મુંબઈ: ડેવિડ વોર્નરના અણનમ 92 અને રોમમેન પોવેલના અણનમ 67 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ-15માં (IPL 2022) સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 21 રને વિજય મેળવ્યો છે. દિલ્હીએ (DC vs SRH Score) 20 ઓવરમાં 3 વિકેટે 207 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 8 વિકેટે 186 રન બનાવી શક્યું હતું.
સનરાઇઝર્સ હૈદરાબાદ
-પૂરનના 34 બોલમાં 2 ફોર 4 સિક્સરની મદદથી 62 રન
-કાર્તિક ત્યાગી 7 રને બોલ્ડ
-નિકોલસ પૂરને 29 બોલમાં 1 ફોર 5 સિક્સર સાથે 50 રન પુરા કર્યા
-શશાંક સિંહ 10 રને શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો
-હૈદરાબાદે 13 ઓવરમાં 100 રન પુરા કર્યા
-માર્કરામના 25 બોલમાં 4 ફોર 3 સિક્સર સાથે 42 રન
-હૈદરાબાદે 9.2 ઓવરમાં 50 રન પુરા કર્યા
-રાહુલ ત્રિપાઠીના બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 22 રન
-વિલિયમ્સન 4 રન બનાવી નોર્કિયાનો શિકાર બન્યો
-અભિષેક શર્મા 7 રને આઉટ
આ પણ વાંચો - દિલ્હીના ભૂતપૂર્વ કોચે પંતની બેટિંગ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- હવે નક્કી કરવું પડશે... દિલ્હી કેપિટલ્સ -દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 3 વિકેટે 207 રન બનાવ્યા. હૈદરાબાદને જીતવા માટે 208 રનનો પડકાર
-વોર્નર અને પોવેલ વચ્ચે ચોથી વિકેટ માટે 122 રનની ભાગીદારી
-ડેવિડ વોર્નરના 58 બોલમાં 12 ફોર 3 સિક્સરની મદદથી અણનમ 92 રન
-પોવેલના 35 બોલમાં 3 ફોર 6 સિક્સર સાથે અણનમ 67 રન
-દિલ્હીએ 19.4 ઓવરમાં 200 રન પુરા કર્યા
-પોવેલે 30 બોલમાં 6 સિક્સર સાથે અડધી સદી ફટકારી
-ડેવિડ વોર્નરે 34 બોલમાં 7 ફોર 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી
-દિલ્હીએ 11 ઓવરમાં 100 રન પુરા કર્યા
-રિષભ પંતના 16 બોલમાં 1 ફોર 3 સિક્સર સાથે 26 રન
-દિલ્હીએ 5.5 ઓવરમાં 50 રન પુરા કર્યા
-મિચેલ માર્શના 7 બોલમાં 2 ફોર સાથે 10 રન
-મનદીપ સિંહ પ્રથમ ઓવરમાં જ ભુવનેશ્વરનો શિકાર બન્યો
-દિલ્હીએ પોતાની ટીમમાં ચાર ફેરફાર કર્યા છે. અક્ષર પટેલ, પૃથ્વી શો, ચેતન સાકરિયા અને મુસ્તાફિઝુર રહેમાનના સ્થાને મનદીપ સિંહ, રિપલ પટેલ, એનરિક નોર્કિયા અને ખલીલ અહેમદને તક આપવામાં આવી છે.
-હૈદરાબાદે ટીમમાં 3 ફેરફારો કર્યા છે. વોશિંગ્ટન સુંદર, નટરાજન અને માર્કો જાનસેનના સ્થાને કાર્તિક ત્યાગી, સીન અબોટ્ટ અને શ્રેયસ ગોપાલનો સમાવેશ કરાયો છે.
- સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે
બન્ને ટીમો આ પ્રમાણે છે દિલ્હી કેપિટલ્સ : મનદીપ સિંહ, ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, રિષભ પંત, લલિત યાદવ, રોવમેન પોવેલ, શાર્દુલ ઠાકુર, રિપલ પટેલ, કુલદીપ યાદવ, ખલીલ અહમદ, એનરિક નોર્કિયા.
સનરાઇઝર્સ હૈદરાબાદ - અભિષેક શર્મા, કેન વિલિયમ્સન, રાહુલ ત્રિપાઠી, એડેન માર્કરામ, નિકોલસ પૂરન, શશાંક સિંહ, શ્રેયસ ગોપાલ, સીન એબોટ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક, કાર્તિક ત્યાગી.
First published: May 05, 2022, 19:06 IST
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: IPL 2022 , Ipl live , IPL Live Score