liveLIVE NOW

IPL 2022 Final : ગુજરાત ટાઇટન્સની ભવ્ય જીત, આઇપીએલની 15મી સિઝનમાં ગુજરાત ચેમ્પિયન

IPL 2022 Final LIVE : આજે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) વચ્ચે IPL 2022 ની ફાઇનલ મેચ રમાશે, જુઓ પળેપળની માહિતી

  • News18 Gujarati
  • | May 30, 2022, 00:00 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: A YEAR AGO

    હાઇલાઇટ્સ

    23:30 (IST)

    ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 24 બોલમાં 22 રનની જરૂર

    23:18 (IST)

    હાર્દિક પંડ્યા 34 રન બનાવી આઉટ

    હાર્દિક પંડ્યા 30 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો, હાર્દિક પંડ્યાની વિકેટ યુઝવેંન્દ્ર ચહલે લીધી હતી.

    23:16 (IST)

    હાર્દિક અને ગિલ વચ્ચે અડધી સદીની ભાગીદારી પૂરી થઈ

    ગુજરાત ટાઇટન્સના કપ્તાન હાર્દિક પંડ્યાએ અશ્વિનને નિશાન બનાવ્યો અને તેની ઇનિંગની પ્રથમ (12મી) ઓવરમાં સતત બોલમાં ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા. ગુજરાતે 12 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 77 રન બનાવી લીધા છે. હાલમાં શુભમન ગિલ 29 અને હાર્દિક પંડ્યા 28 રન બનાવીને ક્રિઝ પર છે. ગિલ અને પંડ્યા વચ્ચે બીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી પણ પૂરી થઈ ગઈ છે.

    23:5 (IST)

    ગુજરાતને 60 બોલમાં 77 રનની જરૂર છે

    ગુજરાત ટાઇટન્સે 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 54 રન બનાવ્યા હતા. તેને હવે 10 ઓવરમાં એટલે કે 60 બોલમાં જીતવા માટે 77 રનની જરૂર છે. હાલમાં ઓપનર શુભમન ગિલ 23 અને કેપ્ટન હાર્દિક પંડ્યા 11 રન બનાવીને ક્રિઝ પર છે.

    22:39 (IST)

    ટ્રેન્ટ બોલ્ટે ઇનિંગની 5મી ઓવરમાં ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો આપ્યો હતો. તેણે ત્રીજા બોલ પર મેથ્યુ વેડ (8)ને રિયાન પરાગના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. વેડે 10 બોલમાં 1 છગ્ગાની મદદથી 8 રન બનાવ્યા હતા.

    22:18 (IST)

    ગુજરાત ટાઇટન્સને રિદ્ધિમાન સાહાના સ્વરૂમાં પ્રથમ ઝટકો, રિદ્ધિમાન 7 બોલમાં 5 રન બનાવીને આઉટ

    22:2 (IST)

    રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 130 રન બનાવીને ગુજરાત ટાઇટન્સને ટાઇટલ જીતવા માટે 131 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. રાજસ્થાન તરફથી ઓપનર જોસ બટલરે (39) સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 35 બોલમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય યશસ્વી જયસ્વાલે 16 બોલમાં 1 ફોર અને 2 સિક્સરની મદદથી 22 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત તરફથી કેપ્ટન હાર્દિક પંડ્યાએ 17 રનમાં 3 વિકેટ ઝડપી હતી, જ્યારે સાઈ કિશોરને 2 વિકેટ મળી હતી. ઝડપી બોલર મોહમ્મદ શમી, યશ દયાલ અને રાશિદ ખાને 1-1 વિકેટ લીધી હતી.

    21:56 (IST)

    રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરમાં 130 રનન બનાવ્યા છે. ગુજરાત ટાઇટન્સની ટીમને જીતવા માટે 131 રનનો ટાર્ગેટ મળ્યો છે.

    21:54 (IST)

    છેલ્લી ઓવરમાં રાજસ્થાનને સતત 2 ઝડકા

    20મી ઓવરના 4 બોલ પર રાજસ્થાનને 8મો ઝટકો મળ્યો હતો ત્યાં જ પાંચમા બોલ પર નવમી વિકેટ પડી હતી.

    21:42 (IST)

    17મી ઓવરમાં રાજસ્થાનને ટ્રેંટ બોલ્ટના સ્વરૂપમાં સાતમો ઝટકો મળ્યો છે.

    IPL 2022 Final : અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) વચ્ચે IPL 2022 ની ફાઇનલ મેચ રમાઇ રહી છે.

    ગુજરાતને 60 બોલમાં 77 રનની જરૂર છે

    ગુજરાત ટાઇટન્સે 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 54 રન બનાવ્યા હતા. તેને હવે 10 ઓવરમાં એટલે કે 60 બોલમાં જીતવા માટે 77 રનની જરૂર છે. હાલમાં ઓપનર શુભમન ગિલ 23 અને કેપ્ટન હાર્દિક પંડ્યા 11 રન બનાવીને ક્રિઝ પર છે.

    રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 130 રન બનાવીને ગુજરાત ટાઇટન્સને ટાઇટલ જીતવા માટે 131 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. રાજસ્થાન તરફથી ઓપનર જોસ બટલરે (39) સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 35 બોલમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય યશસ્વી જયસ્વાલે 16 બોલમાં 1 ફોર અને 2 સિક્સરની મદદથી 22 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત તરફથી કેપ્ટન હાર્દિક પંડ્યાએ 17 રનમાં 3 વિકેટ ઝડપી હતી, જ્યારે સાઈ કિશોરને 2 વિકેટ મળી હતી. ઝડપી બોલર મોહમ્મદ શમી, યશ દયાલ અને રાશિદ ખાને 1-1 વિકેટ લીધી હતી.

    રાજસ્થાન રોયલ્સે 2008માં IPL ડેબ્યૂમાં ખિતાબ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી. હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની ગુજરાત ટાઇટન્સ પાસે ઈતિહાસ રચવાની તક હશે. IPLમાં ગુજરાતનું આ પ્રથમ વર્ષ છે. આવી સ્થિતિમાં જો ગુજરાતની ટીમ ચેમ્પિયન જીતશે તો રાજસ્થાનની જેમ ડેબ્યુ વર્ષમાં ટાઈટલ જીતનારી ટીમ બની જશે.

    IPLની ફાઈનલ પહેલા, IPL 2022નો સમાપન સમારોહ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી આઈપીએલમાં આવી કોઈ ઈવેન્ટ યોજાઈ ન હતી. પરંતુ, આ વખતે પરિસ્થિતિ બદલાઈ છે. આવી સ્થિતિમાં સમાપન સમારોહ યોજાઈ રહ્યો છે. ચાલો તમને જણાવીએ કે, સમાપન સમારોહ કયા સમયે શરૂ થશે અને માયાનગરીના કયા સ્ટાર્સ તેમાં ભાગ લેશે?

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સમાપન સમારોહ 45 મિનિટનો હશે અને સાંજે 6.30 વાગ્યે શરૂ થશે. આ કારણોસર ફાઈનલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ફાઈનલ મેચ હવે 7.30ના બદલે 8 વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે 7.30 કલાકે થશે.

    એઆર રહેમાન પરફોર્મ કરશે

    IPL 2022નો સમાપન સમારોહ ખાસ રહેશે. ઓસ્કાર એવોર્ડ વિજેતા સંગીતકાર એઆર રહેમાન તેમાં પરફોર્મ કરશે. તેઓ તેમના સંગીત દ્વારા ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરશે. આ સિવાય IPLના 15 વર્ષ અને ભારતીય ક્રિકેટના 8 દાયકાની સફરને પણ અલગ રીતે બતાવવામાં આવશે. સિંગર નીતિ મોહન પણ સાંજને રંગીન બનાવવા માટે એઆર રહેમાન સાથે હાથ મિલાવશે.

    બોલિવૂડ એક્ટર રણવીર સિંહ પણ સમાપન સમારોહમાં પરફોર્મ કરશે. તે તેની ફિલ્મ પદ્માવતના પ્રખ્યાત ગીત 'ખલીબલી' પર ડાન્સ કરતો જોવા મળશે. રણવીર સિંહે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેની તૈયારીનો વીડિયો શેર કર્યો છે. આમાં તેણે ફેન્સને તેના પરફોર્મન્સની માહિતી અને સમય જણાવ્યો છે. આ સેરેમનીમાં બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પણ પરફોર્મ કરતી જોવા મળી શકે છે.

    આમિર ખાન ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરશે

    લીગના સમાપન સમારોહમાં વિવિધ રાજ્યોના ફોક ડાન્સર્સ પણ પ્રદર્શન કરશે. અહેવાલો અનુસાર, આમિર ખાન પણ તેની નવી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ના ટ્રેલરના લોન્ચિંગ સમારોહમાં હાજર રહેશે.

    અમિત શાહ પણ હાજર રહી શકે છે

    IPL 2022ની ફાઈનલમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહી શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, IPLના અધ્યક્ષ બ્રિજેશ પટેલ અને બોર્ડના ઘણા પદાધિકારીઓ હાજર રહેશે. આ ઉપરાંત ફાઈનલ મેચમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ પણ ભાગ લેશે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનોને પણ ફાઈનલ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેમનું પણ સન્માન કરવામાં આવશે.