Home /News /sport /IPL 2022 Final: ગુજરાતનો આ બોલર રાજસ્થાન પર ભારે, ટીમને એકલાએ જીતાડી 90 ટકા મેચો!
IPL 2022 Final: ગુજરાતનો આ બોલર રાજસ્થાન પર ભારે, ટીમને એકલાએ જીતાડી 90 ટકા મેચો!
મોહમ્મદ શામી રાજસ્થાનની ટીમ પર ભારે પડી શકે છે
IPL 2022 Final: હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની આગેવાનીવાળી ગુજરાત ટાઈટન્સ (Gujarat titans) ટીમ ચેમ્પિયનની જેમ રમી અને મોટી-મોટી ટીમોને હરાવી ફાઈનલમાં પહોંચી ગઈ. તો બીજી બાજુ રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે
IPL 2022 Final : આઈપીએલને કોઈ નવી ચેમ્પિયન ટીમ મળશે કે, 14 વર્ષ બાદ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ફરી ખિતાબ (IPL) જીતશે, તે આજે સ્પષ્ટ થઈ જશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આજે ફાઈનલ મુકાબલો થવા જઈ રહ્યો છે. બંને ટીમે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ગુજરાતની ટીમ માટે તો આ પહેલું વર્ષ છે. પરંતુ, હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી આ ટીમ ચેમ્પિયનની જેમ રમી અને મોટી-મોટી ટીમોને હરાવી ફાઈનલમાં પહોંચી ગઈ.
બીજી બાજુ, રાજસ્થાનનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે. આ ટીમ અગાઉની આઈપીએલમાં નિષ્ફળ સાબિત થઈ હતી. પરંતુ, આ વખતની સિઝનમાં જેપણ ખેલાડી પર ટીમે ઓક્શનમાં દાવ ખેલ્યો, બધા તેમની આશા પર ખરા ઉતર્યા છે. હવે મહામુકાબલામાં પણ તેમના પર આશા રહેશે. પરંતુ, રાજસ્થાનના બીજી વખત ચેમ્પિયન બનવાના સપના વચ્ચે ગુજરાતનો એક બોલર રુકાવટ પેદા કરી શકે છે. આ સિઝનમાં ગુજરાત માટે ખરેખર આ ખેલાડી મેચ વિનર સાબિત થયો છે. પાવરપ્લેમાં આ ખેલાડીએ વિરોધી ટીમોને ખુબ પરેશાન કર્યા છે. અને આ ખેલાડી છે મોહમ્મદ શામી.
શમી ગુજરાતની જીત માટે ગેરંટી
શમીની 11 વિકેટ આઈપીએલની આ સિઝનમાં પાવરપ્લેમાં એક ફાસ્ટ બોલર દ્વારા સંયુક્ત રૂપથી વધારે છે. શમી કેવી રીતે ગુજરાત માટે જીતની ગેરંટી છે? તેને આંકડા દ્વારા સમજી શકાય છે. શમીએ આઈપીએલ 2022ના 12 મુકાબલામાં જે વિકેટો લીધી છે, તેમાંથી 11માં ગુજરાતને જીત મળી છે. એટલે કે શમીએ 90 ટકા મુકાબલા ટીમને જીતાડ્યા. સંયોગથી ગુજરાતે ત્રણ મેચ ત્યારે હારી, જ્યારે શમીને મેચમાં એક પણ વિકેટ ન મળી. આનાથી સમજી શકાય છે કે, શમી ગુજરાત ટાઈટન્સ માટે જીત-હાર માટે કેટલો મહત્વનો સાબિત થઈ શકે છે.
મોહમ્મદ શમી આ સિઝનમાં ગુજરાત ટાઈટન્સ માટે સૌથી વધારે વિકેટ લેનારો બોલર પણ છે તેણે 15 મેચમાં 24ની એવરેજથી કુલ 19 વિકેટો લીધી છે. તેણે આ સિઝનમાં દરેક 18 બોલ પર એક વિકેટ મેળવી છે. તો 25 રન આપી 3 વિકેટ તેનું બેસ્ટ પ્રદર્શન રહ્યું છે. જો હવે ફાઈનમાં શમી પૂરા ફોર્મમાં રહ્યો તો, તે એકલો જ રાજસ્થાન માટે ભારે પડી શકે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર