IPL 2022: જાણો ક્યારે થશે IPL 2022 માટે મેગા ઓક્શન, કઈ ટીમને મળશે કેટલા પૈસા

જૂની ફ્રેન્ચાઇઝી 30 નવેમ્બર, 2021 સુધીમાં રિટેન કરાયેલા ખેલાડીઓના નામ જાહેર કરશે (પ્રતિકાત્મક તસવીર)

IPL 2022 Mega Auction - આ વખતે 8ની જગ્યાએ 10 ટીમો આઇપીએલ રમવા મેદાનમાં ઉતરશે

  • Share this:
નવી દિલ્હી : આઇપીએલ 2022 (IPL 2022)ના મેગા ઓક્શન (Mega Auction) માટે હવે માત્ર એક મહીના જેટલો સમય બાકી રહી ગયો છે. જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં આઇપીએલ મેગા ઓક્શન ઇવેન્ટ (IPL 2022 Mega Auction Event)નું આયોજન કરી શકે છે. આ વખતે ઓક્શનમાં મોટી નીલામી થવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. જોકે, આ ઓક્શન સંબંધિત અમુક નિયમોમાં થોડા બદલાવો કરાયા છે. આ વખતે 8ની જગ્યાએ 10 ટીમો આઇપીએલ રમવા મેદાનમાં ઉતરશે. આ આઇપીએલ સિઝન (IPL 2022 League) અંગે અમુક વિગતો સામે આવી છે.

ક્યાં યોજાશે IPL 2022 મેગા ઓક્શન?

IPL 2022 માટે મેગા ઓક્શન ભારતમાં યોજાશે.

IPL 2022નું મેગા ઓક્શન ક્યારે યોજાશે?

IPL ગવર્નિંગ કાઉન્સિલના સભ્યના જણાવ્યા અનુસાર, IPL 2022 મેગા ઓક્શન જાન્યુઆરી 2022ના પહેલા સપ્તાહમાં થશે.

IPL 2022 મેગા ઓક્શન કયા સમયે શરૂ થશે?

ભારતીય સમય પ્રમાણે IPL 2022 મેગા ઓક્શન બપોરે 3:30 વાગ્યે શરૂ થવાની ધારણા છે.

આ પણ વાંચો - IPL 2022: આઈપીએલ 2022ની સંભવિત તારીખ આવી ગઈ, MS ધોની રમશે પહેલી મેચ

કઇ રીતે લાઇવ જોઇ શકાશે IPL 2022 મેગા ઓક્શન?

IPL 2022 મેગા ઓક્શનનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે અને ચાહકો ડિઝની+ હોટસ્ટાર એપ અને વેબસાઈટ પર ટૂર્નામેન્ટને લાઈવ જોઇ શકશે.

IPL 2022 મેગા ઓક્શનના નિયમો

સેલરી કેપ – રૂ. 90 કરોડ

જૂની ફ્રેન્ચાઇઝી 30 નવેમ્બર, 2021 સુધીમાં રિટેન કરાયેલા ખેલાડીઓના નામ જાહેર કરશે. વધુમાં વધુ 4 ખેલાડીઓ જાળવી શકાશે.

નવી ફ્રેન્ચાઇઝીઝ

1 ડિસેમ્બર, 2021થી 30 ડિસેમ્બર, 2021 વચ્ચે હરાજી બાદ 2 નવી ટીમો તેમના 3 ખેલાડીઓને ફાઇનલ કરશે. જેમાં 2 ભારતીય અને 1 વિદેશી ખેલાડી હોઇ શકે છે.

આ પણ વાંચો - ધનિક પરિવારોની કન્યા સાથે થયા છે આ ક્રિકેટરોના લગ્ન, એક ખેલાડી છે ગુજરાતી

RTM કાર્ડ્સ

આ વખતે રાઈટ ટુ મેચ (RTM) કાર્ડ પણ નહીં હોય.

સેલરી કેપ

ટીમોનો સેલેરી કેપ – 90 કરોડ

4 ખેલાડીઓ રિટેન કરવા પર 42 કરોડ રૂપિયા ટીમના પર્સમાંથી કપાશે.

3 રિટેંશનથી 33 કરોડ રૂપિયાનો ઘટાડો થશે.

2 રિટેંશન પરીણામ સ્વરૂપે ટીમના પર્સમાંથી 24 કરોડની કપાત થશે.

1 રિટેન પ્લેયરઃ પર્સમાંથી 14 કરોડ કાપવામાં આવશે.

IPL 2022 મેગા હરાજી જાળવી રાખવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે. જોકે, હજુ સુધી એક પણ ટીમના રીટેન્શન નક્કી થયા નથી. ટીમો 30 તારીખ પહેલા નામ જણાવી દેશે.
First published: