દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)નો વધુ એક ખેલાડી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હીના ટિમ સીફર્ટ (Tim Seifert)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા મિશેલ માર્શ પોઝિટિવ આવ્યો છે. આ સિવાય 4 સપોર્ટ સ્ટાફ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. બોર્ડ વતી તમામ ખેલાડીઓને રૂમની બહાર જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ડોર ટુ ડોર સેમ્પલિંગ કરવામાં આવી રહ્યું છે. કોરોના કેસ વધતા મેચનું સ્થળ પણ બદલાયું છે. પ્રથમ દિલ્હી અને પંજાબની મેચ પૂણેમાં યોજાવાની હતી. પરંતુ કોવિડને કારણે તેને મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં રમાડવામાં આવી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર