ipl ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના આગામી એડિશન માટે 406 ખેલાડીઓ હરાજીમાં ઉતાર્યા છે. તેમાંથી સૌથી વધારે ખેલાડી ભારતના છે. આઈપીએલના 16માં એડિશન માટે ભારતથી કુલ 714 ખેલાડીએ પોતાના નામ રજિસ્ટર્ડ કર્યા હતા, જેમાંથી બીસીસીઆઈએ 273 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે. હરાજીમાં કુલ 87 ખેલાડી જ વેચાશે. આવું એટલા માટે કેમ કે આટલો જ સ્લોટ ખાલી છે. તો આવો જાણીએ ક્યા દેશના કેટલાય ખેલાડી હરાજીમાં પોતાનું નસીબ અજમાવતા દેખાયા હતા.
વિલિયમસન ગુજરાતની ટીમમાં
આજે હરાજી શરૂ થતાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન કેન વિલિયમસન માટે બોલી લાગવાની શરૂ થઈ હતી. વિલિયમસન માટે ગુજરાત ટાઈટન્સે બોલી લગાવી હતી. અને વિલિયમસનને આખરે ગુજરાતે જ 2 કરોડ બેઝ પ્રાઇઝમાં ખરીદી લીધો હતો.
જો રૂટ (ઇંગ્લેન્ડ) - મૂળ કિંમત 1 કરોડ રિલે રોસોઉ (દક્ષિણ આફ્રિકા) - મૂળ કિંમત 2 કરોડ શાકિબ અલ હસન (બાંગ્લાદેશ) - (બેઝ પ્રાઇઝ- 1.5 કરોડ)
આઇપીએલની 10 ફ્રેન્ચાઇઝીએ હરાજી પહેલાં કુલ 163 ખેલાડીઓને રિટેન કર્યા છે. હવે 87 ખેલાડીઓનો સ્લોટ ખાલી છે. આ વખતે હરાજીમાં 30 વિદેશી ખેલાડીઓ ભાગ લેશે. ફ્રેન્ચાઈઝીઓ પાસે કુલ 206.5 કરોડનું ભંડોળ બાકી છે. ભારતીય સમય અનુસાર, બપોરે 2.30 વાગ્યાથી કોચીની ગ્રાન્ડ હયાત હોટલમાં આ હરાજી થઈ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર