Home /News /sport /

IPL 2022-દિલ્હી કેપિટલ્સમાં રિષભ પંત રિટેન, આ 3 દિગ્ગજ ખેલાડી જશે ઓક્શનમાં : રિપોર્ટ

IPL 2022-દિલ્હી કેપિટલ્સમાં રિષભ પંત રિટેન, આ 3 દિગ્ગજ ખેલાડી જશે ઓક્શનમાં : રિપોર્ટ

IPL 2022 Delhi Retained Players : આઈપીએલ 2022માં દરેક ટીમ નવા રૂપ રંગમાં જોવા મળશે જેમાં દિલ્હીએ કેપ્ટન તરીકે રિષભ પંતને જાળવી રાખ્યો હોવાના અહેવાલ છે,

IPL 2022 : દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals IPL 2022 Retained Players List) રિટેન કરેલા ખેલાડીઓ માટેની પોતાની લીસ્ટ (Final List) તૈયાર કરી લીધી હોવાના અહેવાલો

  IPL 2022 માટે તમામ ફ્રેન્ચાઇઝી હાલ રિટેન ખેલાડીઓ ( IP 2022 Retained  Players List)ની લીસ્ટને અંતિમ સ્વરૂપ આપવામાં લાગેલી છે. આ દરમિયાન દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals IPL 2022 Retained Players List) રિટેન કરેલા ખેલાડીઓ માટેની પોતાની લીસ્ટ (Final List) તૈયાર કરી લીધી હોવાના અહેવાલો છે. દિલ્હી કેપિટલ્સે IPL 2022 મેગા ઓક્શન ( IPL 2022 Mega Auction) પહેલા રિષભ પંત (Rishabh Pant Retained by DC)ને કેપ્ટન તરીકે જાળવી રાખ્યો છે. આ ઉપરાંત અક્ષર પટેલ (Axar Patel Retained by DC), પૃથ્વી શો (Pruthvi Shaw Retained By DC) અને એનરિચ નોર્ટ્જેને પણ રીટેન કર્યા છે. એટલે કે શ્રેયસ ઐયર, શિખર ધવન, રવિચંદ્રન અશ્વિન અને કગીસો રબાડાને ટીમે રીલીઝ કરવાનો નિર્ણય લીધો (Delhi Capitals To Released Shikhar Dhwan Sheyas Iyer R Ashwin ) છે.

  શા માટે ઐયરને કરાયો રીલીઝ? ટીમના કેપ્ટન રહી ચૂકેલા શ્રેયસ ઐયરને રીલીઝ કરી દેવાનો નિર્ણય મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવ્યો છે. કારણ કે તેઓ ટીમની કેપ્ટનશિપ સંભાળવા માંગતા હતા. એક રીપોર્ટમાં કરાયેલા દાવા અનુસાર ઐયર મેગા ઓક્શનમાં જશે, જ્યાં તેની નજર 8 નવી ફ્રેન્ચાઇઝીમાંથી 5 પર રહેશે, જે નવા કેપ્ટનની શોધ કરી રહી છે.

  ઐયરે વર્ષ 2018માં ગૌતમ ગંભીર પાસે દિલ્લીની કેપ્ટનશીપ સંભાળી હતી. પછીના વર્ષે તેમને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન બનાવવામાં આવ્યા, જેમાં ટીમે 7 વર્ષમાં પહેલી વખત ફાઇનલ 4માં જગ્યા મેળવી હતી. ઐયર આઇપીએલ 2021માંથી દૂર રહ્યો હતો.

  શ્રેયસ ઐયરને મુંબઈ-લખનૌ અથવા અમદાવાદની ફ્રેન્ચાઇઝ ખરીદી શકે છે. તસવીર- Shreyas Iyer Instagram


  પંત હતી પહેલી પસંદ

  અહેવાલો કરાયેલા દાવા અનુસાર, મેનેજમેન્ટની પહેલી પસંદ પંત હતી અને ઐયર તે લીસ્ટમાં બીજા સ્થાને હતો. પરંતુ અચાનક નવો વળાંક આવ્યો અને પૃથ્વી શો તેમની બીજી પસંદ બન્યો. ભારતની 2018 અંડર-19 વર્લ્ડ કપની જીત દરમિયાન સૌથી વધુ હેડલાઇન્સમાં રહેનાર શૉને તે જ વર્ષે હરાજીમાં INR 1.2 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.

  CSKનો કેપ્ટન બનશે ધોની!

  ક્રિકબઝે અગાઉ એક રીપોર્ટમાં દાવો કર્યો હતો કે, ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન તરીકે એમ એસ ધોનીને ટીમ રીટેન કરશે. જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ સ્કિપર રોહિત શર્મા, જસપ્રિત બુમરાહને રીટેન કરશે. અને વેસ્ટ ઈન્ડિઝના કિરોન પોલાર્ડ સાથે વાટાઘાટો ચાલુ છે. તેઓ ઈશાન કિશનને પણ રીટેન કરી શકે છે, કારણ લાંબાગાળે તે ટીમ માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે

  MS Dhoni IPL 2022 P
  આઈપીએલ 2022ની પહેલી મેચ ચેન્નાઈમાં રમાશે


  રીપોર્ટમાં આગળ જણાવ્યા અનુસાર, તેઓ સૂર્યકુમાર યાદને રીલીઝ કરીને ઓક્શન પુલમાં ફરી ખરીદી શકે છે. કેએલ રાહુલ સંજીવ ગોએન્કાની નવી ટીમ લખનૌ ફ્રેન્ચાઇઝીમાં કેપ્ટન તરીકે જોડાશે તેવી તમામ સંભાવના છે. સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું છે કે રાહુલે પંજાબ કિંગ્સથી અલગ થઈ ગયા છે અને ગોએન્કાની ઓફર સ્વીકારી લીધી છે. જ્યારે નવી ફ્રેન્ચાઇઝી દ્વારા યાદવનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ બેટ્સમેને હજુ સુધી જવાબ આપ્યો નથી.
  First published:

  Tags: Cricket News in Gujarati, IPL 2022, R ashwin, Rishabh pant

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन