મુંબઈ : મહેન્દ્રસિંહ ધોનીએ અંતિમ 4 બોલમાં 16 રન ફટકારીને ચેન્નઇ સુપર કિંગ્સને આઈપીએલ-15માં (IPL 2022) મુંબઈ ઇન્ડિયન્સ (MI vs CSK Live Score) સામે રોમાંચક વિજય અપાવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 7 વિકેટે 155 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇએ 20 ઓવરમાં 7 વિકેટે 156 રન બનાવી લીધા હતા. મુંબઈનો આ સિઝનમાં સતત સાતમો પરાજય થયો છે. તે હજુ એકપણ મેચ જીતી શક્યું નથી.
ચેન્નઇ સુપર કિંગ્સ
-ચેન્નઇનો 3 વિકેટે વિજય
-ધોનીના 13 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે અણનમ 28 રન
-પ્રિટોરિયસના 14 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 22 રન
-કેપ્ટન રવિન્દ્ર જાડેજા 3 રન બનાવી કેચ આઉટ
-ચેન્નઇએ 14.2 ઓવરમાં 100 રન બનાવ્યા
-અંબાતી રાયડુના 35 બોલમાં 2 ફોર 3 સિક્સર સાથે 40 રન
-સીએસકેએ 14.2 ઓવરમાં 100 રન પુરા કર્યા
-શિવમ દુબે 13 રને કેચ આઉટ થયો
-રોબિન ઉથપ્પા 30 રને ઉનડકટનો શિકાર બન્યો
-ચેન્નઇએ 7.3 ઓવરમાં 50 રન પુરા કર્યા
-મિચેલ સેન્ટનર 11 રને આઉટ
-ઋતુરાજ ગાયકવાડ પ્રથમ બોલે જ ખાતું ખોલાયા વિના આઉટ
આ પણ વાંચો - CSK ના રૂ.20 લાખના બોલરે 12 બોલમાં રૂ.34 કરોડના 3 બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા
મુંબઇ ઇન્ડિયન્સ
-મુંબઈ ઇન્ડિયન્સના 20 ઓવરમાં 7 વિકેટે 155 રન
-મુકેશ ચૌધરીએ 19 રનમાં 3 વિકેટ ઝડપી
-જયદેવ ઉનડકટના 9 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે અણનમ 19 રન
-તિલક વર્માએ 42 બોલમાં 3 ફોર 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી
-મુંબઈએ 15 ઓવરમાં 100 રન બનાવ્યા
-ડેનિયલ 5 રને બ્રાવોનો શિકાર બન્યો
-પોલાર્ડના 9 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 14 રન
-ઋત્વિક 25 રને બ્રાવોનો શિકાર બન્યો
-સૂર્યકુમાર યાદવના 21 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 32 રન
-બ્રેવિસ 4 રને મુકેશ ચૌધરીનો ત્રીજો શિકાર બન્યો
-ઇશાન કિશન પ્રથમ બોલે જ મુકેશ ચૌધરીનો બીજો શિકાર બન્યો
-રોહિત શર્મા બીજા જ બોલે ખાતું ખોલાયા વિના આઉટ
- ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
આ પણ વાંચો - CSK vs MI: ટોસ પર મૂંઝવણ થયા બાદ રોહિત શર્મા અને જાડેજા વચ્ચે થઇ હતી તુંતું-મેંમેં અને પછી...
બન્ને ટીમો આ પ્રમાણે છે
મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત શર્મા, ઇશાન કિશન, ડેવાલ્ડ બ્રેવિસ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કિરોન પોલાર્ડ, ડેનિયલ સેમ્સ, ઋત્વિક શૌકીન, રિલે મેરેડિથ, જયદેવ ઉનડકટ, જસપ્રીત બુમરાહ.
ચેન્નઇ સુપર કિંગ્સ : ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, ડ્વેન પ્રિટોરિયસ, ડ્વેન બ્રાવો, મિશેલ સેન્ટનર. મહેશ તીક્ષ્ણા, મુકેશ ચૌધરી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: IPL 2022, Ipl live, IPL Live Score