IPL 2022: આઈપીએલમાં અમદાવાદની ટીમ ખરીદનાર કંપની છે ખરબોની માલિક, ફોર્મ્યૂલા 1 રેસમાં પણ ખરીદી હતી ટીમ

આઈપીએલ 2022: આગામી સીઝનથી આઈપીએલમાં 8 ને બદલે 10 ટીમો દેખાશે. (AFP)

Net worth of new IPL teams : આઈપીએલની બે નવી ટીમ ખરીદનાર કંપનીઓ કોની છે જાણો કેટલી સંપતી છે તેમની પાસે

  • Share this:
    બીસીસીઆઈ સોમવારે બે નવી આઈપીએલ ફ્રેન્ચાઈઝીની જાહેરાત (IPL 2022 News Team Auction) કરી છે. જેમાં બિડિંગ પ્રક્રિયામાં અમદાવાદ અને લખનૌની ટીમ માટે બોલીઓ લગાવાઈ હતી. સૌથી હાઇએસ્ટ બોલી લખનૌની (Lucknow Team in IPL) ટીમ માટે લાગી જ્યારે ત્યારબાદ અમદાવાદની (Ahmedabad team in IPL) ટીમ માટે લાગી હતી. આમ હવે આઈપીએલ 2022માં અમદાવાદની ટીમ રમશે. અમદાવાદની ટીમ સીવીસી કેપિટલે (CVC Capital Won Ahmedabad IPL Team Bid) કરોડમાં અમદાવાદની ટીમની બોલી ખરીદી જ્યારે આરપી સંજીવ ગોયણકા ગ્રુપ 7090 કરોડમાં (RSPG Group) લખનૌની બોલી જીતી હતી. બીસીસીઆઈને આ સોદાથી અંદજા 12,690 કરોડ રૂપિયાની આવક થશે. RPSG ગ્રુપે લખનઉને 7090 કરોડ રૂપિયામાં ખરીદી છે જ્યારે અમદાવાદ ટીમને સીવીસી કેપિટલ પાર્ટનર્સે 5625 કરોડમાં ખરીદી છે.

    અમદાવાદની ટીમ ખરીદનાર CVCની નેટવર્થ : સીવીસ કેપિટલ અમેરિકાની કંપની

    અમદાવાદની ટીમ ખરીદનાર સીવીસી કેપિટલ અમેરિકાની કંપની છે જેની વિશ્વના 25 દેશોમાં ઓફિસ છે આ કંપની ઇક્વિટીમાં કામ કરે છે. આ કંપનીનુ જુન 2021ની દૃષ્ટીએ 165 બિલિયન ડૉલર ફન્ડ છે. અગાઉ આ કંપનીએ ફોર્મ્યુલા 1ના ઈતિહાસની સૌથી મોંઘી બોલી લગાવી હતી. હવે આશરે 5200 કરોડમાં વેચાઈ અમદાવાદની ટીમ. 2019ના ડેટા પ્રમાણે સીવીસી કેપિટલ પાસે 75 બિલિયન ડોલરની અસેટ છે.

    ફોર્મ્યૂલા વનની સૌથી મોટી ટીમ ખરીદી હતી

    દુનિયાના વિભિન્ન દેશોમાં કંપનીના લગભગ ત્રણ લાખ કર્મચારી. સીવીસીની શરૂઆત 1981માં થઇ હતી. કંપનીના મુખ્ય અધિકારી સ્ટીવ કોલ્ટેસ અને ડોનાલ્ડ મેકેન્જી છે. CVC કેપિટલ પાર્ટનર્સે હાલમાં જ સ્પેનિશ ફૂટબોલ લીગ લા લીગા, ફોર્મ્યુલા વન અને રગ્બી લીગમાં ભાગીદારી ખરીદી હતી. દુનિયાભરમાં આ કંપનીની ઓળખ પોતાના શાનદાર ઇન્વેસ્ટમેન્ટ્સ માટે છે. આ કંપનીએ અગાઉ ફોર્મ્યૂલા 1ની સૌથી મોંઘી ટીમ ખરીદી હતી.

    આ પણ વાંચો :  ધનિક પરિવારોની કન્યા સાથે થયા છે આ ક્રિકેટરોના લગ્ન, એક ખેલાડી છે ગુજરાતી

    RPSG ગ્રુપની રેવન્યુ 26,334 કરોડ

    સંજીવ ગોયનકા આ કંપનીના ચેરમેન છે અને તેનું હેડક્વાર્ટર કોલકાતામાં છે. આ કંપની પાસે 6 બિલિયન ડોલરની અસેટ છે અને સાથે 4 બિલિયન ડોલરની રેવન્યૂ. આ કંપની પાવર એન્ડ એનર્જી, રિટેલ, મેન્યુફેક્ચરિંગ્સ, એફએમસીજી, મીડિયા અને ઇન્ટરટેઇનમેન્ટ સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ફિલ્ડમાં કામ કરે છે. માર્ચ 2021ના આંકડા મુજબ કંપનીની રેવન્યુ 26,634 કરોડ રૂપિયા છે જ્યારે તેમની ગ્રોસ એસેટ 47,400 કરોડ રૂપિયા છે.

    10 લાખ રૂપિયાનું હતું હરાજીનું ટેન્ડર, 22 કંપનીઓ હતી મેદાને

    ઉલ્લેખનીય છે કે આઈપીએલ 2022 માટે કુલ 22 કંપનીઓ મેદાને હતી. નવી 2 ટીમ ખરીદવા માટેના ઓક્શનના ટેન્ડરનો ભાવ રૂપિયા 10 લાખ રાખવામાં આવ્યો હતો અને તેની હરાજીમાં માન્ચેસ્ટર યુનાઇટેડ જેવા ફૂટબૉલ ક્લબની માલિકી ધરાવાતા ધનાઢ્ય લોકોથી લઈને અદાણી પણ મેદાને હતા.
    Published by:Jay Mishra
    First published: