liveLIVE NOW

IPL 2022 GT vs DC Score: ગુજરાત ટાઇટન્સનો સતત બીજો વિજય

આઈપીએલ 2022 (IPL 2022) લાઇવ અપડેટ, Gujarat Titans vs Delhi Capitals Live Score and Updates : શુભમન ગિલના 84 રન

  • News18 Gujarati
  • | April 02, 2022, 23:33 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 2 MONTHS AGO

    હાઇલાઇટ્સ

    23:29 (IST)
    ગુજરાતના લોકી ફર્ગ્યુશને સૌથી વધારે 4 વિકેટો ઝડપી

    23:27 (IST)
    172 રનના પડકાર સામે દિલ્હી કેપિટલ્સ 20 ઓવરમાં 9 વિકેટે 157 રન બનાવી શક્યું. દિલ્હીનો 14 રને પરાજય

    23:12 (IST)
    રિષભ પંતના 29 બોલમાં 7 ફોર સાથે 43 રન. ફર્ગ્યુશનનો શિકાર બન્યો

    23:7 (IST)
    લલિત યાદવ 25 રને આઉટ

    22:34 (IST)
    દિલ્હીએ 6.5 ઓવરમાં 50 રન પુરા કર્યા

    22:1 (IST)
    મનદીપ સિંહ 18 રને ફર્ગ્યુશનનો બીજો શિકાર બન્યો. દિલ્હીએ 34 રનમાં 3 વિકેટ ગુમાવી

    21:55 (IST)
    પૃથ્વી શો 10 રન બનાવી ફર્ગ્યુશનનો શિકાર બન્યો. દિલ્હીએ 32 રનમાં 2 વિકેટ ગુમાવી

    21:53 (IST)
    દિલ્હીને પ્રથમ ફટકો. ટીમ સેફર્ટ 3 રન બનાવી હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો

    21:21 (IST)
     ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 6 વિકેટે 171 રન બનાવ્યા છે. દિલ્હીને જીતવા માટે 172 રનનો પડકાર આપ્યો 

    21:8 (IST)
    શુભમન ગિલના 46 બોલમાં 6 ફોર 4 સિક્સર સાથે 84 રન. ગિલ અહમદનો શિકાર બન્યો

    પૂણે : શુભમન ગિલના 84 રન બાદ લોકી ફર્ગ્યુશનની 4 વિકેટોની મદદથી ગુજરાત ટાઇટન્સે આઇપીએલ-15માં દિલ્હી કેપિટલ્સ સામે 14 રને વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટે 171 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી 20 ઓવરમાં 9 વિકેટે 157 રન બનાવી શક્યું હતું.

    બન્ને ટીમો આ પ્રમાણે છે

    ગુજરાત ટાઇટન્સ - શુભમન ગિલ, મેથ્યુ વેડ, વિજય શંકર, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવાટિયા, અભિનવ મનોહર, રાશિદ ખાન, લોકી ફર્ગ્યુસન, વરુણ એરોન, મોહમ્મદ શમી.

    દિલ્હી કેપિટલ્સ - પૃથ્વી શો, ટીમ સેફર્ટ, મનદીપ સિંહ, ઋષભ પંત, લલિત યાદવ, રોવમેન પોવેલ, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ખલીલ અહમદ, મુશ્તફિઝુર રહમાન.