગે અગાઉ પણ કોઈ દબાણ ઉભું કર્યુ નહોતું.

    આ પણ વાંચો : Rahul Dravid: ‘ધ વોલ’ રાહુલ દ્રવિડ આ રીતે દઈ બેઠા વિજેતાને પોતાનું દિલ, જાણો તેમની પ્રેમ કહાની   હું નથી ઈચ્છતો કે મારી ફ્રેન્ચાઈઝીને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય'

  આઈપીએલ 2021 ની ફાઇનલ બાદ મેચ બાદ પ્રેઝેન્ટેશન સેરેમનીમાં હર્ષા ભોગલેએ ધોનીને આવતા વર્ષે આઈપીએલ રમવા વિશે પ્રશ્ન પૂછ્યો. તેથી ધોનીએ તેને ચેન્નઈ સુપર કિંગ્સ અને BCCI પર છોડી દીધું. તેમણે કહ્યું કે બીસીસીઆઈ પર ઘણું નિર્ભર રહેશે. કારણ કે લીગમાં 2 નવી ટીમો આવવા જઈ રહી છે અને આપણે નક્કી કરવાનું છે કે CSK માટે શું સારું રહેશે. હું નથી ઈચ્છતો કે મારી ફ્રેન્ચાઈઝીને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય.' જોકે, ધોનીએ હસતા હસતા એવું પણ કહ્યું હતું કે હું હજુ નિવૃત્ત નથી થયો.

  આ પણ વાંચો :  cricket: વામિકા-ઝીવા-અનાઝીયા, અગતસ્ય, જાણો ભારતના ક્રિકેટરોના બાળકોનાં નામોનો અર્થ શું થાય

  હું CSK માટે રમીશ કે નહીં તે મહત્વનું નથી'

  ધોનીએ આગળ કહ્યું, “હું CSK માટે રમીશ કે નહીં તે મહત્વનું નથી. તે મહત્વનું છે કે અમે ખેલાડીઓનું મજબૂત કોર ગ્રુપ બનાવીએ. કોર ગ્રુપ બનાવતી વખતે, આપણે જોવું પડશે કે આગામી 10 વર્ષ સુધી કયો ખેલાડી ટીમ માટે રમી શકે છે. આપણે જોવું પડશે કે ફ્રેન્ચાઇઝી માટે શું શ્રેષ્ઠ છે. "
  Published by:Jay Mishra
  First published:

  Tags: Cricket News in Gujarati, IPL 2022, Ms dhoni, આઇપીએલ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन