મહેન્દ્રસિંહ ધોની આગામી આઈપીએલ નહિ રમે તો હું પણ બહાર થઈ જઈશ: સુરેશ રૈના

તસવીર- Suresh Raina Instagram

IPL 2022: ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK)ના બેટ્સમેન સુરેશ રૈનાએ એક મોટુ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે જો એમ.એસ ધોની આગામી આઈપીએલ સિઝનમાં નહિ રમે તો તે પણ આઇપીએલ રમવાનું છોડી દેશે. ઘોનીની કેપ્ટનશીપમાં સીએસકેએ ત્રણ વાર આઇપીએલનું ટાઈટલ જીત્યું છે.

  • Share this:
    નવી દિલ્લી: આઇપીએલ 2022 (IPL 2022)માં 10 ટીમો મેદાનમાં ઉતરવાની છે તેની વચ્ચે સુરેશ રૈનાનું મોટું નિવેદન સામે આવ્યું છે. સીએસકે (CSK)ના ખેલાડી સુરેશ રૈનાએ કહ્યું કે એમએસ ધોની (MS Dhoni) આઇપીએલની આગામી સિઝનમાં રમવા માટે નહિં ઉતરે તો તે પણ આઇપીએલ મેચનો બહિષ્કાર કરશે અને એક મેચ નહિ રમે. આઇપીએલની હાલની સિઝનમાં આ બંન્ને ખેલાડીઓ રમી રહ્યા છે. વર્તમાન સિઝન 4 મેના દિવસે સ્થગિત કરી દેવામાં આવી હતી. જેવા બીજા તબક્કાની 31 મેચો સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ કરવામાં આવશે.

    સુરેશ રૈનાએ ન્યૂઝ 24 સાથે વાત કરતા કહ્યું કે, 'મારે ચાર-પાંચ વર્ષ બાકી છે. આ વર્ષે અમે આઈપીએલ રમી રહ્યા છીએ અને આવતા વર્ષેથી વધુ બે ટીમો આવશે, તેમણે કહ્યું કે, મને લાગે છે કે, જ્યાં સુધી હું રમીશ ત્યાં સુધી હું સીએસકે માટે જ રમીશ. હું આશા રાખું છું કે, અમે આ વર્ષે સારું પ્રદર્શન કરીશું. ગયા વર્ષે યુએઈમાં આયોજિત ટૂર્નામેન્ટમાં સીએસકેનું પ્રદર્શન ખૂબ નબળું હતું અને ટીમ પ્રથમ વખત પ્લેઓફમાં પહોંચી શકી ન હતી.

    આ પણ વાંચો: સીએમ મમતા બેનર્જી સૌરવ ગાંગુલીને મળવા પહોંચ્યા, લોકોએ પૂછ્યું- તમે ક્યારે ટીએમસીમાં જાવ છો

    2008થી રૈના અને ધોની એકસાથે રમે છે

    સુરેશ રૈનાએ કહ્યું, 'જો આગામી સિઝનમાં ધોની ભાઈ નહીં રમે તો હું પણ નહીં રમું. અમે 2008થી સીએસકે માટે રમી રહ્યા છીએ. જો આપણે આ વર્ષે જીત મેળવીશું, તો હું તેને આગામી સિઝનમાં રમવાનું કહીશ. 'તેમણે કહ્યું કે, હું મારો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. જો તેઓ નહીં રમે તો મને નથી લાગતું કે, હું આઈપીએલની અન્ય કોઇ ટીમ સાથે રમી શકીશ. મહત્વનું છે કે, એમએસ ધોનીની કપ્તાની હેઠળ સીએસકે ત્રણ વખત આઈપીએલનો ખિતાબ જીતી ચૂક્યો છે. સૌથી વધુ વખત મુંબઈ ઈન્ડિયન્સે ટાઇટલ જીત્યું છે.

    આ પણ વાંચો: Sunil Gavaskar Birthday: સુનીલ ગાવસ્કર કેમ નહોતા પહેરતા હેલમેટ, જાણો અજાણી વાતો

    ભારતના પૂર્વ પસંદગીકાર અને વિકેટકીપર બેટ્સમેન સબા કરીમે કહ્યું છે કે, બીસીસીઆઈએ એમએસ ધોનીની જર્સીને નિવૃત્ત કરવી જોઈએ. તેમણે કહ્યું કે, મને લાગે છે કે માત્ર ધોની જ નહીં પરંતુ બીસીસીઆઈએ અન્ય મહાન ખેલાડીઓની જર્સી પણ સાચવવી જોઈએ. તેમને ખાતરી કરવી જોઈએ કે, તે મહાન ખેલાડીની જર્સી નંબર, બીજા કોઈએ તે નંબરની જર્સી પહેરી નથી.
    Published by:kuldipsinh barot
    First published: