IPL 2022: MS ધોની CSKમાંથી રમવા નથી માંગતો? શ્રીનિવાસનનું મોટું નિવેદન

CSKના કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)ને 2022ની આઈપીએલમાં પ્રથમ રિટેન કરવામાં આવશે.

IPL 2022: શું ધોનીએ CSKને કહી દીધું છે કે તેના પર પૈસા બરબાદ ન કરવામાં આવે? શું છે આઈપીએલની સ્થિતિ?

  • Share this:
    આઈરીએલ 2022ના મેગા ઑક્શન (IPL 2022 Mega Auction) પહેલાં જ દરેક ટીમ પોતાના રિટેન કરવાના ખેલાડીઓની યાદી તૈયાર કરી ચુકી છે. આઈપીએલ સમાપ્ત થઈ એ જ દિવસથી મહેન્દ્ર સિંઘ ધોની (MS Dhoni on CSK) અંગે અલગ અલગ સમાચારો આવી રહ્યા છે. ધોની ચેન્નાઈમાંથી રમશે કે નહીં તેના અંગે અટકળો છે. દરમિયાન આઈપીએલની આ ટીમની ફ્રેન્ચાઇઝી ધોનીને છોડવાના મૂડમાં નથી. 3 વર્ષ બાદ ફરી ટીમને ચેમ્પિયન બનાવનારા કેપ્ટનને કોઈ પણ સ્વરૂપે ટીમ રાખવા માંગે છે. જોકે, તાજેતરમાં જ અહેવાલો સામે આવ્યા છે કે ધોનીએ આઈપીએલમાં ચેન્નાઈને પોતાના પર રૂપિયા બરબાદ ન કરવા કહી દીધું છે અને કહ્યુ છે કે ફ્રેન્ચાઇઝી તેને જાળવી રાખવામાં વધુ રૂપિયા બરબાદ ન કરે! આ ખુલાસો ચેન્નાઈ સુપરકિંગ્સના માલિક એન. શ્રીનિવાસને (N.Srinivasan on Retention of MS Dhoni) જ કર્યો છે

    Editorji સાથેની વાતચીતમાં શ્રીનિવાસને કહ્યું કે ધોની નિષ્પક્ષ વ્યક્તિ છે. તે નથી ઇચ્છતો કે ટીમ તેને રિટેન કરવામાં રૂપિયા બગાડે. તે નથી ઇચ્છતો કે ટીમ તેને ઉંચા ભાવે રિટેન કરે. જોકે, શ્રીનિવાસને કહ્યું કે હું સ્પષ્ટ પમે કહેવા માંગું છું કે ધોની અમારી ટીમમાંથી જ રમે. હું ટીમના નિર્ણને કોઈ પણ રીતે પ્રભાવિત કરવા માંગતો નથી.

    ટીમ જીતી પણ ધોનીનું પ્રદર્શન ઠીક હતું

    એમ.એસ.ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઈ આઈપીએલ તો જીતી ગઈ છે પરંતુ ધોનીનું ખુદનું પ્રદર્શન ઠીક નહોતું. તેણે 16 મેચમાં 16ની એવરેજ છે 116 રન બનાવ્યા હતા. સૌથી વધુ રન તેણે નોટાઉટ 18 રન બનાવ્યા તે છે. આ દરમિયાન પણ તેની સ્ટ્રાઇક રેટ 107ની જ હતી. હાલમાં ધોની મેન્ટર તરીકે ટીમ સાથે જોડાયેલો છે.

    આ પણ વાંચો : અમદાવાદ IPL ટીમ ખરીદનાર CVC કેપિટલ 100 અબજ ડૉલરની માલિક, જાત-જાતની રમતોમાં ખરીદી છે ટીમ

    હવે આઈપીએલમાં 10 ટીમ 74 મેચ

    આઈપીએલ 2022માં નવી 2 ટીમ અમદાવાદ અને કાનપુર તરીકે ઉતરશે. આ ટીમ ઉતરતાની સાથે જ હવે 74 મેચ થશે. અગાઉ 60 મેચ થતી હતી. પહેલાંની જેમ દરેક ટીમ 14-14 મેચ જ રમશે પરંતુ બે નવી ટીમ બનતા 50 નવા ખેલાડીઓને ટી-20માં નવું કરિયર મળશે.

    આ પણ વાંચો : IND VS NZ: હાર બાદ વિરાટ કોહલીની આંખોમાં છલકાયું દર્દ, ભાવુક તસવીરો સામે આવી

    અમદાવાદ IPL ટીમ ખરીદનાર CVC કેપિટલ 100 અબજ ડૉલરની માલિક

    ખાનગી ઇક્વિટી ફર્મ સીવીસી કેપિટલ પાર્ટનર્સે (ઇરેલિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ) અમદાવાદ ટીમ માટે 5625 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી,   100 અબજ ડોલરની સંપત્તિ ધરાવતી આ કંપની સ્પેનિશ ફુટબોલ લીગ લા લીગામાં આ કંપનીની ભાગીદારી છે. એટલું જ નહીં 2006થી 2017 સુધી ફોર્મ્યુલા વનની માલિક પણ રહી ચૂકી છે.
    Published by:Jay Mishra
    First published: