IPL 2022: અમદાવાદની IPL ટીમના કેપ્ટન તરીકે શ્રેયસ ઐયરનું નામ આગળ, આ ખેલાડી પણ છે રેસમાં
IPL 2022: અમદાવાદની IPL ટીમના કેપ્ટન તરીકે શ્રેયસ ઐયરનું નામ આગળ, આ ખેલાડી પણ છે રેસમાં
અમદાવાદની IPL ટીમના કેપ્ટન તરીકે શ્રેયસ ઐયરનું નામ આગળ
Ahmedabad IPL Team Captain : આઈપીએલ અમદાવાદની ટીમના કેપ્ટન તરીકે રેસમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya) David Warner ડેવિડ વોર્નરનું પણ નામ જોકે, રેસમાં સૌથી આગળ શ્રેયસ ઐયર
IPL 2022 : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં 2022માં લખનઉ અને અમદાવાદના રૂપમાં બે નવી ટીમો હશે. હરાજીની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ દરમિયાન મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેએલ રાહુલને સંજીવ ગોએન્કાની લખનઉ ફ્રેન્ચાઇઝીનો કેપ્ટન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટીમમાં રાશિદ ખાન અને ઇશાન કિશન પણ જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હી કેપિટલ્સના ભૂતપૂર્વ કેપ્ટન શ્રેયસ અય્યર અમદાવાદનું નેતૃત્વ કરશે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં અથવા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં યોજાનારી મેગા હરાજી અગાઉ IPLની હાલની 8 ટીમોએ રિટેન કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે, ત્યારે અમદાવાદ અને લખનઉને નોન રિટેન ખેલાડીઓના પૂલમાંથી ત્રણ-ત્રણ ખેલાડીઓને પસંદ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
ખેલાડીઓની પસંદગીઓને અંતિમ સ્વરૂપ આપવાની છેલ્લી તારીખ 25 ડિસેમ્બર છે. એબીપી ન્યૂઝની નજીકના સૂત્રોએ ખુલાસો કર્યો છે કે બંને નવી ટીમોના ખેલાડીઓ અને કેપ્ટનોની પસંદગી થઈ ગઈ છે.
કોણ હોય શકે અમદાવાદની ટીમમાં?
ટીમમાં કેપ્ટન શ્રેયસ અય્યર ઉપરાંત હાર્દિક પંડ્યા અને ક્વિન્ટન ડી કોક અને ડેવિડ વોર્નર જેવા ખેલાડીઓ હશે. જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની નજર શિખર ધવન અને રવિચંદ્રન અશ્વિન પર છે. રવિચંદ્રન અશ્વિન IPLની પ્રારંભિક સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે હરાજી અગાઉ રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, મોઈન અલી, ઋતુરાજ ગાયકવાડને જાળવી રાખ્યો છે.
ઐયર અગાઉ કેપ્ટનશીપ કરી ચુક્યો છે
અય્યરે અગાઉ અઢી સિઝન માટે ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કર્યા પછી કેપ્ટનશિપની શોધમાં દિલ્હી કેપિટલ્સ (DC) છોડ્યું હતું. તે હવે IPL 2022માં અમદાવાદ ફ્રેન્ચાઇઝીનો સુકાની બનવા માટે તૈયાર છે. જ્યારે મેગા ઓક્શનમાં અમદાવાદ ટીમના માલિકો ક્વિન્ટન ડી કોક અથવા ડેવિડ વોર્નરમાંથી કોઈ એકને ખરીદી શકે છે.
લખનઉ ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કેએલ રાહુલ કરશે. કેએલ રાહુલ પંજાબ કિંગ્સ (PBKS)થી અલગ થઈ ગયો છે. આ ઉપરાંત રાશિદ ખાન અને ઈશાન કિશન તેનો સાથ આપશે.
છેલ્લી બે સિઝનમાં પંજાબના સહાયક કોચ રહેલા ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કેપ્ટન એન્ડી ફ્લાવર પણ સંજીવ ગોએન્કાની માલિકીની લખનઉ ફ્રેન્ચાઇઝીમાં જાય તેવી અપેક્ષા છે. ફ્લાવર ઉપરાંત ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ડેનિયલ વેટોરી અને ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરા પણ લખનઉની ટીમ સાથે જોડાયેલા હોવાના અહેવાલ છે.
ઉલ્લેખનીય છે કે આઈપીએલ 2022ની અમદાવાદની ટીમ માટે હજુ પણ કે.એલ. રાહુલ, ડેવિડ વોર્નર, હાર્દિક પંડ્યા, સ્ટિવ સ્મિથ રેસમાં છે. દાવાદની ફ્રેન્ચાઇઝીની માલિકી CVC કેપિટલ પાર્ટનર્સ પાસે છે. IPL 2022 પહેલા મેગા હરાજી કરવામાં આવશે. BCCI 8 ટીમોને તેમની ટીમમાં વધુમાં વધુ 4 ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપશે. હરાજી માટે જે પણ ખેલાડીઓ ઉપલબ્ધ હશે, નવી ટીમ તે ખેલાડીઓમાંથી ડાયરેક્ટ ખેલાડીઓની પસંદગી કરી શકશે
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર