Home /News /sport /IPL-2022: આઈપીએલની ફાઇનલમાં 10,000 કરોડથી વધારે રૂપિયાનો સટ્ટો રમાશે! જાણો ચેમ્પિયન બનવા કોણ છે ફેવરિટ

IPL-2022: આઈપીએલની ફાઇનલમાં 10,000 કરોડથી વધારે રૂપિયાનો સટ્ટો રમાશે! જાણો ચેમ્પિયન બનવા કોણ છે ફેવરિટ

ફાઇનલમાં મુકાબલો 29 મે ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે (પ્રતિકાત્મક તસવીર)

IPL-2022 Final - ફાઇનલમાં મુકાબલો 29 મે ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

નવી દિલ્હી : આઈપીએલ-2022 (IPL-2022)તેના અંતિમ પડાવ તરફ છે. હવે ફક્ત બે મેચો રમાવાની બાકી છે. ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans)આઈપીએલની ફાઇનલમાં (IPL-2022 Final)પ્રવેશ કરી લીધો છે. ફાઇનલમાં બીજી ટીમ કોણ હશે તેનો નિર્ણય 27 મે ના રોજ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેના મુકાલબાથી થશે. આ મેચમાં જે ટીમ જીતશે તે ફાઇનલમાં પ્રવેશ કરશે. ફાઇનલમાં મુકાબલો 29 મે ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલની ફાઇનલ પહેલા સટ્ટાબજાર (IPL betting market)પણ સક્રિય થઇ ગયું છે. બુકીબજારના મતે રવિવારે રમાનારી ફાઇનલમાં 10,000 કરોડથી વધારે રૂપિયાનું બુકિંગ થવાની સંભાવના છે. તેમાં પણ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે તો સટ્ટાનો આંકડો વધી શકે છે.

ચેમ્પિયન બનવા ગુજરાત ફેવરિટ, 95 પૈસાનો ભાવ

બુકીઓના મતે આઈપીએલ-2022માં ચેમ્પિયન બનવા માટે ગુજરાત ટાઇટન્સ હોટ ફેવરિટ છે. તેનો ભાવ 95 પૈસા ચાલી રહ્યો છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સનો ભાવ 3.50 રૂપિયા ચાલી રહ્યો છે અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો ભાવ 4.50 રૂપિયા ચાલી રહ્યો છે.

બુકીબજારના મતે આ વખતે ટાઇટલ જીતવા ફેવરિટ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ પ્લેઓફમાં ના પહોંચતા અને પ્રથમ વખત રમી રહી હોવા છતા ગુજરાત ટાઇટન્સે શાનદાર પ્રદર્શન કરતા ખેલૈયાઓના પાસા ઉંઘા પડ્યા છે.

આ પણ વાંચો - ગુજરાત ટાઇટન્સની ટીમ અમદાવાદ આવતા જ હોટેલમાં થયું ભવ્ય સ્વાગત

હવે ઓનલાઇન સટ્ટો રમાય છે તેથી અંદાજ કાઢવો મુશ્કેલ હોય છે કે કેટલા હજાર કરોડનો સટ્ટો રમાય છે. પહેલા કઇ ટીમ વિજેતા બનશે તેના પર વધારે સટ્ટો રમાતો હતો જ્યારે હવે સેશન પર વધારે સટ્ટો રમાય છે. મેચ દરમિયાન કેટલી ફોર વાગશે, કેટલી સિક્સરો વાગશે, કેટલી વિકેટો પડશે તેના પર સટ્ટો રમાય છે.

આઈપીએલ ફાઇનલની સૌથી મોંઘી ટિકિટ 65 હજાર રૂપિયાની

આઈપીએલ ફાઇનલની સૌથી મોંઘી ટિકિટ 65 હજાર રૂપિયાની છે. જ્યારે સૌથી સસ્તી ટિકિટ 800 રૂપિયાની છે. કોરોનાના કારણે લોકો સ્ટેડિયમમાં મેચ જોવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. હવે જ્યારે બધા પ્રતિબંધો હટી ગયા છે ત્યારે ફાઇનલમાં મોટી સંખ્યામાં પ્રશંસકો હાજર રહેશે. બે વર્ષ પછી પ્રથમ વખત સ્ટેડિયમ પુરી ક્ષમતા સાથે ભરાશે. છેલ્લી બે સિઝનમાં કોરોના પ્રોટોકોલના કારણે મેચો પ્રશંસકો વગર કે ઓછા દર્શકોને જ સ્ટેડિયમમાં આવવાની મંજૂરી મળી હતી. હવે છૂટછાટ આપવામાં આવી છે.
First published:

Tags: IPL 2022, Ipl live, IPL Live Score

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો