Home /News /sport /IPL 2022 GT vs LSG: આજે આઈપીએલમાં ગુજરાત અને લખનૌનો પહેલીવાર જંગ, ખેલાડીઓની દૃષ્ટીએ કોનું પલડું ભારે?

IPL 2022 GT vs LSG: આજે આઈપીએલમાં ગુજરાત અને લખનૌનો પહેલીવાર જંગ, ખેલાડીઓની દૃષ્ટીએ કોનું પલડું ભારે?

IPL 2022 GT vs LSG : આજે આઈપીએલ 2022માં પહેલીવાર ટકરાશે લખનૌ સુપર જાયન્ટસ અને ગુજરાત ટાઈટન્સ

IPL 2022 GT vs LSG Live Update:આઈપીએલ 2022 (IPL 2022)માં આજે પહેલીવાર લખનૌ સુપર જાયન્ટસ અને ગુજરાત ટાઈટન્સ (GT vs LSG)ની વચ્ચે જંગ જામશે. જાણો કોની ટીમમાં ક્યાં મહારથીઓ છે

IPL 2022 GT vs LSG Live Update: આજે આઈપીએલ 2022 (IPL 2022)માં પહેલીવાર બે નવી ટીમ ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans vs Lucknow Supergiants) વચ્ચે મેચ રમાશે. આ મેચ આજે સાંજે 7.30 વાગ્યાથી રમાનવાની છે. આજે ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે (GT vs LSG)નો મુકાબલો વાનખેડે સ્ટેડિયમ મુંબઈમાં રમાશે. મેચનું લાઇવ પ્રસારણ સાંજે 7.30 વાગ્યાથી થશે. આ મેચનું સૌથી મોટું આકર્ષણ પંડ્યા બ્રધર્સ છે. અત્યારસુધી હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને કૃણાલ પંડ્યા (Krunal Pandya)એક ટીમમાં હતા. જોકે, હવે હાર્દિક ગુજરાતમાં અને કૃણાલ લખનૌમાં છે.

બંને ટીમો પાસે સારા ઓલરાઉન્ડર

ભલે લખનૌ અને ગુજરાતની ટીમો IPLની પ્રથમ સિઝન રમશે. પરંતુ બંનેએ હરાજીમાં સારા ખેલાડીઓ ખરીદ્યા છે. ખાસ કરીને બંને પાસે ઉત્તમ ઓલરાઉન્ડર છે.

લખનૌ સુપર જાયન્ટ્સ પાસે માર્કસ સ્ટોઈનિસ, જેસન હોલ્ડર અને કાયલ મેયર્સ જેવા વિદેશીઓ છે, તો ક્રુણાલ પંડ્યા અને દીપક હુડાના રૂપમાં સારા ભારતીય ઓલરાઉન્ડર પણ છે. જોકે, ટીમને શરૂઆતની મેચોમાં વિદેશી ઓલરાઉન્ડરોની ખોટ પડી શકે છે. કારણ કે હોલ્ડર, સ્ટોઇનિસ હાલમાં તેના દેશ માટે રમી રહ્યો છે. સાથે જ ગુજરાત ટાઇટન્સ પાસે પણ ઉત્તમ ઓલરાઉન્ડર છે.

કેપ્ટન હાર્દિક પંડ્યાની ગણતરી ખુદ સારા ઓલરાઉન્ડરોમાં થાય છે. તેમના સિવાય રાહુલ તેવટિયા, વિજય શંકર, જયંત યાદવ અને ડોમિનિક ડ્રેક્સ જેવા ખેલાડીઓ છે જે બોલિંગ અને બેટિંગથી મેચની બાજી પલટી શકે છે.

આ પણ વાંચો : IPL 2022: IPL 2022નું સંપૂર્ણ શિડ્યુલ, અહીંથી ચેક કરો દરેક મેચનું ટાઈમ ટેબલ

પંડ્યા બ્રધર્સ આમને સામને

બંને ટીમ IPL 2022 માં એકબીજા સામે તેમની શરૂઆત કરશે.. આવી સ્થિતિમાં પંડ્યા બ્રધર્સ વચ્ચેની સ્પર્ધા પણ રોમાંચક રહેવાની આશા છે. હાર્દિક પંડ્યાએ 2015થી 2021 સુધી મુંબઈ ઈન્ડિયન્સમાં હતો. તેણે મુંબઈ માટે 92 મેચ રમી હતી, જેમાં તેણે 85 ઇનિંગ્સમાં 1476 રન બનાવ્યા હતા. તેણે ત્યાં 42 વિકેટ પણ લીધી હતી.

કૃણાલની ​​વાત કરીએ તો તેણે એપ્રિલ 2016માં મુંબઈ ઈન્ડિયન્સ માટે આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું અને 2016થી 2021 સુધી હાર્દિકની સાથે તે આ ટીમનો ભાગ હતો. આઈપીએલ 2022ના મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઈઝીએ તેને રિલિઝ કર્યો હતો અને ત્યારબાદ હરાજીમાં લખનૌમાં તેનો સમાવેશ થયો. લખનૌએ કૃણાલ પંડ્યાને રૂ. 8.25 કરોડમાં ખરીદ્યો હતો. કૃણાલ પંડ્યાએ મુંબઈ માટે કુલ 84 મેચ રમી જેમાં તેણે 1143 રન બનાવ્યા અને 51 વિકેટ લીધી.

આ પણ વાંચો :  IPL 2022 CSK vs KKR : કેપ્ટનશીપ છોડતા ધોનીનો બેટિંગમાં જલવો, IPLની પહેલી જ મેચમાં સર્જી દીધો રેકોર્ડ

ગુજરાત ટાઈટન્સની સંભવિત પ્લેઈંગ 11

શુભમન ગીલ, મેથ્યુ વેડ (વિકેટ કીપર), ઋદ્ધિમાન સાહા/વિજય શંકર, અભિનવ મનોહર, ડેવિડ મિલર, હાર્દિક પંડ્યા (કેપ્ટન) રાહુલ તેવટિયા, રાશીદ ખાન, આર સાઈ કિશોર, લોકી ફર્ગ્યૂસન અને મોહમ્મદ શામી

લખનૌ સુપર જાયન્ટ્સની સંભવિત પ્લેઈંગ 11

કેએલ રાહુલ, ક્વિન્ટન ડી કોક, મનીષ પાંડે, દીપક હુડા, મનન વોહરા, કૃણાલ પંડ્યા, અંકિત રાજપૂત, કે ગૌતમ, રવિ બિશ્નોઈ, દુષ્મંથા ચમેરા અને અવેશ ખાન
First published:

Tags: GT vs LSG, Gujarat titans, IPL 2022, Ipl live, હાર્દિક પંડ્યા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો