Home /News /sport /સ્ટેડિયમમાં આખી રાત મચ્છરો વચ્ચે વિતાવતા ગ્રાઉન્ડ્સમેન હવે રહે છે 5 સ્ટાર હોટલમાં, જાણો IPL એ કેવી રીતે બદલ્યુ જીવન

સ્ટેડિયમમાં આખી રાત મચ્છરો વચ્ચે વિતાવતા ગ્રાઉન્ડ્સમેન હવે રહે છે 5 સ્ટાર હોટલમાં, જાણો IPL એ કેવી રીતે બદલ્યુ જીવન

વસંતે કહ્યું કે તેને મુંબઈના ખેલાડીઓ સાથે ખાસ લગાવ છે

IPL 2022 - ગ્રાઉન્ડ્સમેન વસંત મોહિતે જણાવ્યું કે પહેલા માહોલ સાવ અલગ અને મુશ્કેલ હતો. પહેલા મેચો ઘણીવાર મોડી સમાપ્ત થતી હતી. મેચ પછી પણ તેમની શિફ્ટ ચાલુ રહેતી હતી. તેઓ ઘરે પરત ફરી શક્તા ન હતા

નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League-2022)એ માત્ર ખેલાડીઓ જ નહીં, પરંતુ ગ્રાઉન્ડ્સમેન (Groundsmen)નું પણ જીવન બદલી નાખ્યું છે. હવે માત્ર ખેલાડીઓને જ ફાઈવ સ્ટાર હોટલની સુવિધા નથી મળી રહી, પરંતુ મેદાનમાં મહેનત કરતા સપોર્ટ સ્ટાફ પણ લક્ઝરી હોટલોમાં રોકાઈ રહ્યા છે. આઈપીએલની 15મી સિઝનમાં (IPL 2022) મુંબઈના વાનખેડે સ્ટેડિયમના 57 વર્ષીય ગ્રાઉન્ડ્સમેન વસંત મોહિતેનું (groundsmen vasant mohite)જીવન પણ બદલાઈ ગયું છે. દરિયા કિનારે આવેલી આલીશાન હોટેલમાં મોહિતેનું રોકાવું એક સ્વપ્ન સાકાર થવા જેવું છે.

આઈપીએલ 2022 (IPL) માં કેડબરી કંપનીએ ગ્રાઉન્ડ સ્ટાફના સન્માન માટે ફાઈવ સ્ટાર હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી છે. અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા અહેવાલ મુજબ, વસંત મોહિતેને સેલિબ્રિટી ડિઝાઈનર મસાબા દ્વારા ડિઝાઈન કરેલો ડ્રેસ, સારુ ફૂડ અને તેને ગ્રાઉન્ડ પરથી પાછા લાવવા માટે બસની સુવિધા પણ આપવામાં આવી છે. પોતાના બદલાયેલા જીવન વિશે વાત કરતા મોહિતે કહે છે કે, સિઝનની શરૂઆતમાં તેને એ વાતની બીક લાગતી હતી કે તેણે ફાઈવ સ્ટાર હોટલમાં રહેવું પડશે. જો કે આ વાતની તેને કોઈ ખાતરી પણ ન હતી.

મોહિતેએ વધુમાં કહ્યું કે, એક દિવસ મુંબઈ ક્રિકેટ એસોસિએશને (MCA) અમને કહ્યું કે કેડબરી આ સિઝન માટે તેમના ઘરની વ્યવસ્થા કરશે. તેઓ અમને આઈપીએલના આગામી બે મહિના માટે કપડાં અને ખોરાક આપશે. વસંત યાદ કરતાં કહે છે કે તેમને લાગ્યું કે તેઓ સમુદ્ર કિનારે સિંહાસન પર બેઠા છે. વસંત તેને ચમત્કાર માને છે.

‘મચ્છરોના કારણે ન હોતી આવતી ઉંધ, ઘરે પણ જઈ શકતા ન હતા'

વસંતે જણાવ્યું કે પહેલા માહોલ સાવ અલગ અને મુશ્કેલ હતો. પહેલા મેચો ઘણીવાર મોડી સમાપ્ત થતી હતી. મેચ પછી પણ તેમની શિફ્ટ ચાલુ રહેતી હતી. તેઓ ઘરે પરત ફરી શક્તા ન હતા. તેથી તે સ્ટેડિયમમાં જ એક નાનકડા રૂમમાં રાત વિતાવતા હતા, જ્યાં મચ્છરોના કારણે ઊંધવું પણ મુશ્કેલ હતું. તે કહે છે કે મચ્છરોના કારણે તેમને ખૂબ અસુવિધા થતી હતી. મેચ પત્યા પછી અમે ક્યાંય જઈ શકતા ન હતા કારણ કે તે સમયે ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. આ પરિસ્થિતિના કારણે અમે અમારી ઓફિસમાં જમીન પર સૂતા હતા. મેચ ન હોય તો પણ સવારે 9 વાગ્યે સ્ટેડિયમ પહોંચવાનું હતું, પછી છેક સાંજના 6 વાગે જ સમય મળતો હતો. મેચના દિવસોમાં વહેલા આવવું પડે છે અને મોડે સુધી કામ કરવું પડે છે. જો કે એમસીએ આ માટે તેમને ડબલ પૈસા પણ ચૂકવે છે.

આ પણ વાંચો - રાજસ્થાન રોયલ્સને મળ્યો મોટો ઝટકો, 2 કરોડનો ખેલાડી માત્ર 1 મેચ રમીને IPL-2022માંથી બહાર થઇ ગયો

ફાઈવ સ્ટાર હોટલમાં વસંતની મુશ્કેલીઓ પણ વધી, ખૂબ સારી રીતે આવે છે ઊંઘ

પોતાના નવા પડકારો વિશે વાત કરતાં વસંત મોહિતે કહે છે, હવે તેને ફાઈવ સ્ટાર હોટલમાં અલગ જ ચિંતા છે. લેમ્પની સ્વીચ શોધવી મુશ્કેલ હતી. તેને લેમ્પ ચાલુ કરતા પણ આવડતું ન હતું. જોકે અહીં પથારી નરમ હોવાથી સારી ઊંઘ આવે છે. તેના સાથી ગ્રાઉન્ડ્સમેન નીતિન મોહિતે કહે છે કે ડ્રેસિંગ રૂમમાં જવું હવે અલગ છે. અમને પિકઅપ કરવા માટે અથવા મૂકવા માટે ગાડી આવે છે તે પણ ખૂબ સારી છે. આની માટે અમે તમામનો આભાર માનીએ છીએ.

‘જૂના ખેલાડીઓ હવે ગળે લગાવે છે’

વસંત જણાવે છે કે કેવી રીતે ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ બે વર્ષ પહેલા આવ્યા હતા અને તેને ગળે લગાવ્યો હતો. કૈફે તેના સાથી કોમેન્ટેટર્સને કહ્યું, અંડર-19 દિવસો દરમિયાન પણ આ અમને મદદ કરતા હતા. કૈફની વાત સાંભળીને વસંત બહુ ખુશ થયા હતા. વસંતે કહ્યું કે 1990ની સરખામણીમાં હવે વસ્તુઓ ઘણી બદલાઈ ગઈ છે. વસંત કહે છે કે તે ભાગ્યશાળી છે કે કેટલાક દિગ્ગજ ખેલાડીઓને નજીકથી જોયા છે. સુનિલ ગાવસ્કરથી લઈને પૃથ્વી શૉ સુધી તમામની તે દાયકાઓથી મદદ કરી રહ્યાં છે. તેણે સચિન તેંડુલકરના ઉત્થાનથી લઈ વિનોદ કાંબલીના ઉત્થાન અને પતનને પણ જોઈ ચુક્યા છે.

અમોલ મજૂમદાર આઉટ થયા બાદ થઈ જતા હતા ભાવુક, સચિન અંતિમ ગેમ પછી રડવા લાગ્યા હતા

વસંત વધુમાં કહે છે કે તેને મુંબઈના ખેલાડીઓ સાથે ખાસ લગાવ છે. તેઓ અવારનવાર અહીં આવે છે અને મારુ ધ્યાન રાખે છે. વિનોદ કાંબલી, સચિન તેંડુલકર, અજીત અગરકર હંમેશા એ વાતનું ધ્યાન રાખે છે કે તેઓ ડ્રેસિંગ રૂમની અંદર ક્યારેય અસહજ ન અનુભવે. તે કહે છે કે અમોલ મજુમદાર તેની રમત પ્રત્યે ખૂબ જ ભાવુક હતા. ઘણીવાર બહાર નીકળ્યા પછી પરેશાન થઈ જતા હતા. ઘણીવાર વસંત કોઈ ખેલાડીને પરેશાન જુએ તો ચુપચાપ બીજા રૂમમાં જાય છે. તેણે ખેલાડીઓને ગુસ્સામાં અને ખૂબ ખુશ થતા પણ જોયા છે. તેમણે કહ્યું કે તેની છેલ્લી મેચમાં સચિન તેંડુલકર પીચને સ્પર્શ કર્યા પછી પોતાની ભાવના પર કાબૂ ન રાખી શક્યા અને રડતા રડતા પાછા ગયા હતા. સચિનની આંખોમાં આંસુ જોઈને વસંતનું મન પણ ભરાઈ આવ્યું હતું.
Published by:Ashish Goyal
First published:

Tags: IPL 2022, Ipl live, IPL Live Score

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन