Home /News /sport /IPL 2022 KKR v RR Score : કેકેઆરનો સતત પાંચ પરાજય પછી વિજય, રાજસ્થાનને હરાવ્યું

IPL 2022 KKR v RR Score : કેકેઆરનો સતત પાંચ પરાજય પછી વિજય, રાજસ્થાનને હરાવ્યું

IPL 2022 : KKR v RR Live updates: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022

આઈપીએલ 2022 (IPL 2022) લાઇવ અપડેટ, KKR v RR Live Score: કોલકાતા નાઇટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો

મુંબઈ : બોલરોના શાનદાર પ્રદર્શન પછી નીતિશ રાણાના અણનમ 48 અને રિંકૂ સિંહના અણનમ 42 રનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ-15માં (IPL 2022)રાજસ્થાન રોયલ્સ (KKR v RR Live Score) સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. રાજસ્થાને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 152 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

કોલકાતા નાઇટ રાઇડર્સ

-રિંકુ સિંહના 23 બોલમાં 6 ફોર 1 સિક્સર સાથે અણનમ 42 રન

-નિતીશ રાણાના 37 બોલમાં 3 ફોર 2 સિક્સર સાથે અણનમ 48 રન

-શ્રેયસ ઐયરના 32 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 34 રન

-કોલકાતાએ 9 ઓવરમાં 50 રન પુરા કર્યા

-બાબા ઇન્દ્રજીતના 16 બોલમાં 2 ફોર સાથે 15 રન

-એરોન ફિન્ચ 4 રને બોલ્ડ થયો

આ પણ વાંચો - ગૌતમ ગંભીરે જેન્ટલમેનની ગેમને શરમમાં મૂકી! ગાળો ભાંડતા કેમેરામાં કેદ થયો, VIDEO વાયરલ

રાજસ્થાન રોયલ્સ

-રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 152 રન  બનાવ્યા

-હેટમાયરના 13 બોલમાં 1 ફોર 2 સિક્સર સાથે  અણનમ 27 રન

-સંજુ સેમસન 54 રને શિવમ માવીનો શિકાર બન્યો

-રાજસ્થાને 14 ઓવરમાં 100 રન પુરા કર્યા

-સંજૂ સેમસને 38 બોલમાં 7 ફોર 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી

-કરુણ નાયર 13 રન બનાવી આઉટ

-બટલરના 25 બોલમાં 3 ફોર સાથે 22 રન

-રાજસ્થાને 8 ઓવરમાં 50 રન પુરા કર્યા

-દેવદત્ત પડિક્કલ 2 રને ઉમેશ યાદવનો શિકાર બન્યો

-રાજસ્થાન રોયલ્સમાં ડેરિલ મિચેલના સ્થાને કરુણ નાયરને સ્થાન આપવામાં આવ્યું છે

-કેકેઆરની ટીમમાં વેંકટેશ ઐયર અને હર્ષિત રાણાના સ્થાને અનુકુલ રોય અને શિવમ માવીને સ્થાન આપવામાં આવ્યું છે

-કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

આ પણ વાંચો - ઉમરાન મલિકની ઝડપી બોલિંગથી બેટ્સમેન કેવી રીતે બચી શકે? સુનીલ ગાવસ્કરે આપી રમૂજી સલાહ

બન્ને ટીમો આ પ્રમાણે છે

રાજસ્થાન રોયલ્સ : જોશ બટલર, દેવદત્ત પડિક્કલ, સંજૂ સેમસન, કરુણ નાયર, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ સેન.

કોલકાતા નાઇટ રાઇડર્સ : એરોન ફિન્ચ, સુનીલ નરેન, શ્રેયસ ઐચર, બાબા ઇન્દ્રજીત, નીતિશ રાણા, અનુકુલ રોય, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, ઉમેશ યાદવ, ટીમ સાઉથી, શિવમ માવી.
First published:

Tags: IPL 2022, Ipl live, IPL Live Score

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો