liveLIVE NOW

DC vs MI, IPL 2022 Live Score: દિલ્હીએ હારેલી બાજી પલટી નાખી, અક્ષર પટેલ જીતનો મોટો હીરો

આઈપીએલ 2022 લાઈવ : મુંબઈ ઈન્ડિયન્સ કરશે પ્રથમ બેટિંગ (Mumbai Indians) દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચે મુંબઈમાં આજે આઈપીએલ 2022 (IPL 2022)નો બીજો મુકાબલો, બ્રેબોર્ન સ્ટેડિયમમાં મેચ રમાઈ, દિલ્હી કેપિટલ્સમનો શાનદાર વિજય

  • News18 Gujarati
  • | March 27, 2022, 19:33 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 5 MONTHS AGO

    હાઇલાઇટ્સ

    19:30 (IST)
    19:18 (IST)
    દિલ્હીએ હારેલી બાજી જીતમાં પલટી

    IPL-2022 2nd Match, Delhi Capitals vs Mumbai Indians Live Score and Updates: આઈપીએલની બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે દિલ્હી કેપિટલ્સનો વિજય થયો છે. દિલ્હી કેપિટલ્સે મુંબઈ સામે 4 વિકેટે જીત મેળવી છે. અક્ષર પેટલની ધમાકેદાર 16 બોલમાં 38 રનની ઈનિંગની મદદથી દિલ્હીએ હારેલી બાજી જીતમાં પલટી નાખી છે. 

    18:27 (IST)
    દિલ્હીની ઈનિંગ મુસીબતમાં

    IPL-2022 2nd Match, Delhi Capitals vs Mumbai Indians Live Score and Updates: દિલ્હી કેપિટલ્સની ઈનિંગ મુસીબતમાં મૂકાઈ છે. બાઉન્સર બોલ પર પૃથ્વી શો આઉટ થયા બાદ મેદાન પર આવેલા રોવમન પોવેલની વિકેટ પણ પહેલાં બોલ પર જ પડી ગઈ છે. આમ બે બોલમાં બે વિકેટ પડતા દિલ્હીની 5 વિકેટ પડી ગઈ છે. 

    18:19 (IST)
    દિલ્હીને જીત માટે 107 રનની જરૂર

    IPL-2022 2nd Match, Delhi Capitals vs Mumbai Indians Live Score and Updates: 9 ઓવરના અંતે દિલ્હીનો સ્કોર 70 રન 3 વિકેટના નુકસાન પર છે. દિલ્હીને જીત માટે 107 રનની જરૂર છે. 

    18:15 (IST)
    પૃથ્વી શોએ સંભાળી બાજી


    પહેલી ત્રણ વિકેટ સસસ્તામાં પડી ગયા બાદ ઓપનર પૃથ્વી શોએ બાજી સંભાલી છે.પૃથ્વીની આક્રમક ઈનિંગના કારણે દિલ્હી કેપિટલ્સ આઠ ઓવરના અંતે 63 રનનો સ્કોર બનાવી શકી છે. 

    17:56 (IST)

    દિલ્હીને મોટો ફટકો કેપ્ટન પંત પહેલા જ બોલે આઉટ

    IPL-2022 2nd Match, Delhi Capitals vs Mumbai Indians Live Score and Updates: દિલ્હી કેપિટલ્સની મુસીબતમાં ઘટાડો થવાનું નામ નથી લઈ રહી. કેપ્ટન રિષભ પંત કાયલ મિલ્સના પહેલા જ બાઉન્સ બોલ પર કટ મારવા જતા કેચ આઉટ થયો છે. બાઉન્સરે પંતનો ભોગ લેતા દિલ્હીની ઈનિંગ મુસીબતમાં છે.

    17:51 (IST)
    દિલ્હીને ઊપરાછાપરી બે ફટકા

     IPL-2022 2nd Match, Delhi Capitals vs Mumbai Indians Live Score and Updates: દિલ્હીએ આક્રમક રમવા જતા ઊપરાછાપરી બે વિકેટો ગુમાવી છે. ઓપનર સ્ફેર્ટની 14 બોલમાં 22 રનની આક્રમક ઈનિંગ બાદ બેટસ્મેન મનદિપ સિંઘ પણ તાત્કાલિક આઉટ થયો છે. 

    17:43 (IST)
    દિલ્હીની ધમાકેદાર શરૂઆત 14 બોલમાં 22 રન માર્યા IPL-2022 2nd Match, Delhi Capitals vs Mumbai Indians Live Score and Updates: દિલ્હી કેપિટલ્સે 178 રનના સ્કોરનો સામનો કરવા માટે ધમાકેદાર શરૂઆત કરી છે. દિલ્હી વતી સ્ફેર્ટ અને પૃથ્વી શૉ ઓપનિંગમાં આવ્યા છે. સ્ફેર્ટે 11 બોલમાં 21 રન કરી લેતા દિલ્હીએ પહેલા 14 બોલમાં જ 22 રન બનાવ્યા હતા.
    17:20 (IST)
    ઈશાન કિશન ચમક્યો, મુંબઈના 177 રન IPL-2022 2nd Match, Delhi Capitals vs Mumbai Indians Live Score and Updates: મુંબઈ ઈન્ડિયન્સે ઈશાન કિશનના અણનમ 81 રનની મદદથી 20 ઓવરમાં 5 વિકેટે 177 રન બનાવ્યા હતા. ઈશાને 48 બોલમાં 11 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. જેમ કે દિલ્હી કેપિટલ્સને 178 રનનો ટાર્ગેટ છે. દિલ્હી કેપિટલ્સ તરફથી કુલદીપ યાદવે 3 જ્યારે ખલીલ અહેમદે 2 વિકેટ ઝડપી હતી.
    IPL-2022 2nd Match, Delhi Capitals vs Mumbai Indians Live Score and Updates: ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન (IPL-2022)ની આજે બીજી છે. આજે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ (DC v MI) વચ્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મુંબઈને આમંત્રણ આપ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સ વતી ઈશાન કિશનને અણનમ 81 રન બનાવી અને શાનદાર પ્રદર્શન કર્યુ હતું. ઈશાન કિશનના 81 રનની મદદથી મુંબઈ 177 રનનો ટાર્ગે કરી શક્યું હતું. દિલ્હી વતી કુલદિપ યાદવે ઉતકૃષ્ઠ બોલિંગ કરી હતી.

    મુંબઈના લક્ષ્યનો પીછો કરતા દિલ્હીની ટીમે શરૂઆતમાં એક પછી એક 5 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, શાર્દુલ ઠાકુરના 11 બોલમાં 22 રન, લલિતના 48 રન અને અક્ષર પટેલના 16 બોલમાં 38 રનની મદદથી દિલ્હીએ હારેલી બાજી જીતી નાખી છે.
    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन