liveLIVE NOW

IPL 2022 GT vs LSG Score: ગુજરાત ટાઇટન્સે જીત સાથે અભિયાનની શરૂઆત કરી

આઈપીએલ 2022 (IPL 2022) લાઇવ અપડેટ, GT vs LSG, IPL 2022 Live Score and Updates : ગુજરાત ટાઇટન્સે 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો, ગુજરાતનો 5 વિકેટે વિજય

  • News18 Gujarati
  • | March 28, 2022, 23:44 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 2 MONTHS AGO
    23:40 (IST)
    ચામીરાએ 2 વિકેટ જ્યારે આવેશ ખાન, ક્રુણાલ પંડ્યા અને દિપક હુડાએ 1-1 વિકેટ ઝડપી 

    23:29 (IST)
    રાહુલ તેવાટિયાના 24 બોલમાં 5 ફોર, 2 સિક્સર સાથે અણનમ 40 રન. અભિનવ મનોહરના 7 બોલમાં અણનમ 15 રન

    23:27 (IST)
    ગુજરાત ટાઇટન્સે 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો. ગુજરાતનો 5 વિકેટે વિજય

    23:20 (IST)

    ગુજરાત ટાઇટન્સના 19 ઓવરમાં 5 વિકેટે 148 રન. જીત માટે 6 બોલમાં 11 રનની જરૂર

    23:14 (IST)

    ગુજરાત ટાઇટન્સના 18 ઓવરમાં 5 વિકેટે 139 રન. જીત માટે 12  બોલમાં 20 રનની જરૂર

    23:12 (IST)
    ડેવિડ મિલરના 21 બોલમાં 1 ફોર 2 સિક્સર સાથે 30 રન. ગુજરાતે 138 રને પાંચમી વિકેટ ગુમાવી

    23:7 (IST)

    ગુજરાત ટાઇટન્સના 17 ઓવરમાં 4 વિકેટે 131 રન. ડેવિડ મિલર 22, રાહુલ તેવાટિયા 33 રને રમતમાં, જીત માટે 18 બોલમાં 28 રનની જરૂર

    23:1 (IST)


    દિપક હુડાની ઓવરમાં 2 ફોર, 2 સિક્સર સાથે 22 રન ફટકાર્યા. 16 ઓવરમાં 4 વિકેટે 113 રન

    23:0 (IST)

    ગુજરાત ટાઇટન્સના 15 ઓવરમાં 4 વિકેટે 91 રન. ડેવિડ મિલર 10, રાહુલ તેવાટિયા 6 રને રમતમાં

    મુંબઈ : મોહમ્મદ શમીની (3 વિકેટ) શાનદાર બોલિંગ બાદ રાહુલ તેવાટિયાના અણનમ 40 રનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ-2022માં (IPL 2022 )લખનઉ સુપર જાયન્ટ્સ (GT vs LSG Score)સામે 5 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે. લખનઉએ 20 ઓવરમાં 6 વિકેટે 158 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. ગુજરાતે જીત સાથે અભિયાનની શરૂઆત કરી છે.

    ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

    બન્ને ટીમો આ પ્રમાણે છે

    ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ, મેથ્યુ વેડ, વિજય શંકર, અભિનવ મનોહર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ડેવિડ મિલર, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, લોકી ફર્ગ્યુશન, વરુણ એરોન, મોહમ્મદ શમી.

    લખનઉ સુપર જાયન્ટ્સ : કેએલ રાહુલ, ક્વિન્ટોન ડી કોક, ઇવિન લુઇસ, મનીષ પાંડે, દીપક હુડા, ક્રુણાલ પંડ્યા, મોહસિન ખાન, આયુષ બડોની, દુષ્માંથા ચમીરા, રવિ બિશ્નોઇ, આવેશ ખાન.