નવી દિલ્હી : દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ (Mahendra Singh Dhoni)ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી હોય પણ તેના પ્રશંસકોની સંખ્યામાં કોઇ ઘટાડો થયો નથી. ધોની (MS Dhoni)હવે ફક્ત આઈપીએલમાં (IPL-2022)જ રમે છે પણ તેના હેલિકોપ્ટર શોટ અને વિકેટકિપિંગના ઘણા પ્રશંસકો છે. ખેલાડીઓના જર્સી નંબર ઘણા ખાસ હોય છે અને આ જ નંબર તેમની ઓળખ બની જાય છે. આવો જ એક નંબર 7 છે. (MS Dhoni Jersey Number 7). ધોનીએ આ નંબરને ઘણો લોકપ્રિય કરી દીધો છે. આ નંબરની જર્સીને પહેરવાની ધોનીની કહાની થોડી અલગ છે.
ધોનીએ નંબર-7ની જર્સીને એક અલગ જ ઓળખ અપાવી છે. ધોની ભારતને પોતાની કેપ્ટનશિપમાં વન-ડેમાં અને ટી-20માં વર્લ્ડ કપ અપાવી ચૂક્યો છે. ધોનીએ પોતાની કારકિર્દીની શરૂઆત 7 નંબરની જર્સી સાથે કરી હતી. ચેન્નઇ સુપર કિંગ્સને પણ આ નંબરની જર્સી પહેરી ધોનીએ 4 વખત ટાઇટલ અપાવ્યું છે.
ભારતના સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ ધોનીએ આઈપીએલની 15મી (IPL)સિઝનની શરૂઆત પહેલા 7 નંબરની જર્સી પહેરવાને લઇને પોતાની કહાની શેર કરી છે. એવું માનવામાં આવતું હતું કે ધોનીનો લકી નંબર છે પણ આવું કશું જ નથી. ધોનીએ પોતે આ વાત કહી છે. ધોનીએ એક કાર્યક્રમમાં પોતાના 7 નંબરની જર્સીને લઇને કહ્યું કે તેણે આ નંબર એમ જ પસંદ કર્યો હતો.
ધોનીએ ચેન્નઇ સુપર કિંગ્સની માલિકાના હક વાળી કંપની ઇન્ડિયા સીમેન્ટ્સના એક કાર્યક્રમમાં કહ્યું કે ઘણા લોકોએ વિચાર્યું કે 7 મારો લકી નંબર છે. જોકે મેં આ નંબરની જર્સી કોઇ ખાસ કારણથી પસંદ કરી નથી. મારો જન્મ 7 જુલાઇના રોજ થયો હતો એટલે સાતમાં મહિનાના 7 માં દિવસે, બસ આ જ એક કારણ છે. ધોનીની બર્થ ડે 7 તારીખે (7 July 1981) આવે છે.
ધોનીએ આગળ કહ્યું કે આમ છતા લોકો મને પૂછતા રહ્યા હતા તો હું તેમાં કશુંક જોડતો રહ્યો હતો. વર્ષ હતું 1981. 8 માંથી 1 ઘટાડવા પર 7 આવે છે જેથી 7 બિલકુલ તટસ્થ નંબર છે. લોકો આ રીતની વાતો મને બતાવતા ગયા અને હું પણ તેમને કશુંક-કશુંક બતાવતો રહ્યો.
40 વર્ષનો ધોની હવે આઈપીએલમાં આ નંબરની જર્સી પહેરીને રમતો જોવા મળશે. ચેન્નઇનો લક્ષ્ય આઈપીએલમાં પાંચમી વખત ટ્રોફી જીતવાનો રહેશે. ટીમ સિઝનનાં પ્રથમ મુકાબલામાં શનિવારે 26 માર્ચે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર