Home /News /sport /

IPL 2022 Ahmedabad Team: Hardik Pandya સિવાય આ 3 ખેલાડીઓ અમદાવાદના કેપ્ટન તરીકે છે વિકલ્પ

IPL 2022 Ahmedabad Team: Hardik Pandya સિવાય આ 3 ખેલાડીઓ અમદાવાદના કેપ્ટન તરીકે છે વિકલ્પ

IPL Ahmedabad Team: આઈપીએલ 2022માં અમદાવાદની ટીમમાં કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા ફાઇનલ છે પરંતુ આ ખેલાડીઓનો રેકોર્ડ પણ છે જોરદાર

IPL 2022 Ahmedabad Team : અમદાવાદ ફ્રેન્ચાઇઝી આગામી (IPL Ahmedabad Team) એડિશન માટે હાર્દિક પંડ્યા (Hardik Pandya IPL Ahmedabad Team Captain) ને તેમના કેપ્ટન તરીકે પસંદ કરી લીધો છે. આ સ્થિતિમાં આ ખેલાડીઓ હાર્દિક કરતાં પણ છે સારો વિકલ્પ

વધુ જુઓ ...
  IPL 2022: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (The Board of Control for Cricket) અમદાવાદ ફ્રેન્ચાઈઝીને (IPL Ahmedabad Team)  લેટર ઓફ ઈન્ટેન્ટ (Letter of Intent) આપ્યો છે, જેનો અર્થ છે કે ફ્રેન્ચાઈઝી ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી એડિશનમાં પદાર્પણ કરવા માટે તૈયાર છે. મેગા-ઓક્શન 2022 પહેલા બંને નવી ફ્રેન્ચાઈઝીઓને જાહેર કરાયેલા ખેલાડીઓની યાદીમાંથી ત્રણ ખેલાડીઓ (2 ભારતીય અને 1 વિદેશી) હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

  પ્રાપ્ત અહેવાલો અનુસાર, અમદાવાદ ફ્રેન્ચાઇઝી આગામી (IPL Ahmedabad Team) એડિશન માટે હાર્દિક પંડ્યા (Hardik Pandya IPL Ahmedabad Team Captain) ને તેમના કેપ્ટન તરીકે પસંદ કરી લીધો છે. આ નિર્ણય પર ઘણા લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે, કારણ કે ભારતીય ઓલરાઉન્ડર પંડ્યા પાસે કપ્તાનીનો ખાસ અને નોંધપાત્ર અનુભવ નથી.

  ICC T20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021)માં ભાગ લીધા પછીથી હાર્દિક પંડ્યાએ ખાસ ક્રિકેટ પાર્ટિસિપેશન કર્યું નથી. તેની ફિટનેસ અને ફોર્મની સમસ્યાઓને કારણે પસંદગીકારો દ્વારા તેની અવગણના કરવામાં આવી છે. પંડ્યા હજુ પણ તેની પીઠની ઈજામાંથી રિકવર કરી રહ્યો છે અને તદ્દન નવી ફ્રેન્ચાઈઝી માટે તેને કેપ્ટનશિપ આપવી એ સારો નિર્ણય પણ ન ગણાવી શકાય.

  એવા ઘણા વિશ્વ-કક્ષાના ખેલાડીઓ છે, જેઓ ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી પંડ્યા કરતાં વધુ સારી પસંદગી બની શક્યા હોત. આજે અમે ત્રણ એવા ક્રિકેટરોના નામ જણાવવા જઈ રહ્યા છીએ, જેમને હાર્દિક પંડ્યાને બદલે અમદાવાદ ફ્રેન્ચાઇઝીનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

  આ પણ વાંચો : IPL Ahmedabad Team: IPLમાં અમદાવાદની ટીમનું રમવાનું ફાઇનલ, કેપ્ટનની રેસમાં છે આ ખેલાડીઓ

  1. રાશિદ ખાન  Rashid Khan : અહેવાલો અનુસાર ટૂર્નામેન્ટના આગામી એડિશન માટે અમદાવાદ ફ્રેન્ચાઇઝી દ્વારા પસંદ કરાયેલા ત્રણ ખેલાડીઓમાં રાશિદ ખાન (Rashid Khan) નું નામ પણ સામેલ હતું. અફઘાનિસ્તાનનો લેગ-સ્પિનર ​​IPL 2021માં ડેબ્યૂ કર્યા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદનો ભાગ રહ્યો હતો.

  રાશિદ ખાન વિશ્વના શ્રેષ્ઠ સ્પિનરોમાંથી એક છે. વિશ્વભરની વિવિધ ફ્રેન્ચાઈઝી ટુર્નામેન્ટમાં તેણે ઘણા વર્ષો સુધી રમવાનો અનુભવ છે


  હાલમાં તે વિશ્વના શ્રેષ્ઠ સ્પિનરોમાંથી એક છે. વિશ્વભરની વિવિધ ફ્રેન્ચાઈઝી ટુર્નામેન્ટમાં તેણે ઘણા વર્ષો સુધી રમવાનો અનુભવ છે. રાશિદ ખાને IPLમાં 76 મેચોમાં 93 વિકેટ ઝડપી છે અને તેની ઈકોનોમી 7થી ઓછી છે.

  ખાન પાસે વિવિધ ફ્રેન્ચાઇઝી ટુર્નામેન્ટમાં રમવાનો ઘણો અનુભવ છે. સાથે જ તે શોર્ટેસ્ટ ફોર્મેટમાં મેચમાં કઈ રીતે જીત મેળવવી તે સારી રીતે જાણે છે. આ ઉપરાંત, તેની પાસે કેપ્ટનશિપનો સારો અનુભવ છે, કારણ કે તે ઘણા વર્ષોથી અફઘાનિસ્તાનના નેતૃત્વનો ભાગ છે. એ વાતમાં કોઈ બ મત નથી કે તે હાર્દિક પંડ્યા કરતાં વધુ સારી કેપ્ટનશીપ સામગ્રી બની શકે.

  2. શ્રેયસ ઐયર Shreyas Iyer

  જણાવી દઈએ કે અહેવાલ મળ્યા હતા કે શ્રેયસ અય્યર (Shreyas Iyer) IPL 2022 માટે અમદાવાદ ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કરશે. જો કે, તાજેતરના રિપોર્ટ મુજબ તે હવે નેતૃત્વની ભૂમિકા માટે રેસમાં નથી. આ પાછળનું કોઈ સ્પષ્ટ કારણ હજી જાણી શકાયુ નથી. કહેવામાં આવી રહ્યું છે કે લીડરશીપની ભૂમિકા માટે શ્રેયસ અય્યર કરતાં હાર્દિક પંડ્યા વધુ સારો વિકલ્પ છે.

  હેવાલ મળ્યા હતા કે શ્રેયસ અય્યર (Shreyas Iyer) IPL 2022 માટે અમદાવાદ ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કરશે. જો કે, તાજેતરના રિપોર્ટ મુજબ તે હવે નેતૃત્વની ભૂમિકા માટે રેસમાં નથી.તસવીર- Shreyas Iyer Instagram


  શ્રેયસ અય્યરે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સનું નસીબ બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે આઈપીએલ 2018 દરમ્યાન ગૌતમ ગંભીર પાસેથી નેતૃત્વની જવાબદારીઓ લીધી હતી. શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળ દિલ્હી પ્લેઓફમાં પહોંચી અને 2020માં ફાઈનલ પણ રમી.

  શ્રેયસ અય્યરે ટીમનું નેતૃત્વ કર્યું અને તેને મહત્વનું બનાવ્યું. આઇપીએલમાં ફ્રેન્ચાઇઝી અને સ્થાનિક ટુર્નામેન્ટમાં તેની સ્ટેટ ટીમનું નેતૃત્વ કરવાના સંદર્ભમાં તેની પાસે જેટલો અનુભવ છે તે જોતાં શ્રેયસ અય્યર હાર્દિક પંડ્યા કરતાં વધુ સારો વિકલ્પ છે.

  3. ડેવિડ વોર્નર David Warner 

  જ્યારે તમારી પાસે નેતૃત્વની ભૂમિકા માટે ડેવિડ વોર્નર (David Warner) ને પસંદ કરવાનો વિકલ્પ હોય ત્યારે હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે પસંદ કરવા પાછળનું કારણ સમજી શકાતું નથી. ડેવિડ વોર્નર હવે સનરાઈઝર્સ હૈદરાબાદના સેટ-અપનો ભાગ નથી અને આગામી આઈપીએલ માટે બેમાંથી કોઈ એક નવી ટીમ દ્વારા પસંદ કરવામાં આવે તેવી શક્યતા છે.

  ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વિદેશી બેટ્સમેન તરીકે વોર્નરે સૌથી વધુ રન બનાવ્યા છે. ICC T20 વર્લ્ડ કપ 2021માં તે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ હતો.


  ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વિદેશી બેટ્સમેન તરીકે વોર્નરે સૌથી વધુ રન બનાવ્યા છે. ICC T20 વર્લ્ડ કપ 2021માં તે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ હતો. તેના નેતૃત્વ હેઠળ SRHએ 2016માં તેમની પ્રથમ IPL જીતી હતી. વોર્નરે IPLમાં સફળ કેપ્ટનશિપનો રેકોર્ડ બનાવ્યો છે. તે ટુર્નામેન્ટ માટે અમદાવાદ ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: IPL 2022, IPL 2022 Mega Auction, IPL Ahmedabad Team, ક્રિકેટ, સ્પોર્ટ્સ

  આગામી સમાચાર