IPLના ફોર્મેટમાં થશે બદલાવ, 2 નવી ટીમો માટે 6 નવા શહેર દાવેદાર, જાણો 5 મોટી વાતો

તસવીર- મુંબઈ ઈન્ડિયાન ઈન્સ્ટાગ્રામ

IPL 2022 ટુર્નામેન્ટ 10 ટીમોની હશે અને BCCI એ 2 નવી ટીમોમાંથી એક માટે ટેન્ડર બહાર પાડ્યું છે. સૌથી મોટી ક્રિકેટ લીગની મોટી વાતો વિશે જાણો.

  • Share this:
    નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 (IPL 2021) નો બીજો ભાગ 19 સપ્ટેમ્બરથી યુએઈ (UAE)માં શરૂ થઈ રહ્યો છે. જો કે, આ પહેલા ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન ચર્ચામાં રહે છે કારણ કે, આગામી સીઝનમાં આ ટુર્નામેન્ટ સંપૂર્ણપણે બદલાઈ જશે. આઈપીએલ 2022માં 8 નહીં 10 ટીમો ભાગ લેશે. ટૂંક સમયમાં બે નવી ટીમો IPLમાં જોડાવા જઈ રહી છે અને BCCIએ તેમના માટે ટેન્ડર પણ બહાર પાડ્યું છે. તમને જણાવી દઈએ કે BCCI એ 2 નવી ટીમોની બેઝ પ્રાઈસ પણ રાખી છે અને 6 શહેરો તેમના માટે દાવેદાર છે. મોટા સમાચાર એ છે કે, આવતા વર્ષે IPLનવા ફોર્મેટમાં રમાશે. ચાલો તમને આઈપીએલ 2022 ની પાંચ મોટી વાતો જણાવીએ.

    1. IPL 2022 નવા ફોર્મેટમાં રમાશે. કારણ કે જો વર્તમાન ફોર્મેટ મુજબ આગામી વર્ષે ટુર્નામેન્ટ રમાશે તો પ્લેઓફ સહિત કુલ 94 મેચોનું આયોજન કરવું પડશે. પરંતુ IPL હવે વર્ષ 2011ની જેવી જ હોઈ શકે છે,વર્ષ 2011 માં પણ IPLમાં 10 ટીમો રમી હતી અને 5-5 ટીમોના 2 ગ્રુપ બનાવવામાં આવ્યા હતા. ટીમો તેમના ગ્રુપની અન્ય 4 ટીમો સાથે તેમના ઘરે અને બહાર મેચ રમે છે. 2011 માં, આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને કુલ 70 લીગ અને 4 પ્લેઓફ મેચ યોજાઈ હતી.

    2. BCCI એ IPL 2022ની 2 નવી ટીમોની હરાજી માટે ટેન્ડર બહાર પાડ્યું છે. એક બિડર માત્ર એક ટીમ માટે અરજી કરી શકે છે. ફોર્મની કિંમત 10 લાખ રૂપિયા હશે અને બીસીસીઆઈ પણ તેને જાણ કર્યા વગર નકારી શકે છે.

    3. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2 નવી IPL ટીમો માટે 6 શહેરના દાવેદાર છે. અમદાવાદ ઉપરાંત લખનૌ, કટક, ગુવાહાટી પણ ટીમો પર બોલી લગાવી શકે છે.

    4. સૂત્રોના જણાવ્યા અનુસાર, બીસીસીઆઈએ 2 નવી આઈપીએલ ટીમોની બેઝ પ્રાઈઝ 2,000 કરોડ રૂપિયા રાખી છે. મતલબ કે બંને નવી IPL ટીમો ઓછામાં ઓછા 2 હજાર કરોડમાં વેચવામાં આવશે. IPL ટીમોની હરાજીથી BCCI 5 હજાર કરોડ સુધીની કમાણી કરી શકે છે.

    5. ઉલ્લેખનીય છે કે, IPLના ઈતિહાસમાં સૌથી મોંઘી ટીમ પુણે વોરિયર્સ ઈન્ડિયા હતી જે વર્ષ 2010 માં વેચાઈ હતી. કોચી ટસ્કર્સને 333.2 મિલિયન ડોલરમાં ખરીદવામાં આવી હતી. તે જ સમયે, રાજસ્થાન રોયલ્સ સૌથી નીચા ભાવ એટલે કે 67 મિલિયનમાં વેચાઈ હતી.

    Published by:kuldipsinh barot
    First published: