
હાઇલાઇટ્સ
આન્દ્રે રસેલના 31 બોલમાં 2 ફોર 8 સિક્સર સાથે અણનમ 70 રન
કોલકાતાએ 14.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો. પંજાબ સામે 6 વિકેટે વિજય
સેમ બિલિંગ્સ અને આન્દ્રે રસેલે 29 બોલમાં 50 રનની ભાગીદારી નોંધાવી
કોલકાતાએ 11.5 ઓવરમાં 100 રન પુરા કર્યા
નીતિશ રાણા ખાતું ખોલાયા વિના આઉટ. 51 રને ચોથી વિકેટ ગુમાવી. ચાહરે એક ઓવરમાં બે વિકેટ ઝડપી
દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાત પ્રવાસે
આગામી બે દિવસ વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી
અમદાવાદ પૂર્વમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન કરશે રોડ શો
શ્રેયસ ઐયરના 15 બોલમાં 5 ફોર સાથે 26 રન. ચાહરની ઓવરમાં આઉટ થયો
કોલકાતાએ 5.5 ઓવરમાં 50 રન પુરા કર્યા
વેંકટેશ ઐયર 3 રને આઉટ થતા કોલકાતાએ 38 રને બીજી વિકેટ ગુમાવી
અજિંક્ય રહાણે 12 રને રબાડાનો શિકાર બન્યો
IPL 2022, KKR vs PBKS Live Score and Updates: બોલરોના શાનદાર પ્રદર્શન પછી આન્દ્રે રસેલના 31 બોલમાં અણનમ 70 રનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ-15માં પંજાબ કિંગ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. પંજાબ 18.2 ઓવરમાં 137 રન ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં કોલકાતાએ 14.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
કોલકાતા નાઇટ રાઇડર્સ : અજિંક્ય રહાણે, વેંકટેશ ઐયર, નીતિશ રાણા, શ્રેયસ ઐયર (કેપ્ટન), સેમ બિલિંગ્સ, આન્દ્રે રસેલ, સુનીલ નરેન, ટીમ સાઉથી, ઉમેશ યાદવ, શિવમ માવી, વરુણ ચક્રવર્તી.
પંજાબ કિંગ્સ : શિખર ધવન, મયંક અગ્રવાલ (કેપ્ટન), ભાનુકા રાજાપક્સા, લિવિંગસ્ટોન, રાજ બાવા, શાહરુખ ખાન, ઓડેન સ્મિથ, હરપ્રીત બરાર, અક્ષરદીપ સિંહ, રાહુલ ચાહર, કાગિસો રબાડા.