નવી દિલ્હી : સનરાઇઝર્સ હૈદરાબાદના યુવા ફાસ્ટ બોલર ઉમરાન મલિકની (Umran Malik)આઈપીએલ-2022ના (IPL 2022) ઇમર્જિંગ પ્લેયર તરીકે પસંદગી થઇ છે. ઉમરાને આઈપીએલની 15મી સિઝનમાં સતત 150 કિલોમીટરની ઝડપે બોલિંગ કરી હતી. ઉમરાને આ સિઝનમાં કુલ 14 મેચોમાં 22 વિકેટ ઝડપી હતી. તે સૌથી વધારે વિકેટ ઝડપનાર બોલરોની યાદીમાં ચોથા સ્થાને રહ્યો છે. 22 વર્ષીય ઉમરાનની ટીમ હૈદરાબાદ પ્લેઓફમાં પહોંચી શકી ન હતી પણ આ ખેલાડીએ પોતાની શાનદાર બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે.
રાજસ્થાનના ઓપનર બેટ્સમેન જોસ બટલરને (Jos Buttler) કુલ 6 એવોર્ડ મળ્યા હતા. તેણે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધારે 863 રન બનાવ્યા છે. બટલર માટે આ સિઝન સપનાની જેમ રહી છે. બટલરની શાનદાર ઇનિંગ્સની મદદથી રાજસ્થાન રોયલ્સની ટીમ 14 વર્ષ પછી ફાઇનલમાં પહોંચવા સફળ રહી હતી. જોકે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ સામે 7 વિકેટે પરાજય થયો હતો. ગુજરાતે પોતાની ડેબ્યૂ સિઝનમાં ટ્રોફી પર કબજો કરીને ઇતિહાસ રચી દીધો છે.
ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન - ઉમરાન મલિક (10 લાખ રૂપિયા મળ્યા) મોસ્ટ સિક્સેસ ઓફ ધ સિઝન - જોસ બટલર (10 લાખ) સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સિઝન - દિનેશ કાર્તિક - (10 લાખ, ટાટા પંચ) ગેમ ચેન્જર એવોર્ડ - જોસ બટલર (10 લાખ) ફેયર પ્લે એવોર્ડ - ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ પાવર પ્લેયર ઓફ ધ સિઝન - જોસ બટલર (10 લાખ) ફાસ્ટેટ બોલ ઓફ ધ સિઝન - લોકી ફર્ગ્યુશન (157.3KPH) મોસ્ટ 4 ઓફ ધ સિઝન - જોસ બટલર (10 લાખ) પર્પલ કેપ - યુજવેન્દ્ર ચહલ (27 વિકેટ, 10 લાખ) ઓરેન્જ કેપ - જોશ બટલર (863 રન, 10 લાખ) કેચ ઓફ ધ સિઝન - એવિન લુઇસ (10 લાખ) મોસ્ટ વેલ્યૂએબ પ્લેયર ઓફ ધ સિઝન - જોશ બટલર (10 લાખ)
" isDesktop="true" id="1213749" >
બટલરે આ સિઝનમાં કુલ 4 સદી ફટકારી
બટલરે આ સિઝનમાં કુલ 4 સદી ફટકારી છે. આ દરમિયાન તેણે આઈપીએલની એક સિઝનમાં વિરાટ કોહલીના સૌથી વધારે ચાર સદીની બરાબરી કરી છે. ઇંગ્લેન્ડના આ વિકેટકિપર બેટ્સમેને આઈપીએલ 2022માં કુલ 83 ફોર અને 45 સિક્સર ફટકારી છે. કોઇ એક સિઝનમાં સૌથી વધારે રન બનાવવાના મામલે બટલર આરસીબીના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પછી બીજા નંબરે રહ્યો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર