Home /News /sport /

IPL 2022: એમએસ ધોનીને IPL પહેલા મોટો ઝટકો, CSK નો 14 કરોડનો ખેલાડી ટૂર્નામેન્ટમાંથી બહાર!

IPL 2022: એમએસ ધોનીને IPL પહેલા મોટો ઝટકો, CSK નો 14 કરોડનો ખેલાડી ટૂર્નામેન્ટમાંથી બહાર!

IPL 2022: દીપક ચાહરને પગમાં ઈજા છે. (CSK Instagram)

IPL 2022: એમએસ ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે IPL ઓક્શનમાં દીપક ચાહરને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ ઝડપી બોલર તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.

    આઇપીએલ 2022 (IPL 2022)ની મેચો 26 માર્ચથી શરૂ થવાની છે. આ પહેલા ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ને એક મોટો ઝટકો લાગ્યો છે. પગમાં ઈજા થવાના કારણે ફાસ્ટ બોલર દીપક ચાહર (Deepak Chahar) ટી-20 લીગની મોટાભાગની મેચો રમી શકશે નહીં. તે તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ચાહરને ચેન્નાઈએ હરાજીમાં 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. એમએસ ધોની (MS Dhoni)ની કપ્તાનીમાં સીએસકે (CSK)એ 4 વખત ટૂર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કર્યો છે. વર્તમાન સિઝનમાં કુલ 10 ટીમો ભાગ લઇ રહી છે. ફાઈનલ મેચ 29 મેના રોજ રમાશે. મુંબઈ ઈન્ડિયન્સે સૌથી વધુ વખત આઈપીએલનો ખિતાબ જીતનાર ટીમ છે.

    ક્રિકઇન્ફોના સમાચાર અનુસાર દીપક ચહરની ઈજા ગંભીર છે અને તેને સાજા થવામાં કેટલાક અઠવાડિયા લાગી શકે છે. ટીમ હાલ તેની ઈજાના અંતિમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. ચાહર હાલમાં NCAમાં રિહેબ કરી રહ્યો છે. આ ઝડપી બોલર નવા બોલથી વિકેટ લેવામાં માહેર છે. દિલ્હી કેપિટલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સે પણ હરાજીમાં ચાહરને ખરીદવામાં ભારે રસ દાખવ્યો હતો.

    આ પણ વાંચો- Russia-Ukraine War: ભારે ગોળીબાર વચ્ચે ભારતીય એમ્બેસીએ તમામ ભારતીયોને તાત્કાલિક ખાર્કિવ છોડવા જણાવ્યું

    ટી-20માં 134 વિકેટો લીધી

    ટી-20માં 29 વર્ષના ફાસ્ટ બોલર દીપક ચાહરનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે 118 ઇનિંગ્સમાં 24ની એવરેજથી 134 વિકેટ લીધી છે. 7 રનમાં 6 વિકેટ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેણે 3 વખત 4 અને બે વખત 5 વિકેટ પણ લીધી છે. આ સિવાય તેણે અડધી સદી પણ ફટકારી છે. તેણે નિર્ણાયક મેચોમાં પણ બેટથી આશ્ચર્યજનક પ્રદર્શન કર્યું છે.

    આ પણ વાંચો- Russia-Ukraine War: રશિયાની ધમકી - ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો વિનાશક પરિણામ આવશે, પરમાણુ હથિયારોનો ઉપયોગ થશે

    દીપક ચહર લાંબા સમયથી ચેન્નાઈ સાથે જોડાયેલો છે. તેણે 58 મેચમાં 58 વિકેટ લીધી છે. તેણે પ્રથમ 6 ઓવરમાં 42 વિકેટ ઝડપી છે. આવી સ્થિતિમાં તે નવા બોલથી ટીમને મોટી સફળતા અપાવે છે. ગત સિઝનમાં તેણે ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Chennai super kings, Cricket News Gujarati, CSK, Deepak chahar, IPL 2022, Ipl history, Ms dhoni

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन