Home /News /sport /IPL 2022 GT vs MI Score: અંતિમ ઓવરમાં મુંબઈ ઇન્ડિયન્સનો રોમાંચક વિજય

IPL 2022 GT vs MI Score: અંતિમ ઓવરમાં મુંબઈ ઇન્ડિયન્સનો રોમાંચક વિજય

IPL 2022 : GT vs MI Live updates: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022

આઈપીએલ 2022 (IPL 2022) લાઇવ અપડેટ, GT vs MI Score: ગુજરાત ટાઇટન્સને જીતવા માટે અંતિમ ઓવરમાં 9 રનની જરૂર હતી

મુંબઈ : રોહિત શર્મા, ઇશાન કિશન અને ટીમ ડેવિડની શાનદાર બેટિંગ પછી અંતિમ ઓવરમાં ડેનિયલ સેમ્સની ચુસ્ત બોલિંગની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-15માં (IPL 2022) ગુજરાત ટાઇટન્સ સામે (GT vs MI Score) 5 રને રોમાંચક વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 6 વિકેટે 177 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત 20 ઓવરમાં 5 વિકેટે 172 રન બનાવી શક્યું હતું. ગુજરાતને અંતિમ ઓવરમાં જીત માટે 9 રનની જરૂર હતી પણ ડેનિયલ સેમ્સની અંતિમ ઓવરમાં 3 રન જ બનાવી શક્યા હતા.

ગુજરાત ટાઇટન્સ

-ડેવિડ મિલરના અણનમ 19 રન

-તેવાટિયા 3 રને રન આઉટ

-હાર્દિક પંડ્યા 14 બોલમાં 4 ફોર સાથે 24 રન બનાવી રન આઉટ થયો

-સુદર્શન 14 રને પોલાર્ડની ઓવરમાં હિટવિકેટ આઉટ થયો

-સાહાના 40 બોલમાં 6 ફોર 2 સિક્સર સાથે 55 રન

-સાહા અને શુભમન વચ્ચે પ્રથમ વિકેટ માટે 12.1 ઓવરમાં 106 રનની ભાગીદારી

-શુભમન ગિલના 36 બોલમાં 6 ફોર 2 સિક્સર સાથે 52 રન

-રિદ્ધિમાન સાહાએ 34 બોલમાં 6 ફોર 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી

-પાવરપ્લેમાં ગુજરાતે વિના વિકેટે 54 રન બનાવ્યા

-ગુજરાતે 5.3 ઓવરમાં 50 રન પુરા કર્યા

આ પણ વાંચો - LIVE મેચમાં છોકરીએ બોયફ્રેન્ડને કર્યું પ્રપોઝ, RCB ફેને વીંટી પહેરીને છોકરીને ગળે લગાવી

મુંબઈ ઇન્ડિયન્સ

-મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 6 વિકેટે 177 રન બનાવ્યા

-ટીમ ડેવિડના 21 બોલમાં 2 ફોર 4 સિક્સર સાથે અણનમ 44 રન

-તિલક વર્મા 21 રને રન આઉટ થયો

-પોલાર્ડ 4 રને રાશિદ ખાનની ઓવરમાં બોલ્ડ

-ઇશાન કિશનના 29 બોલમાં 5 ફોર 1 સિક્સર સાથે 45 રન

-મુંબઈએ 10.4 ઓવરમાં 100 રન પુરા કર્યા

-સૂર્યકુમાર યાદવ 13 રને સંગવાનની ઓવરમાં આઉટ

-રોહિત શર્મા 28 બોલમાં 5 ફોર 2 સિક્સર સાથે 43 રન બનાવી રાશિદ ખાનનો શિકાર બન્યો

-મુંબઈએ 5 ઓવરમાં 50 રન પુરા કર્યા

-ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ  ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

આ પણ વાંચો - પૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડીએ કહ્યું- વિરાટ કોહલી આઉટ ઓફ ફોર્મ છે, સેહવાગે પણ ગણાવી મોટી ખામી

બન્ને ટીમો આ પ્રમાણે છે

ગુજરાત ટાઇટન્સ - રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ, સાઇ સુદર્શન, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, પ્રદીપ સાંગવાન, લોકી ફર્ગ્યુશન, અલ્ઝારી જોસેફ, મોહમ્મદ શમી.

મુંબઈ ઇન્ડિયન્સ - રોહિત શર્મા, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટીમ ડેવિડ, કાયરન પોલાર્ડ, ડેનિયલ સેમ્સ, મુરુગન અશ્વિન, કુમાર કાર્તિકેય, જસપ્રીત બુમરાહ, રિલી મેરેડિથ.
First published:

Tags: IPL 2022, Ipl live, IPL Live Score

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો