Home /News /sport /IPL 2022: મહેન્દ્રસિંહ ધોનીએ કર્યું કન્ફર્મ, કહ્યું- આઇપીએલની આગામી સિઝનમાં પણ રમીશ

IPL 2022: મહેન્દ્રસિંહ ધોનીએ કર્યું કન્ફર્મ, કહ્યું- આઇપીએલની આગામી સિઝનમાં પણ રમીશ

સુપ્રીમ કોર્ટ દ્વારા ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને નોટિસ પાઠવવામાં આવી છે

IPL 2022 - આઈપીએલ-2022માં સીએસકેની સફર નિરાશાજનક રહી છે, સીએસકે આ સિઝનમાં 14 મેચ રમ્યું છે જેમાં 4 માં વિજય થયો છે અને 10માં પરાજય થયો છે

મુંબઈ : દિગ્ગજ વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીએ (Mahendra Singh Dhoni)ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી હોય પણ તેના પ્રશંસકો ઓછા થયા નથી. ધોની આઈપીએલમાં (ipl 2022) ચેન્નઇ સુપર કિંગ્સની કેપ્ટનશિપ કરી રહ્યો છે. આઈપીએલ-2015માં સીએસકેના (Chennai Super Kings)અંતિમ મુકાબલા દરમિયાન એવી ચર્ચા હતી કે ધોની સીએસકેની જર્સીમાં અંતિમ વખત મેદાનમાં ઉતરશે. જોકે ધોનીએ (MS Dhoni)સ્પષ્ટ કર્યું છે કે તે આગામી સિઝનમાં આઈપીએલમાં ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી રમશે.

10 થી 12 રન ઓછા બનાવ્યા - ધોની

મેચ પછી ધોનીએ કહ્યું કે મોઇન અલી સારી બેટિંગ કરી રહ્યો હતો પણ સતત વિકેટ પડવાના કારણે મોઇન અલીને પોતાની બેટિંગનો અંદાજ બદલવો પડ્યો હતો. મને લાગે છે કે કોઇ બેટ્સમેન તેની સાથે ઉભો રહ્યો હોત તો ઝડપથી રન બનાવવાનું યથાવત્ રાખી શકતો હતો પણ જેવી વિકેટ ગુમાવી પોતાનો રોલ અને જવાબદારી બદલી ગઇ હતી. આ કારણે આગળની રણનિતી મુશ્કેલ થઇ ગઈ હતી. અમે 10 થી 15 રન ઓછા બનાવ્યા હતા.

આ પણ વાંચો - આઈપીએલમાં કેએલ રાહુલે 5મી વખત પાર કર્યો 500નો આંકડો, ડેવિડ વોર્નરના રેકોર્ડની એકદમ નજીક

આઈપીએલની આગામી સિઝન નિશ્ચિત રીતે રમીશ - ધોની

રાજસ્થાન સામેની છેલ્લી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ કહ્યું હતું કે આઈપીએલની આગામી સિઝનમાં નિશ્ચિત રીતે રમીશ. ચેન્નઇમાં પ્રશંસકોને ધન્યવાદ કર્યા વગર હું આઈપીએલમાંથી નિવૃત્તિ લઇ લઇશ તો તે યોગ્ય ગણાશે નહીં. જાડેજાની 8 મેચમાં કેપ્ટનશિપ છોડી દેવામાં આવે તો 2008થી ધોની સીએસકેનો નિયમિત કેપ્ટન રહ્યો છે. તે આઈપીએલનો બીજો સૌથી સફળ કેપ્ટન છે. પોતાની કેપ્ટનશિપમાં ધોનીએ સીએસકેને 4 વખત ચેમ્પિયન બનાવ્યું છે.

આઈપીએલની આ સિઝન સીએસકે માટે નિરાશાજનક રહી

આઈપીએલ-2022માં સીએસકેની સફર નિરાશાજનક રહી છે. સિઝનની શરૂઆતમાં રવિન્દ્ર જાડેજાની કેપ્ટન તરીકે વરણી કરવામાં આવી હતી. તે પોતાની કેપ્ટનશિપમાં ખાસ કમાલ કરી શક્યો ન હતો. તેના નેતૃત્વમાં સીએસકે 8 મેચ રમ્યું હતું અને જેમાં 2 મેચમાં જીત મેળવી હતી જ્યારે 6 મેચમાં પરાજય થયો હતો. આ પછી ધોનીને કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. જોકે તે પણ ટીમને જીત અપાવી શક્યો ન હતો. સીએસકે આ સિઝનમાં 14 મેચ રમ્યું છે જેમાં 4 માં વિજય થયો છે અને 10માં પરાજય થયો છે.
First published:

Tags: IPL 2022, Ipl live, IPL Live Score

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો