Home /News /sport /IPL 2022 News Ahmedabad Team: ગુજરાતીઓ આનંદો! 2022ની આઈપીએલમાં રમશે અમદાવાદની ટીમ, CVC Capitalએ જીતી બાજી

IPL 2022 News Ahmedabad Team: ગુજરાતીઓ આનંદો! 2022ની આઈપીએલમાં રમશે અમદાવાદની ટીમ, CVC Capitalએ જીતી બાજી

આઈપીએલ 2022માં આવશે અમદાવાદની ટીમ સીવીસી કેપિટલે જીતી બાજી

IPL 2022 News Team Auction:આઈપીએલ 2022ની નવી ટીમ માટે ઑક્શન થયું, અમદાવાદ અને લખનૌની ટીમ વેચાઈ, જાણો કોણે ખરીદી અમદાવાદની ટીમ

બીસીસીઆઈ સોમવારે બે નવી આઈપીએલ ફ્રેન્ચાઈઝીની જાહેરાત (IPL 2022 News Team Auction) કરી છે. જેમાં બિડિંગ પ્રક્રિયામાં અમદાવાદ અને લખનૌની ટીમ માટે બોલીઓ લગાવાઈ હતી. ભારતીય ક્રિકેટ બોર્ડ અપેક્ષા રાખશી હતી સોમવારે દુબઈમાં બિડિંગ પ્રક્રિયા શરૂ થયા બાદ આઈપીએલની બે નવી ફ્રેન્ચાઈઝીઓ 7000 કરોડથી 10,000 કરોડ રૂપિયામાં જશે. જોકે, સૌથી હાઇએસ્ટ બોલી લખનૌની (Lucknow Tema in IPL) ટીમ માટે લાગી જ્યારે ત્યારબાદ અમદાવાદની (Ahmedabad team in IPL) ટીમ માટે લાગી હતી. આમ હવે આઈપીએલ 2022માં અમદાવાદની ટીમ રમશે. અમદાવાદની ટીમ સીવીસી કેપિટલે (CVC Capital Won Ahmedabad IPL Team Bid) કરોડમાં અમદાવાદની ટીમની બોલી ખરીદી જ્યારે આરપી સંજીવ ગોયણકા ગ્રુપ 7090 કરોડમાં લખનૌની બોલી જીતી હતી. બીસીસીઆઈને આ સોદાથી અંદજા 12,690 કરોડ રૂપિયાની આવક થશે. આઈપીએલની નવી ટીમ માટે અમદાવાદ, લખનૌ, કટક, ગુવહાટી, ધર્મશાલા અને ઈંદોરનું નામ હતું. જોકે, મજબૂત દાવેદાર અમદાવાદ હતું.

મોટેરામાં જામશે જંગ

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2022ની મેચો યોજાશે. અહીંયા હવે અન્ય ટીમો સાથે અમદાવાદની ટીમો પણ ટકારશે અને લોકોને આઈપીએલ 2022નો રોમાંચ માણવા મળશે. આ બોલી લગાવનાર સીવીસી કેપિટલ વિદેશી કંપની હોવાની માહિતી સામે આવી રહી છે.

આ પણ વાંચો : T20 World cup ind vs pak: પાકિસ્તાની છોકરીએ ધોનીને કહ્યું, 'માહી આ મેચ છોડી દે,' ધોનીનો Viral Video

સીવીસ કેપિટલ અમેરિકાની કંપની

અમદાવાદની ટીમ ખરીદનાર સીવીસી કેપિટલ અમેરિકાની કંપની છે જેની વિશ્વના 25 દેશોમાં ઓફિસ છે આ કંપની ઇક્વિટીમાં કામ કરે છે. આ કંપનીનુ જુન 2021ની દૃષ્ટીએ 165 બિલિયન ડૉલર ફન્ડ છે. અગાઉ આ કંપનીએ ફોર્મ્યુલા 1ના ઈતિહાસની સૌથી મોંઘી બોલી લગાવી હતી. હવે આશરે 5200 કરોડમાં વેચાઈ અમદાવાદની ટીમ

ઈતિહાસની સૌથી મોંઘી ટીમ

બીસીસીઆઈએ નવી ટીમો માટે 2000 કરોડ રૂપિયા બેઝ પ્રાઇઝ નક્કી કરી હતી. જોકે, પહેલાથી જ આશા હતી કે હરાજીમાં વધુ કિંમતે ટીમો વેચાશે. સૌપ્રથમ 2010 માં સહારા ગ્રુપ દ્વારા પુણે ફ્રેન્ચાઇજી કો 370 મિલિયન ડોલરમાં ખરીદા હતી. જ્યારે વર્ષ 2008 માં રિલાયન્સ ગ્રુપ દ્વારા મુંબઈ ઇન્ડિયન્સ કો 111.9 મિલિયન ડોલરમાં ખરીદાઈ હતી. લખનૌની ટીમ ઈતિહાસની સૌથી મૌંઘી ટીમ બની ગઈ છે જેની કિંમત છે 7000 કરોડ

આ પણ વાંચો : IND VS PAK: 10 વિકેટથી કારમી હાર, 29 વર્ષ.. પાક સામે પછડાટ બાદ કોહલીના ખાતે લખાઈ ગયા અનેક શરમજનક રેકોર્ડ

10 લાખ રૂપિયાનું હતું હરાજીનું ટેન્ડર, 22 કંપનીઓ હતી મેદાને

ઉલ્લેખનીય છે કે આઈપીએલ 2022 માટે કુલ 22 કંપનીઓ મેદાને હતી. નવી 2 ટીમ ખરીદવા માટેના ઓક્શનના ટેન્ડરનો ભાવ રૂપિયા 10 લાખ રાખવામાં આવ્યો હતો અને તેની હરાજીમાં માન્ચેસ્ટર યુનાઇટેડ જેવા ફૂટબૉલ ક્લબની માલિકી ધરાવાતા ધનાઢ્ય લોકોથી લઈને અદાણી પણ મેદાને હતા.
First published:

Tags: Cricket News in Guajarati, IPL 2022