IPL 2022 Mega auction: એન શ્રીવાસને ધોનીના ચાહકો માટે આપ્યા મોટા સમાચાર; CSK એટલે ધોની, ધોની એટલે CSK

CSKના કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)ને 2022ની આઈપીએલમાં પ્રથમ રિટેન કરવામાં આવશે.

MS Dhoni to retain by CSK: મહેન્દ્રસિંઘ ધોની (MS Dhoni) 2021ના ટી-20 વર્લ્ડકપ બાદ શું ચેન્નાઈની ટીમનો ભાગ હશે કે નહીં આ અંગે સીએકેના મૂળ માલિકે આપ્યું મોટું નિવેદન

 • Share this:
  મહેન્દ્રસિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સ (MS Dhoni to Play IPL 2022 from CSK) તેને આસાનીથી છોડવા માંગતી નથી. ચેન્નાઈને ચારવાર આઈપીએલની ટ્રોફી (IPL Four Time Champion CSK) જીતાડનાર એમએસ ધોનીને આગામી સિઝનમાં પણ ચાહકો યેલ્લો જર્સીમાં જ જોશે. ધોનીએ એક તરફ નિવૃત્તીની (MS Dhoni IPL Retirement Updates) કોઈ વાત કરી નથી બીજી બાજુ તેની ફ્રેન્ચાઈઝી પણ તેને છોડવા માંગતી નથી. સીએસએકના (CSK on Dhoni Retention) જૂના મૂળ માલિક અને બોર્ડના પૂર્વ ચેરમેન એન શ્રીનિવાસને (N. Srinivasan on MS Dhoni) કહ્યું છે કે ધોની સીએસકેનો મહત્ત્વનો ભાગ છે. ધોની એટલે CSK અને CSK એટલે ધોની નથી. શ્રીનિવાસન ઇન્ડિયા સિમેન્ટ્સના માલિક છે જે (India Cements Owner N Srinivasan) જે ચેન્નાઈ સુપરકિંગ્સના મૂળ માલિક હતા. ત્યારબાદ વર્ષ 2014માં ટીમની માલિકી ચેન્નાઈ સુપરકિંગ્સ લિ.ને આપવામાં આવી.

  નોંધનીય છે કે ધોનીએ તાજેતરમાંજ  યુએઈમાં CSK ને ચોથા આઈપીએલ ટાઇટલની જીત અપાવી હતી. શ્રીનિવાસને પત્રકારોને કહ્યું, "ધોની CSK, ચેન્નઈ અને તમિલનાડુનો મહત્ત્વનો ભાગ છે છે. ધોની વગર CSK નથી અને CSK વગર ધોની નથી." આઈપીએલ 2022 ની હરાજીમાં સીએસકે ધોની અને અન્ય સીએસકે ખેલાડીઓને જાળવી રાખવાની યોજના બનાવી રહી છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા શ્રીનિવીસને કહ્યું કે ટીમ મેનેજમેન્ટે હજુ સુધી રીટેન્શન પોલિસીને અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે.

  ધોની પરત આવે પછી સીએમ સ્ટાલિનને ટ્રોફી અર્પણ કરાશે

  શ્રીનિવાસને કહ્યું હતું કે, ટી 20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના મેન્ટોર તરીકે ફરજ બજાવ્યા બાદ ધોની ચેન્નઈ આવશે ત્યારે CSK આઈપીએલ 2021 ના વિજયની ઉજવણી કરશે અને તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન સાથે ટ્રોફી શેર કરશે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આ કાર્યક્રમ યોજાય તેવી સંભાવનાર છે.

  આ પણ વાંચો :  ICC T20 World Cup Schedule: ટી-20નો મહાસંગ્રામ શરૂ, ભારત સહિતની તમામ મેચનું ટાઇમ ટેબલ, જાણો ફક્ત એક ક્લિકમાં

  CSK પ્રથમ રિટેન્શન કાર્ડ ધોની માટે વાપરશે

  અગાઉ સીએસકેના અધિકારીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે રીટેન્શન થશે, તે નિશ્ચિત છે. જોકે, તે જાણી શકાયું નથી કે CSK કેટલા ખેલાડીઓને જાળવી રાખશે. પરંતુ, પ્રમાણિકપણે, તે મહેન્દ્ર સિંહ ધોનીના કિસ્સામાં ગૌણ છે. કારણ કે પ્રથમ રીટેન્શન કાર્ડનો ઉપયોગ તેને ટીમ સાથે જોડાયેલ રાખવા માટે કરવામાં આવશે. વહાણને તેના કેપ્ટનની જરૂર છે અને વિશ્વાસ રાખો તે આવતા વર્ષે પાછો આવશે.

  આ પણ વાંચો :  આ છે દેશના સ્ટાર ખેલાડીઓના પાક્કા 'દોસ્તાર,' જુઓ ઈન્ડિયન ક્રિકેટરના પેટ્સની તસવીરો

  ' હું નથી ઈચ્છતો કે મારી ફ્રેન્ચાઈઝીને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય'

  આઈપીએલ 2021 ની ફાઇનલ બાદ મેચ બાદ પ્રેઝેન્ટેશન સેરેમનીમાં હર્ષા ભોગલેએ ધોનીને આવતા વર્ષે આઈપીએલ રમવા વિશે પ્રશ્ન પૂછ્યો. તેથી ધોનીએ તેને ચેન્નઈ સુપર કિંગ્સ અને BCCI પર છોડી દીધું. તેમણે કહ્યું કે બીસીસીઆઈ પર ઘણું નિર્ભર રહેશે. કારણ કે લીગમાં 2 નવી ટીમો આવવા જઈ રહી છે અને આપણે નક્કી કરવાનું છે કે CSK માટે શું સારું રહેશે. હું નથી ઈચ્છતો કે મારી ફ્રેન્ચાઈઝીને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય.' જોકે, ધોનીએ હસતા હસતા એવું પણ કહ્યું હતું કે હું હજુ નિવૃત્ત નથી થયો.
  Published by:Jay Mishra
  First published: