Home /News /sport /

IPL 2022 LSG vs MI Live Score: કેએલ રાહુલની સદી, મુંબઈનો સતત આઠમો પરાજય

IPL 2022 LSG vs MI Live Score: કેએલ રાહુલની સદી, મુંબઈનો સતત આઠમો પરાજય

MI vs LSG Live updates: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022

આઈપીએલ 2022 (IPL 2022) લાઇવ અપડેટ, LSG vs MI Live Score : લોકેશ રાહુલના 62 બોલમાં 12 ફોર 4 સિક્સર સાથે અણનમ 103 રન

    મુંબઈ : કેએલ રાહુલની સદી (103*)ની (KL Rahul)મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ-15માં (IPL 2022) મુંબઈ ઇન્ડિયન્સ (LSG vs MI Live Score) સામે 36 રને વિજય મેળવ્યો છે. લખનઉએ 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ 20 ઓવરમાં 8 વિકેટે 132 રન બનાવી શક્યું હતું. મુંબઈનું કંગાળ ફોર્મ યથાવત્ રહેતા સતત આઠમો પરાજય થયો છે. આ સિઝનમાં હજુ એકપણ જીત મેળવી શક્યું નથી.

    કેએલ રાહુલની આઈપીએલની વર્તમાન સિઝનમાં બીજી સદી

    કેએલ રાહુલ (KL Rahul) આઇપીએલમાં જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે. રવિવારે તેણે IPL 2022 ની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) વિરુદ્ધ સદી ફટકારી હતી. આઈપીએલની વર્તમાન સિઝનમાં આ તેની બીજી સદી છે. તેણે મેરેડિથના બોલ પર છગ્ગા સાથે પોતાની સદી પૂરી કરી હતી. તેણે મુંબઈ સામે બંને સદી ફટકારી હતી. IPLના ઈતિહાસમાં પહેલીવાર રાહુલે એક સિઝનમાં 2 સદી ફટકારી છે. આઈપીએલમાં આ તેની ચોથી સદી છે. ભારતીય બેટ્સમેન તરીકે સૌથી વધુ સદી ફટકારવાના મામલે તે માત્ર વિરાટ કોહલીથી પાછળ છે. કોહલી (Virat Kohli)એ 5 સદી ફટકારી છે.

    મુંબઈ ઇન્ડિયન્સ

    -પોલાર્ડ 19 રને આઉટ

    -તિલક વર્માના 27 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે 38 રન

    -મુંબઈએ 15.1 ઓવરમાં 100 રન પુરા કર્યા

    -સૂર્યકુમાર યાદવ 7 રને આઉટ

    -રોહિત શર્માના 31 બોલમાં 5 ફોર 1 સિક્સર સાથે 39 રને. ક્રુણાલ પંડ્યાની ઓવરમાં આઉટ

    -મુંબઈએ 7.2 ઓવરમાં 50 રન બનાવ્યા

    -ડેવાલ્ડ બ્રેવિસ 3 રને મોહસિન ખાનનો શિકાર બન્યો

    -મુંબઈએ 7.2 ઓવરમાં 50 રન પુરા કર્યા

    -ઇશાન કિશન 8 રન બનાવી આઉટ

    આ પણ વાંચો - કેએલ રાહુલ પોતાની જ ટીમ પર પડયો ભારે, અન્ય 10 ખેલાડી કરતા વધુ રન બનાવ્યા

    લખનઉ સુપર જાયન્ટ્સ

    - લખનઉ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા

    -લોકેશ રાહુલે 61 બોલમાં 12 ફોર 4 સિક્સર સાથે સદી ફટકારી

    -દીપક હુડા 10 રન બનાવી આઉટ

    -ક્રુણાલ પંડ્યા 1 રને પોલાર્ડનો શિકાર બન્યો

    -સ્ટોયનિસ 3 બોલમાં 00 રન બનાવી આઉટ

    -લખનઉએ 12.2 ઓવરમાં 100 રન પુરા કર્યા

    -મનિષ પાંડેના 22 બોલમાં 22 રન

    -કેએલ રાહુલે 37 બોલમાં 6 ફોર 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી

    -લખનઉએ 9 ઓવરમાં 50 રન પુરા કર્યા

    -ડી કોક 27 રને બુમરાહનો શિકાર બન્યો

    -ઇજાગ્રસ્ત આવેશ ખાનના સ્થાને મોહસિન ખાનનો સમાવેશ કરાયો.

    -મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    બન્ને ટીમો આ પ્રમાણે છે

    લખનઉ સુપર જાયન્ટ્સ - ક્વિન્ટોન ડી કોક, કેએલ રાહુલ, મનીષ પાંડે, ક્રુણાલ પંડ્યા, દીપક હુડા, આયુષ બડોની, માર્કસ સ્ટોયનિસ, જેસન હોલ્ડર, દુષ્માંતા ચીમારા, રવિ બિશ્નોઇ, મોહસિન ખાન.

    મુંબઈ ઇન્ડિયન્સ - રોહિત શર્મા, ઇશાન કિશન, ડેવાલ્ડ બ્રેવિસ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કાયરન પોલાર્ડ, ઋત્વિક શૌકીન, ડેનિયલ સેમ્સ, જયદેવ ઉનડકટ, રિલી મેરેડિથ, જસપ્રીત બુમરાહ.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: IPL 2022, Ipl live, IPL Live Score

    આગામી સમાચાર