Home /News /sport /IPL 2022 CSK vs PBKS Score: પંજાબ કિંગ્સનો 54 રને વિજય, ચેન્નઇનો સતત ત્રીજો પરાજય

IPL 2022 CSK vs PBKS Score: પંજાબ કિંગ્સનો 54 રને વિજય, ચેન્નઇનો સતત ત્રીજો પરાજય

IPL 2022 : CSK vs PBKS Live updates: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022

આઈપીએલ 2022 (IPL 2022) લાઇવ અપડેટ, CSK vs PBKS Live Score : લિવિંગસ્ટોનના 32 બોલમાં 5 ફોર, 5 સિક્સર સાથે 60 રન, પંજાબના 20 ઓવરમાં 8 વિકેટે 180 રન, ચેન્નઇ 18 ઓવરમાં 126 રનમાં ઓલઆઉટ

  મુંબઈ : લિયામ લિવિંગસ્ટોનની આક્રમક અડધી સદી બાદ રાહુલ ચાહરની 3 વિકેટની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ-15માં (IPL 2022)ચેન્નઇ સુપર કિંગ્સ (CSK vs PBKS Live Score)સામે 54 રને વિજય મેળવ્યો છે. પંજાબે 20 ઓવરમાં 8 વિકેટે 180 રન બનાવ્યા છે. જવાબમાં ચેન્નઇ 18 ઓવરમાં 126 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ ચેન્નઇનો સતત ત્રીજો પરાજય છે. હજુ સુધી તે આ સિઝનમાં જીતનું ખાતું ખોલાવી શકી નથી.

  મેચ અપડેટ્સ

  - ધોનીના 28 બોલમાં 23 રન

  -શિવમ દૂબેના 30 બોલમાં 6 ફોર, 3 સિક્સર સાથે 57 રન

  - રોબિન ઉથપ્પા 13 રને ગાયકવાડ 1 રને આઉટ

  -ચેન્નઇ તરફથી જોર્ડન, પ્રિટોરિયસે 2-2 વિકેટ ઝડપી.

  -પંજાબના 20 ઓવરમાં 8 વિકેટે 180 રન

  -સ્મિથ 3 રને જોર્ડનનો બીજો શિકાર બન્યો.

  -શાહરુખ ખાન 6 રન બનાવી જોર્ડનનો શિકાર બન્યો.

  -જિતેશ શર્મા 17 બોલમાં 3 સિક્સર સાથે 26 રન બનાવી પ્રિટોરિયસનો શિકાર બન્યો.

  -લિવિંગસ્ટોનના 32 બોલમાં 5 ફોર, 5 સિક્સર સાથે 60 રન.

  આ પણ વાંચો - ધોનીએ 40 વર્ષની ઉંમરમાં બતાવી ગજબની ચપળતા, શાનદાર રન આઉટ કર્યો, જુઓ Video

  -લિવિંગસ્ટોને 27 બોલમાં 4 ફોર 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

  -શિખર ધવનના 24 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે 33 રન.

  -પંજાબે 9.1 ઓવરમાં 100 રન બનાવ્યા.

  -પંજાબે  4.5 ઓવરમાં 50 રન પુરા કર્યા.

  -પંજાબે 14 રનમાં 2 વિકેટ ગુમાવી.

  -ભાનુકા રાજપક્ષે 9 રને રન આઉટ.

  -મયંક અગ્રવાલ 2 બોલમાં 4 રન બનાવી મુકેશ ચૌધરીની ઓવરમાં આઉટ થયો.

  -પંજાબની ટીમમાં બે ખેલાડી ડેબ્યૂ કરી રહ્યા છે.

  - ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

  પંજાબ કિંગ્સ - મયંક અગ્રવાલ, શિખર ધવન, ભાનુકા રાજપક્ષે, લિયામ લિવિંગસ્ટોન, શાહરખ ખાન, જીતેશ શર્મા, ઓડિયન સ્મિથ, અર્શદીપ સિંહ, કાગિસો રબાડા, રાહુલ ચાહર, વૈભવ અરોડા.

  ચેન્નઇ સુપર કિંગ્સ - ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, મોઇન અલી, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, શિવમ દુબે, ડ્વેન બ્રાવો, ક્રિસ જોર્ડન, ડ્વેન પ્રિટોરિયસ, મુકેશ ચૌધરી
  Published by:Ashish Goyal
  First published:

  Tags: IPL 2022, Ipl live, IPL Live Score

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन