Home /News /sport /

IPL Ahmedabad Team : BCCI એ અમદાવાદ ટીમને આપી મંજૂરી, આ પ્લેયર બની શકે છે ટીમનો કેપ્ટન

IPL Ahmedabad Team : BCCI એ અમદાવાદ ટીમને આપી મંજૂરી, આ પ્લેયર બની શકે છે ટીમનો કેપ્ટન

IPLની અમદાવાદ ટીમને બીસીસીઆઈએ આપી મંજૂરી, હવે કેપ્ટન કોણ બનશે તેના પર નજર

IPL 2022 : ઇન્ડિયન પ્રીમીયમ લીગને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. BCCI એ તમામ વિવાદો વચ્ચે અમદાવાદ (IPL 2022 Team gets Loi by bcci) ટીમને મંજુરી આપી દીધી છે. BCCI એ અમદાવાદને સોમવારે લેટર ઓફ ઇંટેટ (LOI) આપ્યો છે,



    IPL 2022: ઇન્ડિયન પ્રીમીયમ લીગને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. BCCI એ તમામ વિવાદો વચ્ચે અમદાવાદ (IPL 2022 Team gets Loi by bcci) ટીમને મંજુરી આપી દીધી છે. BCCI એ અમદાવાદને સોમવારે લેટર ઓફ ઇંટેટ આપ્યો છે, જે બાદ હવે મેગા ઓક્શનનો રસ્તો પણ ક્લિયર થઇ ગયો છે.

    IPLમાં લખનઉ અને અમદાવાદ એમ 2 નવી ટીમો જોડાવા જઇ રહી છે. લખનઉ સાથે કોઇ પણ વિવાદ નહોતો થયો, પણ અમદાવાદ ટીમને ખરીદનારા સીવીસી ગૃપવાળી કંપનીઓના સંબંઘ સટ્ટા લગાવનાર કંપનીઓ સાથે હતા તેવી ચર્ચાઓ થઇ રહી હતી. જે બાદ BCCI એ એક મોટી કમિટીનું ગઠન કર્યું હતુ. જે પોતાની રિપોર્ટ જમા કરાવી ચુકી છે.

    જલ્દી જ ટીમ પોતાના 3 ખેલાડીની યાદી બીસીસીઆઈને મોકલશે

    ઉલ્લેખનીય છે કે, સીવીસી ગૃપએ અમદાવાદ ટીમને કુલ 5625 કરોડ રુપિયામાં ખરીદી હતી, જ્યારે લખનઉ ટીમને આરપી-સંજીવ ગોયનકા ગૃપે 7090 કરોડ રુપિયામાં ખરીદી હતી. હવે બંને ટીમોને લેટર ઓફ ઇંટેટ મળી ચૂક્યો છે, તો જલ્દી જ પોતાના ટીમ 3-3 ખેલાડીઓની યાદી પણ મોકલી શકે છે.

    આ પણ વાંચો : IPL 2022: અમદાવાદની IPL ટીમમાં આ ખેલાડીઓને મળી શકે છે સ્થાન, T20માં છે આ ખેલાડીઓની ધાક

    હાર્દિક પંડ્યાને અમદાવાદ ટીમની કમાન સોંપવામાં આવી શકે છે

    સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મૂંબઇ ઇન્ડિયન્સથી રિલીઝ કરવામાં આવેલા હાર્દિક પંડ્યાને અમદાવાદ ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. ભારતીય ક્રિકેટ ટીમમાંથી પોતાના ખરાબ પ્રદર્શનના કારણે હાર્દિક પંડ્યા ટીમમાંથી બહાર છે, હાલ હાર્દિક પંડ્યાં પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહ્યાં છે. ત્યારે હાર્દિક પંડ્યા પહેલાં શ્રેયસ અય્યર પણ અમદાવાદ ટીમના કેપ્ટન બની શકે છે, પણ હાલ, કંઇ કન્ફોર્મ નથી થયુ.

    આશિષ નહેરા કોચ બની શકે છે

    બીજી તરફ પુર્વ ક્રિકેટર આશીષ નેહરા અમદાવાદ ક્રિકેટ ટીમના કોચ બની શકે છે, ભારતને 2011 નો વર્લ્ડકપ જીતાવનારા ગૈરી કસ્ટર્ન મેન્ટર અમદાવાદ ટીમ સાથે જોડાઇ શકે છે.

    આ પણ વાંચો : IPL 2022: અમદાવાદની IPL ટીમનો મુખ્ય કોચ બનશે નેહરા, ગેરી કર્સ્ટનની હશે આ ભૂમિકા

    ગૌતમ ગંભીર લખનૌમાં મેન્ટર

    ટીમ લખનઉની વાત કરીએ તો ગૌતમ ગંભીરને પોતાના મેન્ટર બનાવી ચુકી છે, જ્યારે એન્ડી ફ્લાવર મુખ્ય કોચની ભુમિકામાં જોવા મળશે. જ્યારે બીજી બાજુ પંજાબ કિંગ્સનો સાથે છોડીને આવનારા કેએલ રાહુલ લખનઉ ટીમના કેપ્ટન બની શકે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: IPL 2022, IPL 2022 Mega Auction, IPL Ahmedabad Team, Sports News in Gujarati

    આગામી સમાચાર