Home /News /sport /IPL 2022 DC vs KKR Score: બોલરોનું ચુસ્ત પ્રદર્શન, દિલ્હી કેપિટલ્સનો વિજય

IPL 2022 DC vs KKR Score: બોલરોનું ચુસ્ત પ્રદર્શન, દિલ્હી કેપિટલ્સનો વિજય

IPL 2022 : DC vs KKR Live updates: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022

આઈપીએલ 2022 (IPL 2022) લાઇવ અપડેટ, DC vs KKR Live Score: કુલદીપ યાદવની 4 વિકેટ અને મુશ્તાફિઝુર રહમાનની 3 વિકેટ

    મુંબઈ :  કુલદીપ યાદવ (4 વિકેટ) અને મુશ્તાફિઝુર રહમાનની (3 વિકેટ) ચુસ્ત બોલિંગ પછી ડેવિડ વોર્નર પોવેલની શાનદાર બેટિંગની મદદથી દિલ્હી કેપિટલ્સે (DC vs KKR Live Score)આઈપીએલ-15માં (IPL 2022 )કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 4 વિકેટે વિજય મેળવ્યો છે. કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટે 146 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 19 ઓવરમાં 6 વિકેટે પડકાર મેળવી લીધો હતો.

    દિલ્હી કેપિટલ્સ

    -ઉમેશ યાદવે સૌથી વધારે 3 વિકેટ ઝડપી

    -પોવેલના 16 બોલમાં 1 ફોર 3 સિક્સર સાથે અણનમ 33 રન

    -અક્ષર પટેલના 17 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 24 રન, રન આઉટ થયો

    -દિલ્હીએ 14.1 ઓવરમાં 100 રન પુરા કર્યા

    -કેપ્ટન પંત ફ્લોપ રહેતા 2 રને આઇટ

    -લલિત યાદવ 22 રને એલબી આઉટ થયો

    -ડેવિડ વોર્નરના 26 બોલમાં 8 ફોર સાથે 42 રન. ઉમેશ યાદવનો શિકાર બન્યો

    -દિલ્હીએ 6.3 ઓવરમાં 50 રન પુરા કર્યા

    -મિશેલ માર્શ 13 રને કેચ આઉટ

    -પૃથ્વી શો પ્રથમ બોલે જ ઉમેશ યાદવની ઓવરમાં આઉટ

    આ પણ વાંચો - DC vs KKR: હાર્દિક પંડયાને ટક્કર આપનાર ઓલરાઉન્ડર ફેલ, IPL 2022 માં ફસકી પડયો

    કોલકાતા નાઇટ રાઇડર્સ

    -નીતિશ રાણાના 34 બોલમાં 3 ફોર 4 સિક્સર સાથે 57 રન

    -રિંકુ સિંઘના 16 બોલમાં 3 ફોર સાથે 23 રન

    -નીતિશ રાણાએ 30 બોલમાં અડધી સદી ફટકારી

    -કોલકાતાએ 15.5 ઓવરમાં 100 રન પુરા કર્યા

    -આન્દ્રે રસેલ 0 રને કુલદીપની ઓવરમાં સ્ટંમ્પ આઉટ થયો

    -શ્રેયસ ઐયરના 37 બોલમાં 4 ફોર સાથે 42 રન

    -કોલકાતાએ 9.2 ઓવરમાં 50 રન પુરા કર્યા

    -સુનીલ નારાયણ પ્રથમ બોલે જ આઉટ

    -બાબા ઇન્દ્રજીત 6 રને કુલદીપ યાદવની ઓવરમાં આઉટ

    -વેંકટેશ ઐયર 6 રને કેચ આઉટ થયો

    -એરોન ફિન્ચ 3 રને ચેતન સાકરિયાનો શિકાર થયો

    -દિલ્હી કેપિટલ્સના કેપ્ટન  રિષભ પંતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.

    આ પણ વાંચો - આઇપીએલમાં બુલેટ ગતિએ બોલ ફેંકનાર ઉમરાન મલિકના કોચનો ખુલાસો- તે મેદાનમાં શિસ્તબદ્ધ ન હતો

    દિલ્હી કેપિટલ્સ : પૃથ્વી શો, ડેવિડ વોર્નર, રિષભ પંત, મિચેલ માર્શ, લલિત યાદવ, અક્ષર પટેલ, રોવમેન પોવેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મુશ્તફિઝુર રહમાન, ચેતન સાકરિયા.

    કોલકાતા નાઇટ રાઇડર્સ : એરોન ફિન્ચ, સુનીલ નારાયણ, શ્રેયસ ઐયર, નીતિશ રાણા, વેંકટેશ ઐયર, બાબા ઇન્દ્રજીત, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, ઉમેશ યાદવ, ટીમ સાઉથી, હર્ષિત રાણા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: IPL 2022, Ipl live, IPL Live Score

    विज्ञापन
    विज्ञापन