Home /News /sport /IPL 2022: ગુજરાત ટાઇટન્સે ગુજરાતીઓનાં પતંગના શોખથી પ્રેરિત લોગો બનાવ્યો, Metaverse પર હાર્દિક-શુબમન, નહેરાએ કર્યુ લોન્ચિંગ

IPL 2022: ગુજરાત ટાઇટન્સે ગુજરાતીઓનાં પતંગના શોખથી પ્રેરિત લોગો બનાવ્યો, Metaverse પર હાર્દિક-શુબમન, નહેરાએ કર્યુ લોન્ચિંગ

ગુજરાત ટાઇટન્સનો પતંગ આકારનો લોગો લોન્ચ થયો, મેટાવર્સ પર યોજાઈ ઈવેન્ટ (તસવીર ગુજરાત ટાઇટન્સ/ GT)

Gujarat Titans Unveil Logo on Metaverse: આઈપીએલ 2022માં ગુજરાત ટાઇટન્સની ટીમ તૈયાર છે. મેટાવર્સ પર લોગોનું લોન્ચિંગ અને વેબસાઇટ લોન્ચ કરવામાં આવી, ચાહકો સાથે ટીમ મેટાવર્સ પર કરશે સંવાદ

    Gujarat Titans Unveil Logo on Metaverse: Logo on Metaverse: આઈપીએલ 2022માં ગુજરાત ટાઇટન્સની (Gujarat Titans) ટીમ ગુજરાતી કલેવર સાથે પોતાનો લોગો લઈને મેદાને આવી છે. આજે ટીમ દ્વારા ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર મેટાવર્સ (Metaverse) પર પોતાનો લોગો લોન્ચ કર્યો છે. (Gujarat Titans Logo) ટીમ દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ મેટાવર્સ પર ચાહકો સાથે આગામી દિવસોમાં સંવાદ કરવામાં આવશે. આજે ગુજરાત ટાઇટન્સનો લોગો લોન્ચ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) શુબમનગીલ (Shubman gill) અને કોચ આશિષ નહેરા (Ashis Nehra) દ્વારા કરવામાં આવ્યું હતું.

    મેટવર્સ પર લોગો લોન્ચ કરતા પહેલાં હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે ' અમે કોઈ વાત પર અટકીશું નહીં. આ એક નવી શરૂઆત છે.' શુબમન ગીલે જણાવ્યું કે 'પતંગ ગુજરાતીઓનો મોટો શોખ છે અને ઓળખાણ છે.તો અમારી ઓળખાણમાં ગુજરાતીઓના પતંગના શોખને વણી લેવામાં આવ્યો છે. આ લોગો પતંગની ડિઝાઇનથી પ્રેરિત છે'



    IPL 2022ની વેબસાઇટ

    આઈપીએલ 2022માં ગુજરાત ટાઇટન્સની વેબસાઇટ www.gujarattitansipl.com લોન્ચ કરવામાં આવી છે. જેમાં ચાહકો ગુજરાત ટાઇટન્સના ડિજિટલ ડગઆઉટમાં ડોકિયું કરી શકશે. પોતાની નોંધણી કરાવી અને ખેલાડીઓ સાથે સંવાદ કરી શકશે. ગુજરાત ટાઇટન્સની ટીમ આગામી સયમમાં પોતાી જર્સી અને ડ્રેસ કોડ પમ લોન્ચ કરશે.

    આ પણ વાંચો : આઈપીએલ 2022માં ગુજરાત ટાઇટન્સના ટોપ-10 મોંઘા ખેલાડી

    મેટાવર્સ શું છે? (What is the metaverse)











    ગુજરાતીઓનાં બે મોટા શોખ એક ક્રિકેટ અને બીજો પતંગ બંનેનો સમાવેશ કરીને બન્યો લોગો




    આના ઉપરથી એવું કહેવાય કે આપણામાંના મોટાભાગના લોકો મેટાવર્સથી પરિચિત છે. જ્યારે આપણે લાંબા સમય સુધી ઓનલાઈન સમય પસાર કરીએ છીએ, ત્યારે અમે મેટાવર્સ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરીએ છીએ. આની માટે “We Already Live in Facebook’s metaverse” નામનો એક લેખ પમ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો, જ્યાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આશા છે કે આગામી એક થી બે દાયકામાં ફેસબુક મેટાવર્સ લોકો વચ્ચે આવશે.

    Published by:Jay Mishra
    First published:

    Tags: Gujarat titans, IPL 2022, IPL Auction 2022, IPL Mega Auction 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन